જ્યારે કરીના એ પોતાની સાસુ ને પૂછ્યું હતું દીકરી અને વહુ માં શું ફરક છે, ત્યારે સૈફ ની માં એ આપ્યો હતો આ જવાબ

જ્યારે કરીના એ પોતાની સાસુ ને પૂછ્યું હતું દીકરી અને વહુ માં શું ફરક છે, ત્યારે સૈફ ની માં એ આપ્યો હતો આ જવાબ

બોલિવૂડની સૌથી લોકપ્રિય સાસુ – વહુ ની જોડી માં શર્મિલા ટાગોર અને કરીના કપૂર ખાન ની જોડી આવે છે. શર્મિલા ટાગોર અને કરીના કપૂર ખાન ૮ વર્ષથી સાસુ-વહુ નાં સંબંધોમાં છે. કહેવા માટે સાસુ-વહુનો સંબંધ છે. પરંતુ બંનેમાં મા દીકરી જેવું બોન્ડિંગ છે. શર્મિલા પોતાની વહુ કરીનાને ખૂબ જ પ્રેમ કરે છે. તો કરીના પણ દિલથી પોતાની સાસુ નું  સમ્માન કરેછે.

કરીના કપૂર ખાન બોલિવૂડની એક જાણીતી અને સુંદર અભિનેત્રી છે. ફિલ્મો અને પોતાના અભિનયની સાથે જ કરીના પોતાના ચેટ સોની લઈને ચર્ચામાં રહે છે. કરીના નો ચેટ શો બોલિવૂડ સ્ટાર કરતા રહે છે. તેવામાં એક વખત કરીનાનાં શો પર તેની સાસુ અને પહેલાના જમાનાની અભિનેત્રી શર્મિલા ટાગોર પહોંચી હતી. શોમાં કરીના દ્વારા પૂછવામાં આવેલો એક સવાલ ખૂબ જ ચર્ચામાં રહ્યોં હતો. આ જવાબ થી શર્મિલાએ બધાનું ધ્યાન પોતાની તરફ ખેંચ્યું હતું. તો ચાલો જણાવીએ તમને તેના વિશે.

કરીના કપૂર નો રેડિયો શો વોટ વુમેન વોન્ટ ના ૨ સિઝનમાં વર્ષ ૨૦૧૯ માં શર્મિલા ટાગોર પહોંચી હતી. તે દરમિયાન કરીના એ પોતાની સાસુને પ્રશ્ન કર્યો હતો કે, પુત્રી અને વહુ માં શું અંતર હોય છે ? શર્મિલાએ તેનો ખૂબ જ સુંદર જવાબ આપ્યો હતો. શર્મિલાએ પોતાની વહુને કહ્યું હતું કે, પુત્રી હોય છે જે તમારી સામે મોટી થાય છે. અને તેનો નેચર તમે સમજો છો તમે તે જાણો છો કે તેને કઈ વાત ઉપર ગુસ્સો આવી જાય છે અને તેના ગુસ્સાને કેવી રીતે શાંત કરવાનો હોય છે. પરંતુ જ્યારે તમે પહેલી વખત વહુ ને મળો છો ત્યારે તે પહેલાથી સમજદાર હોય છે. અને તમે તેની પસંદ-નાપસંદ નથી જાણતા જેના લીધે તેની સાથે ટ્યુનિંગ બનવામાં સમય લાગે છે. પરંતુ વહુ પોતાના ઘરથી તમારા ઘરમાં આવે છે ત્યારે તેનું તમારા પરિવારમાં સ્વાગત કરવું તેને વધારે કમ્ફર્ટેબલ ફીલ કરાવવાનું તમારી પહેલી જવાબદારી છે.

શર્મિલાએ પોતાની વાત આગળ વધારતાં કહ્યું હતું કે, મને યાદ છે જ્યારે મારા લગ્ન થયા હતા હું બંગાલી હતી અને મને ચોખા પસંદ હતા મારા સાસરીવાળા લોકો રોટલી ફૂલકા ખાવા વાળા  હતા. મને માછલી વધારે પસંદ હતી. પરંતુ ટાઇગરને માછલી જરા પણ પસંદ ન હતી. લગ્નમાં આ રીતના એડજસ્ટમેન્ટ કરવા પડે છે જે જોવામાં સામાન્ય લાગે છે પરંતુ એવું નથી હોતું.

જણાવી દઈએ કે, થોડાક સમય પહેલા શર્મિલા ટાગોરે દિયા જયસ્વાલના એક ઈન્ટરવ્યું આપ્યું હતું. તેમાં કરીનાનો એક વીડિયો પણ વચ્ચે બતાવ્યો હતો. તેમાં કરીના પોતાની સાસુ ને લઈને વાત કરી રહી હતી. કરિનાએ શર્મિલાને લઈને કહ્યું હતું કે હું સફરમાં છું પરંતુ મને આશા છે કે, આ સરપ્રાઈઝ તમને સારી લાગી હશે જેને દિયા એ પ્લાન કર્યું છે. તેમણે જ મને કહ્યું હતું કે, તમારા માટે કંઈક કહું અને તમને સરપ્રાઇઝ આપુ. જ્યારે પણ લોકો મને તમારા વિશે પૂછે છે તો હું હંમેશા નર્વસ થઈ જાઉં છું. કારણકે જ્યારે હું તમારા વિશે કહું છું જેને પૂરી દુનિયા જાણે છે અને જે મારી સાસુમાં છે. ત્યારે હું ખૂબ જ નસીબદાર મહેસુસ કરું છું.

કરીના એ વીડિયોમાં આગળ કહ્યું હતું કે, તમે દુનિયાની સૌથી ગ્રેસ ફૂલ વુમન છો. હું કહેવા માગું છું કે, તમે ખૂબ જ નરમ દિલ અને કેરિંગ છો. તમે માત્ર તમારા બાળકો સાથે નહીં પરંતુ પોતાના ગ્રેન્ડ ચિલ્ડ્રન અને પોતાની વહુ માટે પણ ઊભા રહો છો. તમે હંમેશા મારી સાથે રહો છો અને હંમેશા મને મહેસુસ કરાવ્યું છે કે, હું આ પરિવારનો એક ભાગ છું. હું તમારી ખૂબ જ ઈજ્જત કરું છું. આગળ તેમણે કહ્યું હતું કે, મહામારી ના લીધે આપણે મળી શક્યા નહીં અને તમે ઘરના સૌથી નાના સદસ્યને પણ મળી શક્યા નથી પરંતુ હું તમારા આવવાની રાહ જોઈ રહી છું. કારણ કે હું તમારી સાથે સમય પસાર કરી શકુ.

pranshu

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *