જ્યારે પોતાની સાથે થયેલ ઘટના દરમિયાન સની દેઓલ નો વ્યવહાર જોઈને હેરાન રહી ગયા હતા હેમા, કર્યો હતો ખુલાસો

અભિનેત્રી હેમા માલિનીને બોલિવૂડની ડ્રીમ ગર્લ કહેવામાં આવે છે. તેમણે પોતાના અભિનયથી દર્શકો નાં દિલ જીત્યા છે. સાથે જ પોતાની સુંદરતાથી લાખો લોકો નાં દિલ ને ઘાયલ કર્યા છે. તેમાં બોલિવૂડ નાં અનેક અભિનેતા પણ આવે છે. પરંતુ બાજી મારી હતી. ધર્મેન્દ્રએ જેણે તેમને પ્રેમ પણ કર્યો અને લગ્ન પણ કર્યા. ધર્મેન્દ્રને પહેલાથી જ એક પત્ની હતી. અને બાળકો પણ હતા. તેવામાં હંમેશા આ પ્રશ્ન આવે છે કે, હેમા અને ધર્મેન્દ્ર નાં પહેલી પત્ની વચ્ચે નાં સંબંધો કેવા હશે? તેનો જવાબ ડ્રીમ ગર્લે એક ઇવેન્ટમાં આપ્યો હતો.
હેમા માલીની અને ધર્મેન્દ્ર બોલિવૂડની અનેક હિટ ફિલ્મોમાં સાથે કામ કર્યું છે. સાથે કામ કરતા બંને ને એકબીજા ની સાથે પ્રેમ થઈ ગયો. ધર્મેન્દ્ર હેમા માલિની સાથે લગ્ન કરવા માગતા હતા. પરંતુ તે પહેલાથી પરિણીત હતા. અને તેમના ચાર બાળકો હતા. ધર્મેન્દ્ર તે સમયે સનિ, બોબી ,વિજેતા અને અજીતા નાં પિતા હતા.
તેવામાં ધર્મેન્દ્ર ને હેમા માલિની ની સાથે લગ્ન કરવા સરળ ન હતા. પરંતુ ધર્મેન્દ્રએ મન બનાવી લીધું હતું કે, તે હેમા ની સાથે લગ્ન કરશે. લગ્ન પછી હંમેશા આ પ્રશ્ન હોય છે કે, ધર્મેન્દ્ર નાં પેહેલા બાળકોએ હેમા માલિનીને પસંદ કરી કે નહીં ? થોડા વર્ષો પહેલા પોતાની બાયોગ્રાફી લોન્ચિંગ દરમિયાન સની દેઓલ સાથે પોતાના સંબંધો વિશે વાત કરી હતી. અને તેના તમામ સવાલો નાં જવાબ આપ્યા હતા.
હેમાએ કહ્યું હતું કે, દરેક વિચારે છે કે, અમારા વચ્ચે કેવા સંબંધો છે આ સબંધો ખૂબ જ સુંદર છે. જ્યારે જરૂર હોય છે ત્યારે સની હંમેશા સાથે હોય છે. ધરમજી પણ, ત્યારબાદ તેમણે એક ઘટનાનો ઉલ્લેખ કર્યો હેમા એ કહ્યું કે, જ્યારે એક વખત તેમની સાથે આ ઘટના બની હતી ત્યારે સની દેઓલ નાં વ્યવહાર ને જોતા જ તે આશ્ચર્યચકિત થઇ ગઇ હતી.
હેમાએ કહ્યું કે, તે પહેલા વ્યક્તિ હતા. જે મને જોવા માટે ઘરે આવ્યા હતા. તેમણે આ વાતનું ધ્યાન રાખ્યું હતું કે, સ્ટીચીજ માટે ડૉકટર હાજર હોય. હું તેમને આટલું ધ્યાન રાખતા જોઈ આશ્ચર્ય ચકિત થઇ ગઇ હતી. આ જણાવવું જ પૂરતું છે કે, અમારા વચ્ચે સંબંધો કેવા છે. સની અને બોબી પોતાની બહેન ઈશા અને અહાના ને ખૂબ જ પ્રેમ કરે છે. અને પુરા પરિવાર માં ખુબજ પ્રેમ જોવા મળે છે.