જે અભિનેત્રી સાથે સલમાન ખાને કર્યો હતો રોમાન્સ હવે તેની દિકરી સાથે પણ કરશે રોમાન્સ, નામ જાણીને ચોંકી જશો

સલમાન ખાન આજની તારીખમાં બોલીવુડનાં એક એવા અભિનેતા બની ચૂક્યા છે, જેની ફિલ્મો ભલે કમાલ કરે કે નહીં પરંતુ તેમનું સ્ટારડમ જરૂરથી કમાલ કરી જાય છે. સલમાન ખાન બોલીવુડનાં એક માત્ર એવા અભિનેતા છે, જેમના સ્ટારડમની પાછળ જ પબ્લિક સિનેમા ઘર સુધી પહોંચી જાય છે. થોડા સમય પહેલા સલમાન ખાનની ફિલ્મ રેસ-૩ ને ખરાબ રિવ્યુ મળ્યા બાદ પણ તેમની ફિલ્મ સલમાન ખાનના સ્ટારડમને કારણે ૧૭૦ કરોડની કમાણી સુધી પહોંચી શકી હતી.
સલમાન ખાન વિશે એવું પણ કહેવામાં આવે છે કે સલમાન ખાન બોલીવુડના એક એવા અભિનેતાના રૂપમાં શામેલ છે, જે બોલીવુડમાં ડેબ્યુ કરવા વાળી અભિનેત્રીઓને પણ લોન્ચ કરે છે. નવી અભિનેત્રીઓ સલમાન ખાનની સાથે ફિલ્મોમાં ડેબ્યુ કરે તો સમજી લો કે તેની કિસ્મતના સિતારા ચમકવા નક્કી છે. તેના ઘણા ઉદાહરણ આપણી સામે આવી ચૂક્યા છે. અત્યાર સુધીમાં સલમાન ખાને બોલીવુડમાં ઘણી અભિનેત્રીઓને લોન્ચ કરેલી છે, જે આજે બોલીવુડની ટોપ અભિનેત્રીઓમાં સામેલ છે. જેનું એક સૌથી સારું ઉદાહરણ છે કેટરિના કૈફ છે, જેને યોગ્ય રીતે હિન્દી બોલતા પણ આવડતું નથી પરંતુ તે આજે બોલીવુડની મશહૂર અભિનેત્રી બની ચૂકેલી છે.
વળી હાલના દિવસોમાં સોશિયલ મીડિયા પર અભિનેત્રી ભાગ્યશ્રીની દીકરીની તસ્વીરો વાયરલ થઇ રહી છે. ફિલ્મ મેને પ્યાર કિયા તો તમને બધા લોકોને યાદ હશે, જે સલમાન ખાન અને અભિનેત્રી ભાગ્યશ્રી બંનેની ડેબ્યુ ફિલ્મ હતી અને આ ફિલ્મથી ભાગ્યશ્રીની કિસ્મત ચમકી ગઈ હતી. આ તેમની પહેલી ફિલ્મ હતી જેને લઇને તેમને એવોર્ડ પણ મળ્યો હતો. આ ફિલ્મથી ભાગ્યશ્રી રાતોરાત સ્ટાર બની ગઈ હતી. પરંતુ આ ફિલ્મ બાદ ભાગ્યશ્રી બોલીવુડમાંથી ગાયબ થઈ ગઈ હતી. જ્યારે સલમાન ખાન બોલીવુડના સુપરસ્ટાર બની ગયા.
ભાગ્યશ્રીને આ ફિલ્મમાં જોઈને લોકો આશ્ચર્યચકિત હતા. કારણકે ભાગ્યશ્રી સુંદરતાની સામે ઘણી અભિનેત્રીઓ ફિક્કી પડી ગઈ હતી. ભાગ્યશ્રીની સુંદરતાને જોયા બાદ દરેક લોકો તેના દીવાના બની ગયા હતા. ફિલ્મ મેને પ્યાર કિયા બાદ ભાગ્યશ્રી એ ઘણી ફિલ્મોમાં કામ કર્યું હતું, પરંતુ તેની કિસ્મતના સિતારાઓ ચમકી શક્યા નહીં અને તે ખૂબ જ જલ્દી બોલીવુડથી દૂર થઇ ગઇ હતી. પરંતુ હવે તેમને દીકરી બોલીવુડમાં ધમાલ મચાવવા માટે તૈયાર થઈ ચૂકેલી છે.
જણાવી દઈએ કે અભિનેત્રી ભાગ્યશ્રીની દીકરી અવંતિકા ૨૪ વર્ષની છે. જેણે લંડનથી પોતાનો અભ્યાસ પૂર્ણ કરેલ છે. વળી અવંતિકા પણ અન્ય સ્ટાર્સની જેમ ઇન્સ્ટાગ્રામ પર ખૂબ જ લોકપ્રિય છે અને દેખાવમાં બિલકુલ પોતાની માં જેવી જ સુંદર છે. અવંતિકાને જોઈને એવું લાગે છે કે ભાગ્યશ્રી પરત ફરી રહી છે. જણાવી દઈએ કે ભાગ્યશ્રીની દીકરી પણ પોતાની જેમ જ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં નામ કમાવા માંગે છે.
વળી સમાચાર આવી રહ્યા છે કે સલમાન ખાનની અભિનેત્રી ભાગ્યશ્રીએ પણ સલમાન ખાન સાથે અવંતિકા ને લોન્ચ કરવા માટે વાત કરેલી છે. કારણ કે સલમાન ખાન જે અભિનેત્રીને લોન્ચ કરે છે, તેની કિસ્મતના સિતારો બુલંદ થઈ જાય છે અને તે સુપરસ્ટાર બની જાય છે. આપણે આશા રાખીએ છીએ કે અવંતિકા પણ પોતાની માં નુ અધુરુ સપનું પૂરું કરી શકે.