જાણો કોણ હતી તે અપ્સરા જેને શ્રીરામને આપ્યો હતો શ્રાપ, આ શ્રાપ બન્યો તેમના મૃત્યુનું કારણ

મર્યાદા પુરુષોત્તમ શ્રીરામનાં જીવનમાં એવી ઘણી ઘટનાઓ બની હતી, જેનાથી આપણને ઘણું બધું શીખવા મળ્યું છે. તેમણે પોતાના પિતાના વચનને કારણે રાજ્ય અને સિંહાસનનો ત્યાગ કરી દીધો હતો અને ૧૪ વર્ષો સુધી પોતાના ભાઈ લક્ષ્મણ અને પત્ની સીતા સાથે વનમાં રહ્યા હતા. જો કે ભગવાન શ્રીરામે પોતાના જીવનકાળમાં ઘણા બધા એવા નિર્ણય લીધા છે, જેના પર લોકો આજે પણ સવાલ ઉઠાવી રહ્યા છે. ભગવાન શ્રીરામનાં જીવન સાથે જોડાયેલા ઘણા બધા કિસ્સા તમે સાંભળ્યા હશે, પરંતુ એક પૌરાણિક કથા એવી છે જેમાં એક અપ્સરાએ ભગવાન શ્રીરામને શ્રાપ આપી દીધો હતો. તો ચાલો તમને જણાવીએ કે ભગવાન શ્રીરામની કઈ ભૂલને લીધે તેમને શ્રાપ આપ્યો હતો અને કોણ હતી તે અપ્સરા.
વૃક્ષ પાછળ છુપાઈને શ્રીરામે કર્યો હતો બાલીનો અંત
ભગવાન શ્રીરામ સાથે જોડાયેલી પૌરાણિક કથાઓમાં એક કથા શ્રીરામ અને બાલીનાં વધ સાથે જોડાયેલ છે. કિષ્કિંધાનાં રાજા બલી દેવરાજ ઈન્દ્રનાં પુત્ર હતા. બાલીએ બળપૂર્વક પોતાના નાનાભાઈ સુગ્રીવની પત્નીનું હરણ કરી લીધું હતું અને સુગ્રીવ પાસેથી બધી સંપત્તિ છીનવી લીધી હતી. બાલી ખૂબ શક્તિશાળી હતો. તેની પાસે એક એવું વરદાન હતું, જેના કારણે કોઈ તેને હરાવી શકતું ન હતું. બાલીને એવું વરદાન મળેલું હતું કે તેની સાથે જે લડાઈ લડશે, તે ગમે તેટલો તાકતવર હોય પરંતુ તેની અડધી શક્તિ બાલીમાં આવી જશે. તેનાથી સામે વાળો વ્યક્તિ કમજોર થઈને મરી જતો હતો.
જ્યારે સુગ્રીવની મુલાકાત ભગવાન શ્રીરામ સાથે થઈ તો તેમણે પોતાની આ સમસ્યા જણાવી. ભગવાન શ્રીરામે તેમને કહ્યું કે તેઓ તેની મદદ જરૂર કરશે અને બદલામાં તેમણે સીતાને શોધવામાં મદદ કરવાની રહેશે. ત્યારબાદ પ્રભુ શ્રીરામ જાતે બાલી સાથે યુદ્ધ કરવા ગયા નહીં, પરંતુ તેમણે સુગ્રીવને મોકલી દીધા અને પોતે વૃક્ષની પાછળ છુપાઇ ગયા. જ્યારે સુગ્રીવ અને બલીમાં લડાઈ થવા લાગી તો સુગ્રીવની અડધી શક્તિ તેના ભાઈ ચાલી ગઈ. ત્યારબાદ અવસર જોઈને વૃક્ષ પાછળ થી ભગવાન શ્રીરામ તીર ચલાવ્યું અને બાલીનો અંત કર્યો.
બાલીની પત્નીએ આપ્યો શ્રાપ
સુગ્રીવને મોટાભાઈ બાલીની પત્ની તારાને જ્યારે આ સમાચાર મળ્યા કે ભગવાન શ્રીરામે વૃક્ષ પાછળ છુપાઈને તેના પતિની હત્યા કરી છે, તો તેમને અપાર દુઃખ થયું. જ્યારે તેને જાણ થઈ કે ભગવાન શ્રીરામે વૃક્ષ પાછળ છુપાઈને પાછળથી તેના બલવાન અને શક્તિશાળી પતિને માર્યા છે તો તે ગુસ્સે ભરાઈ ગઈ. તે એક અપ્સરા હતી, જે સમુદ્ર મંથનથી બાલીને પ્રાપ્ત થઈ હતી. તેને પ્રભુ શ્રીરામને શ્રાપ આપ્યો કે તમે પોતાની પત્ની સીતાને રાવણ પાસેથી પરત મેળવ્યા બાદ પણ ખોઈ દેશો અને તે હંમેશા તમારાથી દૂર થઈ જશે. એટલું જ નહીં આગલા જન્મમાં તેમનું મૃત્યુ બાલી દ્વારા જ થશે.
જણાવી દઈએ કે બાલીનો એક દીકરો હતો અંગદ. મૃત્યુના સમયે બલિએ પોતાના પુત્ર અંગદને શિક્ષા આપી. તેણે કહ્યું કે કોઈ પણ કાર્ય સમજી-વિચારીને કરવું અને કોની સાથે કેવો વ્યવહાર કરવો છે તેનું વિશેષ ધ્યાન રાખવું. સૌથી મહત્વપૂર્ણ વાત એ છે કે હંમેશા પોતાના મનમાં સમાન ભાવ રાખવો. સુખ દુઃખ સહન કરવું, કારણ કે એજ જીવનનો સાર છે. આટલું કહીને બાલી મૃત્યુ પામ્યા. ભગવાન શ્રીરામે ધર્મનો સાથ નિભાવ્યો હતો, પરંતુ તેમણે છળથી શત્રુઓને પરાસ્ત કર્યો હતો.
ત્યારબાદ ભગવાન શ્રીરામે રાવણનો વધ કરીને સીતા માતાને બચાવ્યા, પરંતુ ત્યારબાદ સીતામાં તેમનાથી હંમેશા માટે દૂર થઈ ગયા. વળી ભગવાન વિષ્ણુએ આઠમો જન્મ શ્રીકૃષ્ણના રૂપમાં લીધો. ભગવાન શ્રીકૃષ્ણના રૂપમાં તેમને અપ્સરા તારા પાસેથી જે શાપ મળ્યો હતો તે આ જન્મમાં સાચો થયો. ભગવાન શ્રી કૃષ્ણનું મૃત્યુ એક ભીલે કર્યું હતું અને આ ભીલ પૂર્વ જન્મમાં બાલી જ હતો.