જે ઘરમાં હોય છે આ ૩ ચીજો ત્યાં હંમેશા નિવાસ કરે છે માં લક્ષ્મી, ભિખારીને પણ રાજા બનાવી દે છે આ ચીજો

જે ઘરમાં હોય છે આ ૩ ચીજો ત્યાં હંમેશા નિવાસ કરે છે માં લક્ષ્મી, ભિખારીને પણ રાજા બનાવી દે છે આ ચીજો

. આજના સમયમાં પૈસા ખુબ જ મહત્વ ધરાવે છે. જો પૈસા ન હોય તો વ્યક્તિએ ખુબ જ દુખ સહન કરવું પડે છે. તેથી દરેક વ્યક્તિ તેમના જીવનમાં પૈસાની આવક વધારતો રહે છે. પરંતુ કેટલીક વાર લાખો પ્રયત્નો છતાં પૈસા આવતા નથી. જો તે આવે છે તો પણ તે ઝડપથી ખર્ચ થઈ જાય છે. ઘરમાં પૈસા ન ટકવા એ પણ એક મોટી સમસ્યા છે. તેનું એક કારણ એ છે કે માતા લક્ષ્મી ઘરમાં રહેતી નથી. ધનની દેવી લક્ષ્મી અમુક સંજોગોમાં ઘરમાં પ્રવેશતા નથી. આ વાતનો ઉલ્લેખ પોતાના જમાનાનાં પ્રખ્યાત વિદ્વાન આચાર્ય ચાણક્યએ પણ કર્યો હતો.

આચાર્ય ચાણક્ય મહાન વિદ્વાન અને મહાન વ્યક્તિત્વ હતા. તેઓ એક સારા શિક્ષક પણ હતા. પુસ્તક જ્ઞાની ઉપરાંત તેમને જીવનની સારી અને ખરાબ પરિસ્થિતિઓનો પણ સારો અનુભવ થયો હતો. જેના આધારે જ તેમણે ચાણક્ય નીતિ પણ લખી હતી. આજના સમયમાં પણ આ ચાણક્ય નીતિ ખુબ જ કામની માનવામાં આવે છે. તેમાં કેટલીક લાઇફ મેનેજમેન્ટ ટિપ્સ છે, જે આજે આધુનિક સમયમાં પણ લાગુ કરી શકાય છે.

આચાર્ય ચાણક્યએ પોતાની નીતિમાં કહ્યું છે કે માતા લક્ષ્મી હંમેશાં એવા ઘરોમાં પોતાની કૃપા જાળવી રાખે છે જ્યાં ત્રણ ખાસ વસ્તુઓ હોય છે. આવા ઘરમાં ક્યારેય પૈસાની કમી નથી હોતી. ત્યાં હંમેશા પૈસાની આવક રહે છે. પૈસાનું નુકસાન થતું નથી. માતા લક્ષ્મીની કૃપાથી તેને ધન કમાવવાની અનેક તકો મળે છે. તો આવો જાણીએ માતા લક્ષ્મીને પ્રસન્ન કરવા માટે તમારા ઘરમાં કઈ કઈ વસ્તુઓ હોવી જોઈએ.

જ્ઞાનીઓનું સન્માન

જે ઘરમાં જ્ઞાનીનું સન્માન કરવામાં આવે છે ત્યાં માતા લક્ષ્મી ચોક્કસ આવે છે. હકીકતમાં જ્યારે તમે કોઈ જ્ઞાની વ્યક્તિનો આદર કરો છો, ત્યારે તમે તેની પાસેથી પ્રેરણા લઈને ઘણું શીખો છો. આ શીખ તમને પૈસા કમાવવાનું અને તેનો યોગ્ય ઉપયોગ કરવાનું શીખવે છે. વળી મુર્ખની સાથે રહેવાથી તમને સમસ્યાઓ ઘેરી લેતી હોય છે. તેથી જ તમારે મુર્ખાઓની હાં માં હાં પાડવા અથવા તેમની પ્રશંસા સાંભળીને ક્યારેય ખુશ થવું જોઈએ નહીં. તેના બદલે, જ્ઞાની માણસની ઠપકો સાંભળવો એ વધુ ફાયદાકારક રાહત છે.

અન્ન નું સન્માન

જે ઘરમાં ભોજનનો બગાડ ન થતી હોય, જરૂરિયાતમંદોને ભોજન આપવામાં આવતું હોય અને ભોજનનું હંમેશાં સન્માન કરવામાં આવે છે, ત્યાં માતા લક્ષ્મીજીની હંમેશા કૃપા રહે છે. આવા ઘરમાં અન્નનાં ભંડાર ક્યારેય ખાલી હોતા નથી. તેમની પાસે પૈસાની પણ અછત નથી. ખોરાકનો ક્યારેય દુરુપયોગ કે અપમાન ન થવું જોઈએ. ધાર્મિક માન્યતા મુજબ ભોજન એ બ્રહ્માનું સ્વરૂપ છે.

જીવનસાથી નું સન્માન

જે ઘરમાં પતિ-પત્ની પ્રેમપુર્વક રહે છે અને એકબીજાનું માન-સન્માન જાળવે છે, તે ઘરમાં માતા લક્ષ્મી પ્રવેશ કરે છે. આવા ઘરોનું વાતાવરણ શાંત રહે છે. લક્ષ્મીજીને એવું જ પસંદ આવે છે. માતા લક્ષ્મીને ઝઘડો કરનાર પતિ-પત્નીની વચ્ચે રહેવું ગમતું નથી. આવા અશાંત વાતાવરણમાં તેમની ગેરહાજરીને કારણે ગરીબી રહે છે.

pranshu

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *