જ્યારે રિશી કપૂર થી કંટાળી ને તેને છોડીને જવાના હતા નીતુ કપૂર, ત્યારે આ વસ્તુએ બદલી દીધું બધું

હિન્દી સિનેમા નાં દિગ્ગજ અભિનેતા રિશી કપૂર કેન્સર જેવી ગંભીર બીમારી નાં કારણે ગયા વર્ષે લોક ડાઉન દરમિયાન ૩૦ એપ્રિલે મુંબઈની એક હોસ્પિટલમાં દુનિયા ને વિદાય આપી હતી. આજે પણ ઋષિ કપૂર પોતાના કરોડો ચાહકો વચ્ચે ફિલ્મો અને કિસ્સાઓથી તેમના દિલોમાં જીવિત છે.રિશી કપુર બોલિવુડમાં કપૂર પરિવારમાં સૌથી ચર્ચિત અને સફળ કલાકારોમાં નાં એક છે. ઋષિ કપૂર અભિનેત્રી નીતૂ કપૂર સાથે પોતાના સંબંધ ને લઈને ખૂબ જ ચર્ચાઓમાં રહ્યા છે. બંને કલાકારો એકબીજાની ખૂબ જ નજીક હતા. આજે રિશી કપૂર આ દુનિયામાં નથી. તે છતાં પણ નીતુ ને તેની હાજરીનો અહેસાસ થાય છે.
હિન્દી સિનેમા માં રિશી કપૂર અને નીતુ કપૂર ની જોડીને દર્શકોએ ફિલ્મી પડદા ની સાથે જ પોતાના અંગત જીવનમાં પણ ખૂબ જ પ્રેમ આપ્યો છે. જણાવીએ તો સાથે કામ કરતા દરમિયાન બંને વચ્ચે પહેલા મિત્રતાનો સંબંધ બન્યો હતો. ત્યારબાદ બંનેનો સંબંધ પ્રેમમાં બદલાઇ ગયો. ત્યાર બાદ લગ્ન કરી બંને પોતાના સંબંધને હંમેશાં માટે એક ખાસ અને યાદગાર નામ આપ્યું. પરંતુ કહેવામાં આવે છે કે, બંનેનાં જીવનમાં એક સમય એવો આવ્યો જ્યારે બંને અલગ થવાના હતા. નીતુ કપૂર એક સમયે ઋષિ કપૂર થી દૂર જવા માગતા હતા.
જણાવી દઈએ કે, રિશી કપૂર અને નીતુ કપૂરે ૨૨ જાન્યુઆરી ૧૯૮૦ નાં લગ્ન કર્યા હતા. બન્નેનો સબંધ ૪૦ વર્ષ સુધી રહ્યો. બંને હંમેશા એકબીજાની સાથે ઊભા રહેતા હતા. ક્યારેક નીતુ કપૂર રિશી કપૂર નાં કડક અને કંજૂસ વ્યવહારથી તેનાથી હેરાન થઈ જતી હતી.એક વખત કોમેડિયન કપિલ શર્મા નાં શો ઉપર રિશી કપૂર અને નીતુ કપૂર મહેમાન તરીકે આવ્યા તે દરમિયાન વાતચીતમાં નીતુએ પોતાના સંબંધને લઇને કહ્યું કે, અમને ૩૭ વર્ષ થઇ ગયા છે. અને દિવસમાં એક સમય એવો જરૂર હોય છે. જ્યારે હું વિચારું છું કે બસ હવે હું જઈ રહી છું.
ધ કપિલ શર્મા શો માં નીતુ એ કહ્યું કે, પછી હું તેની ખુબીઓં વિશે વિચારું છું અને રોકાઇ જાઉં છું. નીતુ ની રિશી કપૂર પ્રત્યે ની આ વાતો સાંભળી કપિલ શર્મા અને નવજોત સિંધુ ની સાથે દરેક લોકો હસવા લાગ્યા ત્યાં જ રિશી કપૂર પણ હસવા લાગ્યા.રિશી કપૂર નાં નિધનથી નીતુ સંપૂર્ણ રીતે વિખેરાઈ ગઈ હતી. પરંતુ ધીરેધીરે સમયની સાથે તેણે પોતાને સંભાળી અને હવે પોતાના કામમાં વ્યસ્ત થઈ ગઈ છે. થોડા સમય પહેલા તેમણે ફિલ્મ “જુગ જુગ જિયો” નું શૂટિંગ ચાલુ કર્યું હતું. જ્યારે હવે તે ટીવી શો માં પણ મહેમાન નાં રૂપ માં જઈ રહ્યા છે.