જયારે વહિદા રહેમાને અમિતાભ બચ્ચનને મારી હતી જોરદાર થપ્પડ, એકટર નું ચંપલ લઈને તેની પાછળ દોડ્યા હતા બિગ બી

સદીના મહાનાયક અમિતાભ બચ્ચન ને પૂરી દુનિયા પ્રેમ કરે છે. દુનિયાભરમાં અમિતાભ બચ્ચન નાં ચાહકોની સંખ્યા છે. પરંતુ જ્યારે અમિતાભ બચ્ચન ને પૂછવામાં આવે કે, તમે કયા અભિનેતા અને અભિનેત્રીઓની પસંદ કરો છો. તો તેમનો જવાબ દિલીપકુમાર અને વહીદા રહેમાન હોય છે. અમિતાભ બચ્ચન અને વહીદા રહેમાને અનેક ફિલ્મોમાં સાથે કામ કર્યું છે. અને તે દરમિયાન બંનેનાં સાથે જોડાયેલા અમુક કિસ્સા ફેમસ પણ થયા છે. તેવામાં આજે એક રમૂજી કિસ્સો તમને જણાવીશું. જ્યારે અમિતાભ બચ્ચન વહીદા રહેમાન નું ચંપલ લઇ તેમની પાછળ દોડવા લાગ્યા હતા.
વહીદા રહેમાન પ્રતિ અમિતાભ બચ્ચન નાં દિલમાં ખૂબ જ પ્રેમ અને સન્માન છે. બંને કલાકારોએ અનેક ફિલ્મોમાં સાથે કામ કરવાનો અવસર મળ્યો હતો. જ્યારે અમિતાભ બચ્ચને વહીદા સાથે કોઈ કામ કર્યું ન હતું. ત્યારે તે વહીદા સાથે કામ કરવાની ઇચ્છા રાખતા હતા અને જ્યારે તેમને આ અવસર પ્રાપ્ત થયો. ત્યારે તે ખૂબ જ ખુશ થઇ ગયા હતા. અમિતાભે વહીદા નાં સેટ પર શૂટિંગ દરમિયાન વહીદા ની થપ્પડ પણ ખાધી છે. આ વાતનું પણ તેમને કોઈ દુઃખ નથી. જ્યારે વહિદા માટે તે પોતાના હાથમાં તેમનાં ચંપલ લઇને દોડ્યા હતા.
વર્ષ ૧૯૬૯ માં ફિલ્મ “સાત હિન્દુસ્તાની” થી લઈને ફિલ્મી કારકિર્દીની શરૂઆત કરતા અમિતાભ બચ્ચને વર્ષ ૧૯૭૧ માં આવેલી ફિલ્મ “રેશમા ઓર શેરા” માં વહીદા સાથે કામ કરવાનો અવસર મળ્યો હતો. આ ફિલ્મમાં મુખ્ય રોલમાં દિગ્ગજ અભિનેતા રહેલ સુનીલ દત્ત પણ હતા. અમીતાભે એક મુંગા વ્યક્તિ નું પાત્ર નિભાવ્યું હતું.
આ સીન દરમિયાન વહીદા એ અમિતાભ બચ્ચને થપ્પડ મારવાની હોય છે. અને આ સીન નાં શૂટીંગ પહેલા જ વહીદા મજાકમાં અમિતાભ બચ્ચન ને કહે છે કે, તમને ખૂબ જ જોરથી થપ્પડ લાગવાની છે. અને આગળ જઈને પણ એજ થાય છે ભૂલ માં જ વહીદા ના હાથ થી અમિતાભ બચ્ચને જોરથી થપ્પડ લાગે છે. અને સેટ ઉપર બધા આશ્ચર્યચકિત થઈ જાય છે. પરંતુ બીજી જ સેકન્ડે વહીદા રહેમાન અમિતાભ નાં ગાલ પર હાથ રાખતા કહે છે કે, સારું હતું. બધાની સાથે જ અમિતાભ પણ તે જાણતા હતા કે, તેણે જાણી જોઈને નથી કર્યું. અને વહીદા ને અમિતાભ બચ્ચને કહ્યું કે, તેમને તેનું જરા પણ ખોટું લાગ્યું નથી.
પછી ચપ્પલ લઇને દોડયા અમિતાભ બચ્ચન
એજ ફિલ્મ સાથે જોડાયેલી એક બીજી વાત છે. એક દિવસે ફિલ્મનું શૂટિંગ ખૂબ જ ગરમીમાં થઈ રહ્યું હતું. સુનીલ દત્ત અને વહીદા રહેમાન અને એક સીનમાં ચંપલ વગર રેતી પર શૂટિંગ કરવાનું હતું. ગરમી એટલી વધારે હતી કે, તે શૂટિંગ કરવું ખૂબ જ મુશ્કેલ હતું. કહેવામાં આવે છે કે, ચંપલ પહેર્યા હોય તે છતાં પણ પગમાં તકલીફ થઈ રહી હતી. અમિતાભ બચ્ચનથી વહીદા માટે આ કરવું ના જોવાયું.
અમિતાભ બચ્ચન પોતાની પસંદગી ની અભિનેત્રી વહિદા રહેમાનને તડકામાં ખુલ્લા પગે રેતી પર શૂટિંગ કરતા જોઈ શક્યા નહતા. તેવામાં જ નિર્દેશકને બ્રેક ની ઘોષણા કરી. એવામાં તરત જ અમિતાભ બચ્ચન વહીદા નાં ચંપલ લઇને તેમની પાછળ દોડવા લાગ્યા. આ કિસ્સા વિશે એક વખત વાત કરતા અમિતાભ બચ્ચને કહ્યું હતું કે, શબ્દોમાં વ્યક્ત નથી કરી શકતો કે, તે દિવસ તેમના માટે કેટલો સ્પેશિયલ હતો.
“રેશ્મા અને શેરા” પછી અમિતાભ અને વહીદા એ ૧૯૭૮ માં આવેલી ફિલ્મ “ત્રિશુલ” માં સાથે કામ કર્યું હતું. આ ફિલ્મમાં વહીદા ની ભૂમિકા અમિતાભની માતાની હતી. છેલ્લી વખત બંને કલાકારોએ એકસાથે વર્ષ ૨૦૦૯માં આવેલી ફિલ્મ “દિલ્હી ૬” જોવા મળ્યા હતા. આ ફિલ્મમાં મુખ્ય ભૂમિકા અભિષેક બચ્ચનની હતી. અમિતાભ અને વહીદા આ ફિલ્મમાં અભિષેક નાં દાદા-દાદીનાં રોલમાં હતા.