ચાણક્ય નીતિ : જે સ્ત્રીઓમાં હોય છે આ ૬ આદતો તે ઘર થઈ જાય છે બરબાદ, જાણો શું કહે છે આચાર્ય ચાણક્ય

ચાણક્ય નીતિ : જે સ્ત્રીઓમાં હોય છે આ ૬ આદતો તે ઘર થઈ જાય છે બરબાદ, જાણો શું કહે છે આચાર્ય ચાણક્ય

આચાર્ય ચાણક્ય એક લોકપ્રીય શિક્ષક, તત્વજ્ઞાની, અર્થશાસ્ત્રી, ન્યાયવિદ અને શાહી સલાહકારનાં રૂપમાં ઓળખવામાં આવે છે. આચાર્ય ચાણક્યએ પાટલીપુત્રનાં મહાન વિદ્વાન હતા. આટલા મોટા સામ્રાજ્યના મંત્રી હોવા છતાં પણ તેઓ એક સામાન્ય ઝુંપડીમાં રહેવાનું પસંદ કરતા હતા. સાથે સાથે ખૂબ જ સાદું જીવન જીવવામાં વિશ્વાસ રાખતા હતા.

આચાર્ય ચાણક્યએ પોતાના જીવનમાંથી મળેલ અમુક અનુભવોને એક પુસ્તક ચાણક્ય નીતિમાં જગ્યા આપી હતી. આચાર્ય ચાણક્યનાં નીતિ ગ્રંથમાં મનુષ્ય માટે ઘણી નીતિઓનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. જો કોઈ વ્યક્તિ પોતાના જીવનકાળમાં આ નીતિઓનું અનુસરણ કરે છે, તો તેનું જીવન સુખમય પસાર થાય છે. ચાણક્યએ પોતાના પુસ્તક ચાણક્ય નીતિમાં સ્ત્રીઓની અમુક વાતોનો ઉલ્લેખ કર્યો છે, જે તેમને બરબાદીનાં રસ્તા પર લઇ જાય છે. તો ચાલો જાણીએ કે તે આજ તો કઈ છે.

ધનની લાલચ

ચાણક્ય અનુસાર ધનનાં લોભમાં અમુક મહિલાઓ વિચાર્યા વગર કાર્ય કરતી હોય છે. ખોટા કાર્યને લીધે આગળ ચાલીને મહિલાઓ ફસાઈ જાય છે. તેવામાં જો તમારી અંદર પણ લોભ છે, તો તેને તુરંત ખતમ કરી દો, નહીં તો તેના ખરાબ પરિણામો તમારે ભોગવવા પડશે.

પૂજા પાઠ ન કરવા

દરેક હિન્દુ ઘરમાં પૂજા પાઠ જરૂર થતા હોય છે. જોકે હજુ પણ અમુક લોકો પૂજા પાઠમાં વિશ્વાસ રાખતા નથી. ખાસ કરીને આજકાલની મહિલાઓ પૂજા-પાઠ માં દિલચસ્પી ધરાવતી નથી. જો તમે પણ તેમાંથી એક છો, તો તમારી આદત બદલી નાખવી જોઈએ. જણાવી દઈએ કે જે ઘરની મહિલાઓ પૂજા-પાઠ કરતી નથી, ત્યાં નકારાત્મક ઉર્જા ઉત્પન્ન થવા લાગે છે. એટલું જ નહીં ઘરની સુખ-શાંતિ પણ ધીરે-ધીરે ખતમ થવા લાગે છે.

વાત વાત પર નખરા બતાવવા

આ દુનિયામાં કોઈ સ્ત્રી એવી નથી જે નખરા ન બતાવતી હોય. પરંતુ દરેક વાત પર નખરા બતાવવા યોગ્ય નથી. એટલા માટે જો તમે પણ વાત વાત પર નખરા બતાવતા હોય તો તમારે આવું બિલકુલ ન કરવું જોઈએ. કારણ કે તમારી આ આદતથી સામેવાળા ખૂબ જ નારાજ થઈ શકે છે અને તેના કારણે તમારે ખરાબ પરિણામ ભોગવવા પડી શકે છે.

સમજ્યા વિચાર્યા વગર કાર્ય કરવું

મોટાભાગની મહિલાઓ કોઇપણ કાર્ય કરતાં પહેલાં વધારે વિચારતી નથી. આજકાલની મહિલાઓ એટલી સ્વાર્થી થઈ ગઈ છે કે અન્ય લોકોની ચિંતા કર્યા વગર બધું જ પોતાની મરજી અનુસાર કરે છે. તે વાતથી અન્ય કોઈ વ્યક્તિ પર શું અસર પડશે, તેનાથી તેમને કંઈ લેવાદેવા હોતા નથી. તેવામાં આવી પરિસ્થિતિમાં તે ખરાબ કામનાં પરિણામ પણ તેમને ભોગવવા પડે છે. એટલા માટે ક્યારેય પણ કોઈપણ કાર્ય કરતા પહેલા વિચાર વિમર્શ જરૂરથી કરી લેવો.

વારંવાર ખોટું બોલવું

અમુક મહિલાઓને વાત વાત પર ખોટું બોલવાની આદત હોય છે. એમને અહીંયા ની વાત ત્યાં કરવામાં ખુશી મળે છે. આ પ્રકારની મહિલાઓ પર કોઈને પણ ભરોસો નથી કરતા. આવી મહિલાઓ પોતાના આવા આચરણને કારણે અન્ય લોકોની નજર માં પણ પોતાની ઈજ્જત ખોઈ બેસે છે. એવી મહિલાઓનું પતન અહીંયા થી શરૂ થઈ જાય છે.

વડીલોનું સન્માન ન કરવું

જે મહિલાઓ વડીલોની ઈજ્જત નથી કરતી અને વાત-વાતમાં તેમની લડાઈ ઝઘડા કરે છે, એવી મહિલાઓ ઘરની સુખ શાંતિ માટે મોટો ખતરો હોય છે. આ પ્રકારની મહિલા સાથે લગ્ન થઈ જવા પર વ્યક્તિ ક્યારેય પણ સુખી રહી શકતો નથી.

pranshu

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *