જ્યારે અચાનક બંધ થઈ ગયું હતું રતન ટાટાના પ્લેન નું એન્જિન, શેર કર્યો ચેરમેન બનવા સુધીનો સફર

ટાટા સન્સ ના ચેરમેન રતન ટાટા દેશના સૌથી મોટા ઔદ્યોગિક પરિવારમાં સામેલ છે.રતન ટાટા ની સફળતાની કહાની વાંચીને દરેક ને પ્રેરણા મળે છે. તે દરેક મુશ્કેલ પરિસ્થિતિનો સામનો કરીને પોતાના જીવનમાં આગળ વધી ગયા. ભલેને તે દેશના સૌથી અમીર બિઝનેસમેન લોકો માં સામેલ છે .છતાં પણ, તેની સાદગી લોકોને ખૂબ જ પસંદ છે. આથી જ પોતાની સાદગી માટે તેઓ લોકપ્રિય છે. રતન ટાટા એ પોતાના જીવન ની એક ખતરનાક ઘટના શેર કરી હતી. તમને જણાવી દઈએ કે, જમીનથી આસમાન સુધી પહોંચવા માટે રતન ટાટા એકવાર એક ખતરનાક મુસાફરીમાં ફસાઈ ગયા હતા. રતન ટાટાનો એક પ્રમોશનલ ક્લિપ ૨૭ સપ્ટેમ્બર ના રોજ ઓન હિયર થયો હતો. રતન ટાટા એ જણાવ્યું હતું કે, કેવી રીતે તેનું વિમાન તૂટવાથી બચ્યું અને કેવી રીતે તે તેઓ એ પરિસ્થિતિમાંથી બચી અને સુરક્ષિત બહાર આવ્યા.
રતન ટાટાના પ્લેન નું એન્જિન અચાનક બંધ થઈ ગયું.
રતન ટાટાએ પોતાની સાથે થયેલ ઘટના ની કહાની શેર કરતા કહ્યુ, આ રીતે પોતાના ત્રણ મિત્રોની સાથે વિમાન માં મુસાફરી કરી રહ્યા હતા. તે દરમિયાન અચાનક જ પ્લેનનું એન્જિન બંધ થઈ ગયું. રતન ટાટા એ જણાવ્યું કે જ્યારે મારી સાથે આ દુર્ઘટના થઈ હતી. ત્યારે મારી ઉંમર ફક્ત ૧૭ વર્ષની જ હતી. જે પાઇલટનું લાયસન્સ મેળવવા માટે અનુકૂળ હતી. તે સમય દરમિયાન તેના માટે તે સંભવ ન હતું કે પોતે પ્લેન ભાડા પર લે. એ જ કારણે તેણે તેના મિત્રોની સાથે ઉડાન ભરવા માટે વાત કરી. અને તેને ફ્લાઈટ ઉડાડવા માટે વોલેન્ટિયર કર્યા.
રતન તાતાએ પોતાના ત્રણ મિત્રોને ભેગા કર્યા. અને ઉડાન ભરવાની તૈયારી કરી પણ જલ્દી જ વિમાન ના એન્જિન માં કંઇક ખરાબી આવી ગઈ. રતન ટાટા એ આ ઘટના ને યાદ કરતા જણાવ્યું કે, પહેલાં વિમાન ખૂબ જ ઝડપથી હલ્યું અને એન્જિન બંધ થઈ ગયું. રતન ટાટા એ જણાવ્યું કે તે એન્જિન વગર હતા. અને તેને એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું હતું કે નીચે કઈ રીતે આવે. તેઓ એ જણાવ્યું કે આ ઘટના ને કારણે ભયજનક વાતાવરણ બની ગયું હતું. તેના મિત્રોએ પણ વિમાન નીચે આવવા સુધીમાં એક શબ્દ પણ બોલ્યો ન હતો.
આવી રીતે બચ્યા હતા રતન ટાટા
રતન ટાટા એ મુસીબત માંથી બહાર નીકળી ને જણાવ્યું હતું કે, વિમાન માં એન્જિન ખતમ થાય એ કાંઈ મોટી વાત નથી. એવું નથી કે પ્લેન ક્રેશ થઈ જાય તેઓએ જણાવ્યું કે તમેકેટલી ઊંચાઇ પર છો તે વાત ઉપર નિર્ભર કરે છે. જો તમે પ્લેન નીચે ઉતારવા ઈચ્છો છો તો તમારે પહેલા જમીન જોવી જોઈએ. તમારે એ પણ જોવું જોઈએ કે એન્જિન ખલાસ થાય તેવા સંજીગોમાં તમારી પાસે પુરતો સમય છે કે નહીં. રતન ટાટા તે સમય દરમિયાન બિલકુલ શાંત રહ્યા. અને તેઓ એ પોતાની હિંમત બનાવી રાખી.
ચેરમેન ની ખુરશી સુધી પહોંચવાનો સફર
તમને જણાવી દઈએ કે, શરૂઆતના દિવસોમાં લોસ એન્જલસ, અમેરિકા માં આર્કિટેક ની ઓફિસ માં કામ કરતા હતા. તેઓના દાદી બીમાર હતા. જેના લીધે તેને ભારત આવવું પડ્યું. ચાર થી પાંચ વર્ષ સુધી પોતાની બીમાર દાદીની સારસંભાળ કરતા રહ્યા. ત્યાર બાદ તે પરત ના ગયા તેઓ એ ટાટા મોટર્સ માં શોપ ફ્લોર પર કામ કર્યું. જે.આર.ડી ટાટા ટાટા ગ્રુપ ના ચેરમેન અને ટાટા સન્સના શેરહોલ્ડર હતા. તેઓએ રતન ને કહ્યું હતું કે તે ફક્ત બેસી નહીં શકે કામમાં સામેલ પણ થવું પડશેત્યારે રતન ટાટાને લાગ્યું કે તે ત્યાં સમય બરબાદ કરી રહ્યા છે કારણ કે કોઈપણ વસ્તુ સરખી ન હતી પછીથી રતન ટાટા એ પોતાનો ખુદનો ટ્રેનિંગ પ્રોગ્રામ બનાવ્યો.અને નિર્માણ ના જુદા સ્તર માં મેટ્રીયલ જૉયું એને કહ્યું કે તે એના સૌથી મૂલ્યવાન છ મહિના હતા. લાંબા સમય બાદ તે TELCO ના ચેરમેન બન્યા હતા.