જ્યારે હેમામાલીની નાં કારણે ધર્મેન્દ્ર એ સુભાષ ધાઈ ને જાહેરમાં મારી હતી થપ્પડ, જાણો તે હકીકત વિશે

જ્યારે હેમામાલીની નાં કારણે ધર્મેન્દ્ર એ સુભાષ ધાઈ ને જાહેરમાં મારી હતી થપ્પડ, જાણો તે હકીકત વિશે

બોલિવૂડ ઈન્ડસ્ટ્રી એક એવી જગ્યા છે. જ્યાં દરરોજ કોઈકને કોઈક નવા અને તાજા સમાચાર સાંભળવા મળે છે. બોલિવૂડ ઈન્ડસ્ટ્રી માં એક કરતાં વધારે સ્ટાર્સ છે. જે તેમની ફિલ્મ તેમજ તેમના અંગત જીવન માટે હેડલાઇન્સ માં રહે છે. હિન્દી સિનેમા જગત નાં એવા ઘણા કિસ્સા છે જે ચર્ચામાં રહે છે. તેની વચ્ચે અમે તમને ધર્મેન્દ્ર નો એક કિસ્સો જણાવવા જઈ રહ્યા છીએ. જ્યારે તેમણે દિગ્દર્શક સુભાષ ધાઈને જાહેરમાં થપ્પડ મારી હતી. તો ચાલો જાણીએ તેના વિશે વિસ્તારથી.

આપણે બધા જાણીએ છીએ કે, હિન્દી ફિલ્મ માં ધર્મેન્દ્ર ખૂબ જ પ્રખ્યાત અભિનેતા છે. અને તેણે પોતાના સારા અભિનયથી લોકોના હૃદયમાં એક ખાસ જગ્યા બનાવી છે. ધર્મેન્દ્ર એ બોલિવૂડમાં એક પછી એક સુપરહિટ ફિલ્મો આપી છે અને આજે પણ લોકો ધર્મેન્દ્ર ને ખૂબ જ પ્રેમ કરે છે. પરંતુ એક સમય એવો હતો જ્યારે ધર્મેન્દ્ર પોતાના ગુસ્સા નાં કારણે ચર્ચામાં રહેતા હતા. એક સમયે ધર્મેન્દ્ર ને સૌથી ગુસ્સાવાળા કલાકાર માનવામાં આવતા હતા.

આજથી ૪૦ વર્ષ પહેલાં ધર્મેન્દ્રનો ગુસ્સો પૂરી દુનિયાને જોવા મળ્યો હતો. તેમણે ડાયરેક્ટર સુભાષ ઘાઈ ને થપ્પડ મારી હતી. ધર્મેન્દ્ર એ સુભાષ ઘાઈ ને ફિલ્મ ક્રોધી નાં સેટ પર થપ્પડ મારી હતી. તમને જણાવી દઈએ કે, વર્ષ ૧૯૮૧ માં આવેલી ફિલ્મ ક્રોધી માં હેમામાલિનીએ ધર્મેન્દ્રની વિરુદ્ધ કાસ્ટ કરવામાં આવ્યા હતા. અને આ ફિલ્મ નાં શૂટિંગ દરમિયાન દિગ્દર્શક સુભાષ ઘાઈએ અભિનેત્રી હેમા માલિનીને એક સીન  માટે બિકિની પહેરવા નું કહ્યું હતું. ત્યારબાદ હેમામાલીની એ બિકિની પહેરવાની ના પાડી હતી.

 

ડાયરેક્ટર સુભાષ ધાઈ એ હેમામાલીની ને ખૂબ જ ફોર્સ કર્યો હતો. અને અંતે હેમામાલીની ને સ્વિમિંગ પૂલ નાં સીન માટે બિકિની પહેરવી પડી હતી. પરંતુ જ્યારે અભિનેતા ધર્મેન્દ્રને આ સમગ્ર વાતની ખબર પડી ત્યારે તેમનો ગુસ્સો સાતમા આસમાને પહોંચી ગયો હતો અને શૂટિંગ દરમિયાન ધર્મેન્દ્ર એ સુભાષ ઘાઈને થપ્પડ મારી હતી.

સમાચાર અનુસાર એવું પણ કહેવામાં આવે છે કે, અભિનેતા ધર્મેન્દ્ર એ એક પછી એક ગુસ્સામાં સુભાષ ઘાઈને ઘણા બધા થપ્પડ માર્યા હતા. આ પછી ફિલ્મ નાં નિર્માતા રણજીતે ખૂબ જ મહેનત થી ધર્મેન્દ્ર નાં ગુસ્સાને શાંત કર્યો હતો. એમ પણ કહેવામાં આવે છે કે, આ સમગ્ર ઘટના પછી ધર્મેન્દ્ર એ ડાયરેક્ટર સુભાષ ધાઈ ને ચેતવણી પણ આપી હતી. આ પછી સુભાષભાઈ ખૂબ જ ગભરાઈ ગયા હતા. અને તે એટલા ડરી ગયા હતા કે, તેમણે આ સીન ફિલ્મ માંથી ડીલીટ કરી નાખ્યા હતા. તમને જણાવી દઈએ કે, આ ફિલ્મમાં ધર્મેન્દ્ર અને હેમામાલિની સિવાય ઝીનત અમાન અને શશી કપૂર મુખ્ય ભૂમિકામાં હતા.

વર્ષ ૧૯૮૦ માં હેમા માલીની એ ધર્મેન્દ્ર સાથે લગ્ન કર્યા હતા. ધર્મેન્દ્ર ઉંમરમાં હેમામાલીની થી ૧૩ વર્ષ મોટા છે. ધર્મેન્દ્રએ પોતાના ફિલ્મી કેરિયરમાં ઘણી ફિલ્મોમાં કામ કર્યું છે અને તેમના અભિનય ની લોકો આજે પણ પ્રશંસા કરે છે. ધર્મેન્દ્રએ પોતાના સારા અભિનયનાં લીધે અનેક પુરસ્કાર પણ પ્રાપ્ત કર્યા છે.

pranshu

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *