જાણો તુલસીનાં છોડથી કેવી રીતે આવશે ઘરમાં સુખ-સમૃધ્ધિ, આવી રીતે મળશે વિષ્ણુજી-લક્ષ્મીજીની કૃપા

લોકો પોતાના ઘરની અંદર પૂજાપાઠ કરે છે, જેનાથી પરિવારમાં સુખ શાંતિ રહે. જોવામાં આવે તો ભગવાનની આરાધનામાં ઘણી બધી વસ્તુઓનો ઉપયોગ કરવામાં આવે છે. આ બધી વસ્તુઓ ખૂબ જ પવિત્ર માનવામાં આવેલ છે .ધર્મશાસ્ત્રો અનુસાર જોવામાં આવે તો પૂજા દરમ્યાન જો પવિત્ર વસ્તુનો ઉપયોગ કરવામાં આવે તો તેનાથી પૂજાનું શુભ ફળ મળે છે. એવું જણાવવામાં આવે છે કે જો તુલસીના છોડને ઘરમાં લગાવવામાં આવે તો તેનાથી ઘરમાં સુખ-શાંતિ રહે છે, એટલું જ નહીં પરંતુ ઘરની નકારાત્મક ઊર્જાને પણ દૂર થાય છે અને ઘરમાં સકારાત્મક ઊર્જાનો સંચાર થાય છે.
તુલસીનાં છોડનાં એક નહીં પરંતુ ઘણા ચમત્કારિક ફાયદા માનવામાં આવે છે. તુલસીનો છોડ તમારા ઘરમાં સુખ-સમૃદ્ધિ જાળવી રાખે છે. જો તમે દરરોજ તુલસીની પાસે ઘીનો દીવો કરો છો, તો તેનાથી સુખ-સમૃદ્ધિ પ્રાપ્ત થાય છે અને દેવી-દેવતાઓનાં આશીર્વાદ મળે છે. આજે અમે તમને તુલસી સાથે જોડાયેલી અમુક મહત્વપૂર્ણ વાતો જણાવવા જઈ રહ્યા છીએ, જેની સહાયતાથી તમે ભગવાનના આશીર્વાદ પ્રાપ્ત કરી શકશો અને ઘર પરિવારમાં ખુશીઓ જળવાઈ રહેશે.
જાણો તુલસીના છોડથી ઘરમાં કેવી રીતે આવશે સુખ-સમૃદ્ધિ
- જો ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની કૃપા પ્રાપ્ત કરવા માંગો છો, તો તેના માટે તમારે ભગવાન વિષ્ણુ અને દેવી લક્ષ્મીની પૂજા કરવી જોઈએ. તુલસી ભગવાન વિષ્ણુને અતિ પ્રિય છે અને તુલસીને દેવી લક્ષ્મીનું સ્વરૂપ માનવામાં આવેલ છે. તુલસીની પૂજા કરવાથી તમારા જીવનમાં ક્યારેય પણ ધનની અછત થતી નથી અને તમારું જીવન ખુશહાલ પસાર થાય છે.
- જો તમે ઈચ્છો છો કે તમને શુભ ફળની પ્રાપ્તિ થાય તો તમારે તુલસીનાં પાનને એકાદશી, રવિવાર અને મંગળવારનાં દિવસે તોડવા ન જોઈએ. કારણકે વાસ્તુશાસ્ત્ર અનુસાર આ દિવસે તુલસીના પાન તોડવા યોગ્ય માનવામાં આવતા નથી.
- તમારે પોતાના ઘરમાં તુલસીનો છોડ અવશ્ય લગાડવો જોઇએ. જેના કારણે વાસ્તુ સંબંધિત બધા પ્રકારના દોષ દૂર થઈ શકે.
- જો તમે તુલસીના છોડને ઉત્તર-પૂર્વ દિશામાં લગાવો છો, તો તેનાથી ખૂબ દેવતાની કૃપા પ્રાપ્ત થાય છે. આ દિશા કુબેર દેવની દિશા માનવામાં આવે છે. આવું કરવાથી તમે પોતાના જીવનમાં આવી રહેલ દરેક આર્થિક પરેશાનીઓને દૂર કરી શકશો.
- જો તમારા ઘર પર કોઈ મુશ્કેલી આવવાની હોય તો તુલસીનો છોડ પહેલા સંકેત આપી દે છે. જો તુલસીનો છોડ ધીરે-ધીરે સુકાવા લાગે તો સમજી લેવું કે તમારા ઘર પર કોઈ પરેશાની આવી શકે છે. જો તુલસીનો છોડ સુકાઈ જાય તો તમારે તેને કોઈ નદી અથવા તળાવમાં પધરાવી દેવો જોઈએ.
- જો તમે પોતાના ઘરનો વાસ્તુદોષ દૂર કરવા માંગો છો, તો તેના માટે તમારે ઘરના મુખ્ય દ્વાર પર એક તરફ કેળાનું વૃક્ષ અને બીજી તરફ તુલસીનો છોડ લગાવવો જોઈએ.
- જો તમે તુલસીના પાનનું નિયમિત રૂપથી સેવન કરો છો, તો તેનાથી ઘણી બધી બીમારીઓને દૂર ભગાવી શકો છો. તુલસીના પાનમાં ઘણા ઔષધીય ગુણ હોય છે.