શુકન શાસ્ત્ર : જીવનમાં થઈ રહી છે આવી ઘટનાઓ તો થશે ધન લાભ, જાણો રૂપિયા-પૈસાનાં શુભ શુકન

શુકન શાસ્ત્ર : જીવનમાં થઈ રહી છે આવી ઘટનાઓ તો થશે ધન લાભ, જાણો રૂપિયા-પૈસાનાં શુભ શુકન

મનુષ્યનાં જીવનમાં એવી ઘણી બધી પરિસ્થિતિ આવે છે, જેને ઘણીવાર સમજી શકવી વ્યક્તિની ક્ષમતાની બહાર હોય છે. મોટા ભાગે જોવામાં આવે છે કે આપણી સાથે એવી ઘટનાઓ થતી હોય છે, જેના વિશે આપણને કોઈપણ પ્રકારની જાણકારી હોતી નથી. પરંતુ જીવનમાં થતી દરેક ઘટનાઓ આપણા ગુડ લક અને બેડ લક તરફ ઇશારો કરે છે. ઘણીવાર તમે લોકોએ ધ્યાન આપ્યું હશે કે તમે રસ્તા પર જઈ રહ્યા હોય અને તમને અચાનક અમુક એવી ચીજ જોવા મળે છે અથવા તો તમારા હાથમાંથી પૈસા પડી જાય છે, આ ઘટનાઓ શુભ શુકન માનવામાં આવે છે. તેનો મતલબ છે કે આવનારા સમયમાં તમને લાભ મળી શકે છે.

એવી જ રીતે અમુક વાતો શુકન શાસ્ત્રમાં બતાવવામાં આવી છે. અમુક લોકો એવા પણ હોય છે જે આ બધી વાતો પર વિશ્વાસ કરતા નથી, પરંતુ ધર્મ અને આસ્થા પર વિશ્વાસ કરવાવાળા લોકો આ વાતો પર જરૂરથી વિશ્વાસ રાખે છે. આજે અમે તમને રૂપિયા-પૈસા સાથે સંબંધિત અમુક શુકન અને અપશુકન ઘટનાઓ વિશે જાણકારી આપીશું.

શુકન શાસ્ત્ર અનુસાર રૂપિયા પૈસા શુભ શુકન

જો તમે કોઇ કામથી ઘરેથી બહાર નીકળી રહ્યા હોય ત્યારે તમારા કપડા માંથી રૂપિયા પૈસા પડી જાય તો તેનો મતલબ છે કે તમને લાભ મળવાનો છે. તમે જે કામ માટે બહાર જઈ રહ્યા છો, તેમાં તમને સફળતા મળશે. સાથોસાથ ધનની પ્રાપ્તિ થવાની પણ સંભાવના રહેલી છે.

જો કોઈ વ્યક્તિ બહાર સડક પર ચાલી રહ્યો હોય અને તેને જમીન પર પડેલ સિક્કા મળી જાય છે, તો તેને શુભ સંકેત માનવામાં આવે છે. શુકન શાસ્ત્ર અનુસાર આ પ્રકારના સંકેત મળવાનો અર્થ છે કે તમારા ઉપર માતા લક્ષ્મીજીનાં આશીર્વાદ રહેલા છે. તમને ભવિષ્યમાં મોટો લાભ મળી શકે છે. તમારા અટવાયેલા બધા જ કાર્ય ખૂબ જ જલ્દી પૂર્ણ થઇ જશે.

શુકન શાસ્ત્ર અનુસાર જો તમે પૈસાની લેવડ-દેવડ કરી રહ્યા હોય ત્યારે અન્ય વ્યક્તિનાં હાથ પૈસા આપતા સમયે પૈસા જમીન પર પડી જાય છે તો તે ખુબ જ શુભ સંકેત તરફ ઈશારો કરે છે. તેનો મતલબ છે કે તમને ભવિષ્યમાં લાભ મળશે. અચાનક ધન પ્રાપ્તિની સંભાવનાઓ રહેલી છે. એટલું જ નહીં આ પ્રકારનો સંકેત મળવાનો અર્થ છે કે તમને નોકરી અને વેપારમાં પણ લાભ મળશે.

રસ્તામાં ચાલતાં સમયે જો કોઈ બાળક તમારી પાસે આવીને તમારા હાથમાં પૈસા આપી દે છે, તો તેને શુભ સંકેત માનવામાં આવે છે. તેનો મતલબ છે કે તમને ભવિષ્યમાં ધન પ્રાપ્તિ થઇ શકે છે. આ પ્રકારનો સંકેત મળવાથી વ્યક્તિની આસપાસ સકારાત્મક ઉર્જાનો સંચાર થવા લાગે છે અને કોઈને કોઈ રૂપમાં વ્યક્તિને લાભ મળવાની સંભાવના રહેલી હોય છે.

શુકન શાસ્ત્ર અનુસાર વ્યક્તિ કપડાં બદલી રહ્યા હોય તે દરમિયાન પૈસા જમીન પર પડે છે, તો તેનો મતલબ છે કે આવનારા સમયમાં તેને કોઈ સારો લાભ મળશે. જો આ પ્રકારનો સંકેત મળે છે તો તમારે પોતાના પર ભરોસો રાખીને કાર્ય કરતા રહેવું જોઇએ. તમને પોતાના કામકાજમાં ખુબજ સારો ફાયદો મળશે. એટલું જ નહીં જો કોઇ કારણવશ તમારું કામ અટવાયેલું છે, તો તેમાં પણ પ્રગતિ આવી શકે છે.

pranshu

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *