જ્યારે ટ્વીંકલ ને ખબર પડી અક્ષયનાં આ અભિનેત્રી સાથેના અફેર ની, ત્યારે સેટ પર પહોંચ અને કરી હતી ધમાલ

જ્યારે ટ્વીંકલ ને ખબર પડી અક્ષયનાં આ અભિનેત્રી સાથેના અફેર ની, ત્યારે સેટ પર પહોંચ અને કરી હતી ધમાલ

બોલિવૂડ સુપરસ્ટાર અક્ષય કુમાર દરેક વાતમાં અવલ છે. અભિનય, દેખાવ, કમાણી દરેક ચીજ થી પોતાના દર્શકો ને અક્ષયે પ્રભાવિત કર્યા છે. ત્યાં બોલિવૂડ અભિનેત્રીઓને પ્રેમ કરવામાં પણ અક્ષય આગળ છે. અક્ષય કુમારનું અફેર બોલિવૂડની અડધો ડઝન અભિનેત્રીઓ સાથે રહ્યું છે. તેમાં રવીના ટંડન, શિલ્પા શેટ્ટી પ્રિયંકા ચોપડા જેવી અભિનેત્રીઓ નું નામ છે.

અક્ષય કુમાર ૯૦ નાં દશકમાં પોતાના અફેર ને લીધે ચર્ચામાં રહ્યા છે રવીના ટંડન અને શિલ્પા શેટ્ટી બંને અક્ષય નાં પ્રેમમાં પાગલ હતી. અક્ષય કુમારનું આ બંને અભિનેત્રીઓ સાથે અફેર ખૂબ જ ચર્ચામાં રહ્યું હતું. અક્ષય કુમાર એ ત્યાર બાદ અભિનેત્રી ટ્વિંકલ ખન્ના સાથે વર્ષ ૨૦૦૧માં લગ્ન કરી લીધા. પરંતુ તે છતાં પણ તે પ્રિયંકા ચોપડા ને પ્રેમ કરી બેઠા. આ વાત ની ખબર જ્યારે ટ્વિંકલ ખન્નાને પડી. ત્યારે અક્ષય અને પ્રિયંકાના ફિલ્મ સેટ પર પહોંચી ગયા અને ધમાલ કરી.

જણાવી દઈએ કે, લગ્ન પછી અક્ષય કુમારનું નામ કેટરીના કેફ અને પ્રિયંકા ચોપડા સાથે જોડાયેલું હતું. અક્ષય અને કેટરીના સાથેનાસંબંધને લઈને વધારે સમાચારો સામે આવ્યા ન હતા. પરંતુ અક્ષયનું પ્રિયંકા સાથે નું અફેર ખૂબ જ ચર્ચામાં રહ્યું. અક્ષય અને પ્રિયંકાએ “મુજસે શાદી કરોગી”,  વક્ત, અંદાજ, અને એતરાજ જેવી સુપરહિટ ફિલ્મોમાં કામ કર્યું છે. તે સમયમાં બંને એકબીજાની ખૂબ જ નજીક આવી ગયા હતા.

પ્રિયંકા ચોપરાએ પોતાની કારકિર્દીના શરૂઆત સમયમાં અક્ષય કુમારની સાથે ખૂબ જ કામ કર્યું છે. સાથે કામ કરતા દરમિયાન બંને એકબીજાને પ્રેમ કરવા લાગ્યા હતા. બંનેના અફેરના સમાચારો બોલિવૂડમાં અને ન્યુઝ પેપરમાં પણ ચર્ચાઓ માં રહેતા હતા. જ્યારે અક્ષય કુમારની પત્ની અભિનેત્રી ટ્વિંકલ ખન્નાને તેના વિશે જાણ થઈ ત્યારે તે ખૂબ જ ઉદાસ થઈ ગઈ અને તેણે તે વાતને પૂર્ણ કરી.

ટ્વિન્કલે અક્ષર અને પ્રિયંકાના અફેર માં અક્ષય ને સારી રીતે સમજાવ્યા હતા. પરંતુ અક્ષયે તેની પર વધારે ધ્યાન આપ્યું નહીં. તેમજ ટ્વિન્કલે ફોન પર પ્રિયંકાને પણ સમજાવી. તેવામાં બંને વચ્ચે બોલાચાલી પણ થઈ ગઈ. પ્રિયંકા ને સબક શીખવાડવા માટે ટ્વિંકલ ખન્ના અક્ષય અને પ્રિયંકા ની ફિલ્મ “વક્ત” ના સેટ પર પહોંચી ગઈ. પ્રિયંકા તો સેટ પર મળી નહીં પરંતુ અક્ષય કુમાર સાથે ઝઘડો થઈ ગયો. ત્યાર બાદ પ્રિયંકા અને અક્ષયે એક સાથે ફિલ્મ માં કામ કર્યું નથી.

pranshu

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *