જ્યારે રાતના બે વાગ્યે સ્મિતા પાટિલે અમિતાભ બચ્ચને કર્યો હતો ફોન પહેલેથી જ થઇ ગઇ હતી અનહોની ની જાણ

સ્મિતા પાટીલ હિન્દી સિનેમાની અભિનેત્રીઓ માંથી એક છે જેમણે કમર્શિયલ અને સમાંતર બંને તબક્કા ની ફિલ્મોમાં કામ કર્યું છે. ઈન્ડસ્ટ્રી માં તેમની એક અલગ ઓળખ હતી. ૭૦ ના દશક માં તેમની તુલના શબાના આઝમી સાથે કરવામાં આવતી હતી. પરંતુ બંને ખૂબ જ શાનદાર અભિનેત્રી હોવાના સાથેજ સારી મિત્ર પણ હતી. સ્મિતા પાટીલ ખૂબ જ જલ્દી આ દુનિયાને છોડીને ચાલી ગઈ. પરંતુ દુનિયામાં પોતાની અલગ ઓળખ છોડી ગયા. સ્મિતા નો અભિનય એટલો સારો હતો કે તેણે લોકોનું દિલ જીતી લીધુ હતું. કોમલ નાથ અને એક કહાની નાં ચેટ શોમાં શબાના એ સ્મિતા પાટીલ ને લઈને એક દિલચશ્પ કિસ્સો શેયર કર્યો હતો.
તેમણે કહ્યું કે, ફિલ્મ બજારમાં શૂટિંગ દરમિયાન સ્મિતાએ પોતાનો રૂમ તેમની માતા માટે મૂક્યો હતો. અને તે બીજે શિફ્ટ થઈ ગઈ હતી. જ્યારે સ્મિતા ફિલ્મ નાં લીડ અભિનેત્રી રીતે શબાના ની માતાનો એક નાનું પાત્ર પ્લે કરી રહી હતી ત્યારે તેમની સાદગી થી શબાના ખુબ જ ખુશ થઇ ગઇ હતી. સ્મિતા માત્ર સબના ની નહીં પરંતુ અમિતાભ બચ્ચનની પણ સારી મિત્ર હતા. બંને નમક હલાલ અને શક્તિ જેવી ફિલ્મોમાં સાથે કામ કર્યું છે. તમને જણાવી દઈએ કે, ફિલ્મ “કુલી” નાં સેટ પર બચ્ચન ની સાથે દુર્ઘટના ની ખબર સ્મિતા ને પહેલાથી થઈ ગઈ હતી.
રાત્રે બે વાગ્યે અમિતાભ બચ્ચનને કર્યો ફોન
સ્મિતા પાટિલે અમિતાભ બચ્ચનને લઈને ખરાબ સપનું આવ્યું હતું. જેના લીધે ખૂબ જ ગભરાઈ ગઈ હતી. તેમને રાત્રે બે વાગ્યે અમિતાભ બચ્ચન ને ફોન કર્યો અને તેમની તબિયત પૂછી તે સમયે અમિતાભ બચ્ચન ફિલ્મ કુલી નાં શૂટિંગ બેંગ્લોરમાં કરી રહ્યા હતા. રાત્રે બે વાગ્યે સ્મિતા પાટીલ નો ફોન જોઈને અમિતાભ બચ્ચન હેરાન થઈ ગયા. કારણકે તેના પહેલા તેમણે આટલી રાત્રે સ્મિતા સાથે ક્યારેય વાત કરી ન હતી. તેવામાં તેમને લાગ્યું કે, કોઈ જરૂરી કામ હશે તેથી તરત જ તેમણે ફોન ઉઠાવ્યો ફોન ઉઠાવતા ની સાથે જ સ્મિતા કહ્યું કે, તેમને ખરાબ સપનું આવ્યું છે કે તમને ઊંડો ઘા થયો છે. તેની પર અમિતાભ બચ્ચન હસવા લાગ્યા અને કહેવા લાગ્યા કે, ના સ્મિતાજી હું એકદમ બરાબર છું જણાવી દઈએ કે, અમિતાભ બચ્ચન ની આ વાત સ્મિતા પાટીલ નાં ૬૦ માં જન્મદિવસ ઉપર જણાવી હતી.
ફિલ્મ નમક હલાલ ના આ ગીત શૂટિંગ કરતા સમયે ખુબ જ રડી હતી સ્મિતા પાટીલ
હવે હિન્દી સિનેમા અભિનેત્રી ને બોલ્ડ સીન આપવામાં કોઈ સમસ્યા નથી થતી. પરંતુ ૭૦ અને ૮૦ નાં દશકમાં અભિનેત્રીઓનો હાલ ખરાબ હતો. કંઈક એવી જ સ્મિતા પાટિલ સાથે થયું હતું. બોલ્ડ ગીત નાં લીધે તે રડવા લાગી હતી. એક ઇન્ટરવ્યૂમાં સ્મિતા પાટિલે આ કિસ્સો શેયર કર્યો હતો. તેમણે કહ્યું હતું કે, ફિલ્મ નમક હલાલ માં ગીત આજ રપટ જાયે તો હમેના ઉઠાઇયો માં બોલ્ડ સીન આપવાનો હતો. આ ગીત અમિતાભ બચ્ચન અને સ્મિતા પાટીલ ની વચ્ચે હતું. બંનેની કેમેસ્ટ્રી રોમેન્ટિક ની સાથે સાથે બોલ્ડ પણ હતી. તેવામાં આ ગીતને લઈને સ્મિતા ખૂબ જ ગભરાઈ હતી. આ ગીતને લઈને તે ખૂબ જ હેરાન હતી અને રડતી હતી. વાસ્તવમાં સ્મિતાએ ક્યારે આવા સીન આપ્યા નથી તેમાં તેમને ડર હતો કે, ચાહકો તેને જોઈને શું વિચારશે.
અમિતાભ બચ્ચને આપી ખાસ સલાહ
અમિતાભ બચ્ચન પોતાના બ્લોગ્સ માં આ પૂરી ફિલ્મ નાં શૂટિંગ દરમિયાન સ્મિતા પાટીલની ખૂબ જ અસહજ હતી તેમને સમજ માં ન હતું આવતું કે, ફિલ્મમાં તેમના સાથે જે કંઈ પણ કરાવ્યું છે. તેની શું જરૂર છે. પરંતુ તે દરમિયાન અમિતાભ તેમને હંમેશા સલાહ આપતા રહેતા હતા. જેનાથી તે સામાન્ય રહેતી હતી. કંઇક એવું જ આ ગીત આજ રપટ જાયેં તો અમે ના ઉઠાઇયો દરમિયાન થયું હતું. પરંતુ અમિતાભ બચ્ચન નાં સમજાવ્યા પછી તે માની ગઈ હતી. અને ખૂબ જ સુંદરતાથી તેમને આ ગીતનું શૂટિંગ કર્યું હતું. બિગ બી એ પોતાના બ્લોગમાં કહે છે કે, તે એક ઉપહાર ની રીતે હતી. જેને અમે ગુમાવવા માગતા ન હતા. પરંતુ ગુમાવી દીધી.