જાણો ક્યારે છે શનિ જયંતિ, આ ઉપાય દ્વારા શનિદેવને કરો પ્રસન્ન

જ્યોતિષશાસ્ત્રમાં શનિ દેવ ને નવ ગ્રહોમાં સૌથી વધારે મહત્વપૂર્ણ ગણવામાં આવે છે. શનિદેવ ન્યાયપ્રિય દેવતા છે. અને મનુષ્યોને તેના કર્મોનું ફળ આપે છે. હિન્દુ પંચાંગમાં જેઠ મહિના ની અમાસની તિથિ ના દિવસે શનિ જયંતિ ઉજવવામાં આવે છે. આ વખતે શનિ જયંતિ ૧૦ જુન ગુરુવાર નાં દિવસે ઉજવવામાં આવશે, આ દિવસે પૂજા અર્ચના કરી શનિદેવની વિશેષ કૃપા પ્રાપ્ત કરવામાં આવે છે.
શનિ જયંતી પર દાન-દક્ષિણા નું પણ વિશેષ મહત્વ છે. હિન્દુ શાસ્ત્ર અનુસાર આ દિવસે શનિ દેવનું વિશેષ પૂજન કરવામાં આવે છે. મંદ અને ધીમી ગતિથી ચાલવા ના કારણે તેને શનેશ્વર પણ કહેવામાં આવે છે. શનિ દેવ ન્યાય નાં દેવતા છે. અને મનુષ્યોને તેના કર્મોના આધારે ફળ આપે છે. તેથી જયારે પણ વ્યક્તિ ખરાબ કર્મ કરે છે ત્યારે શનિદેવ તેને દંડ આપે છે. અને સારા કર્મ કરે છે ત્યારે તેને સારું પરિણામ પ્રાપ્ત થાય છે.
પૂજન વિધિ
શાસ્ત્રો અનુસાર શનિ જયંતી પર શનિદેવની પૂજા અર્ચના કરવાનું વિશેષ મહત્વ છે. તે દિવસે સવારે સૂર્યોદય પહેલા ઉઠી અને સ્નાન કરી. શનિદેવની મૂર્તિ પર તેલ, ફૂલની માળા અને પ્રસાદ અર્પણ કરવા. અને શનિદેવ નાં ચરણોમાં અને તલ ચડાવવા. ત્યારબાદ તેલનો દીવો કરી અને શનિ ચાલીસા નાં પાઠ કરવા. આ દિવસનું વ્રત કરવાથી શનિદેવ ની વિશેષ કૃપા પ્રાપ્ત થાય છે. શનિ જયંતિ નાં દિવસે કોઈ નિર્ધન વ્યક્તિને ભોજન કરવાથી શુભ ફળ પ્રાપ્ત થાય છે. માનવામાં આવે છે કે, આ દિવસે દાન કરવાથી જીવન નાં દરેક કષ્ટો દૂર થાય છે. સામાન્ય રીતે લોકો શનિદેવને લઈ ને ખૂબ જ ગભરાયેલા રહે છે. ઘણી એવી ધારણાઓ છે કે, શનિદેવ ફક્ત લોકોનું ખરાબ જ કરે છે. પરંતુ તે સત્ય નથી. શાસ્ત્રો અનુસાર શનિદેવ વ્યક્તિને કર્મો અનુસાર તેની સજા આપે છે. શનિની સાડાસાતી મનુષ્ય નાં કર્મો નાં આધારે તેને ફળ આપે છે.
આ રીતે કરો શનિદેવને પ્રસન્ન
શાસ્ત્રોમાં શનિદેવને પ્રસન્ન કરવા માટે ઘણા મંત્રો જણાવવામાં આવ્યા છે. “ૐ શં શનેશ્વરાય નમઃ” આ મંત્રોનાં જાપ કરવાથી શનિદેવને પ્રસન્ન કરી શકાય છે. વ્યકિત નાં જીવન નાં દરેક સંકટો દૂર કરી શકાય છે. શનિ જયંતિ નાં દિવસે સાંજે પશ્ચિમ દિશા તરફ મુખ કરી ને અને તલ નાં તેલનો દીવો કરવો. ત્યારબાદ ઉપર જણાવેલ મંત્રનો જાપ કરતી વખતે ઓછામાં ઓછી ૧૧ માળા કરવી. આ મંત્ર નો જાપ કરવાથી શનિદેવ પ્રસન્ન થાય છે.