જ્યારે મીનાકુમારીને ધર્મેન્દ્ર સાથે આ હાલતમાં જોઈ પતિએ આપ્યા હતા ડિવોર્સ, જુઓ ફોટા

મીનાકુમારી અને ધર્મેન્દ્ર બંને બોલીવુડ નાં મોટા નામ છે. બંને એ પોતાની ફિલ્મ કારકિર્દીમાં ઘણી સફળતા મેળવી છે. એક સમય એવો હતો જ્યારે બંને નાં અફેરની ચર્ચા ખૂબ જ થતી હતી. એ પણ ત્યારે જ્યારે મીનાકુમારી અને ધર્મેન્દ્ર બંને પરિણીત હતા. તે છતાં પણ કહેવામાં આવતું હતું કે, તે બંને એકબીજાના પ્રેમમાં પડી ગયા હતા. પરંતુ ત્યારબાદ બન્નેનું બ્રેકઅપ થઈ ગયું હતું અને બંને અલગ થઇ ગયા હતા.બોલિવૂડમાં મીના કુમારી નું નામ ખૂબ જ ચર્ચિત અને સફળ અભિનેત્રીઓમાં લેવામાં આવે છે. ત્યાં જ ધર્મેન્દ્રની ગણતરી પણ હિન્દી સિનેમા નાં દિગ્ગજ અભિનેતાઓમાં થાય છે. ધર્મેન્દ્ર અને મીના કુમારી બોલિવૂડમાં અનેક યાદગાર અને હિટ ફિલ્મો આપી છે. જ્યારે બન્ને નજીક આવવા લાગ્યા ત્યારે સૌથી વધારે સમસ્યા મીનાકુમારીને થઈ હતી.
કમાલ અમરોહી સાથે કર્યા લગ્ન
મીના કુમારીએ વર્ષ ૧૯૫૨માં પટકથાલેખક કમાલ અમરોહી સાથે લગ્ન કર્યા હતા. કમાલે લગ્ન પછી મીના કુમારી ને ફિલ્મમાં કામ કરવા માટે અમૂક શરતો નક્કી કરી હતી. કમાલે મીનાને કહ્યું હતું કે, તેણે સાંજે ૬:૩૦ પહેલા ઘરે આવવાનું રહેશે સાથે જ તેના મેકઅપ રૂમ માં સ્ટાફ સિવાય અન્ય કોઈ માણસ ત્યાં આવી શકશે નહિ.
મીનાકુમારી તોડતી હતી પતિની શરતો
મીડિયા રિપોર્ટ્સ અનુસાર જણાવવામાં આવ્યું કે મીનાકુમારી હંમેશા પોતાના પતિની શરતો તોડતી રહેતી હતી તે હંમેશા સમય પર ઘરે પહોંચી શકતી ન હતી. કહેવામાં આવે છે કે, કમાલ અમરોહી એ મીનાકુમારી પર નજર રાખવા માટે એક માણસ ને રાખ્યો હતો. અને સૂત્રો પ્રમાણે તેની પાસે મીનાકુમારી સાથે જોડાયેલી દરેક જાણકારી પહોંચી હતી. પરંતુ એક વખત જ્યારે મીના કુમારી નાં મેકઅપ રૂમમાં પહોંચ્યા ત્યારે કમલ અમરોહી ના ખાસ માણસ અને મીના કુમારી વચ્ચે ઝઘડો થઈ ગયો હતો.
ધર્મેન્દ્ર મીના કુમારી ના ફોટા પર થયો ઝગડો કમાલે આપી દીધા છૂટાછેડા
બીજી બાજુ મીનાકુમારી અને ધર્મેન્દ્ર નજીક આવવા લાગ્યા હતા. તે બંને સાથે સમય પસાર કરવા લાગ્યા હતા. તેવામાં બન્નેનો એક ફોટા એ કમાલ અને મીના નાં સંબંધ ને પૂર્ણ કરી દીધો. મીના અને ધમેન્દ્ર નાં વાયરલ ફોટા ને તમે જોઈ શકો છો કે, ધર્મેન્દ્ર શર્ટ લેસ છે અને મીના કુમારીના હાથમાં એક તકિયો છે. જ્યારે કમાલ અમરોહિ સુધી આ ફોટો પહોંચ્યો ત્યારે તેમને મીનાકુમારી ને છૂટાછેડા આપી દીધા.
મીના કમાલે બીજી વખત લગ્ન કર્યા
મીના કુમારી નાં કમાલ સાથે છૂટાછેડા થઈ ગયા અને તે સમયે ધર્મેન્દ્ર મોટા સ્ટાર બની ગયા તેવામાં મીના અને ધર્મેન્દ્ર નાં સંબંધો પણ પૂર્ણ થઈ ગયા. પરંતુ મીના કુમારીના જીવનમાં એક વખત ફરી નવો સમય આવ્યો અને તેમના જીવનમાં ફરી કમાલ અમરોહી આવી ગયા. તેમણે ફરી મીના ને અપનાવી લીધી અને બંને બીજી વખત લગ્ન કરી એક થઈ ગયા. કહેવામાં આવે છે કે, મીના એ તે કામ માટે કમાલ ની માફી માંગી હતી. મહત્વ ની વાત છે કે, ૩૯ વર્ષની ઉંમરમાં ૧૯૭૨માં મીના કુમારી નું નિધન થઈ ગયું હતું. તેને લીવર કેન્સર હતું.