જાણો હનુમાન જયંતી નું શુભ મુહૂર્ત પૂજાવિધી અને તેનું મહત્વ

જાણો હનુમાન જયંતી નું શુભ મુહૂર્ત પૂજાવિધી અને તેનું મહત્વ

હિંદુ પંચાંગ અનુસાર હનુમાન જયંતિ દર વર્ષે ચૈત્ર મહિનાની પૂનમ નાં દિવસે ઉજવવામાં આવે છે. અને આ દિવસે રામભક્ત હનુમાનજીની વિધિ-વિધાન પૂર્વક પૂજા અર્ચના કરવામાં આવે છે. ઘણા સ્થળ પર કાર્તિક માસની કૃષ્ણ પક્ષની ચૌદશ ને દિવસે પણ હનુમાન જયંતી ઉજવવામાં આવે છે. પરંતુ સૌથી વધારે મહત્વ ચૈત્ર મહિનાની શુક્લ પક્ષની પૂનમ નાં હનુમાન જયંતીનું ગણવામાં આવે છે. જેમ કે દરેક લોકો જાણે છે કે, મહાબલી હનુમાન ભગવાન શ્રીરામ નાં પરમ ભક્ત છે. જે ભક્ત હનુમાનજીની પૂજા આરાધના કરે છે. તેના જીવનમાં બધા દુઃખ દૂર થાય છે. હનુમાનજી ભગવાન શિવજી નાં અગિયાર માં અવતાર છે. માટે તેને સંકટમોચન પણ કહેવામાં આવે છે. હનુમાનજીની કૃપાથી ભક્તો નાં દરેક સંકટ દૂર થાય છે. અને જીવનનાંદરેક વિઘ્નો સમાપ્ત થાય છે.

Advertisement

 

વર્તમાન સમયમાં દરેક લોકો ઈચ્છે છે કે, તેના પર હનુમાનજીની કૃપાદૃષ્ટિ બની રહે. હનુમાનજીને પ્રસન્ન કરવા માટે રામાયણ, રામચરિતમાનસ નાં પાઠ, હનુમાન ચાલીસા બજરંગબાળ, સુંદરકાંડ નાં પાઠ વગેરે કરે છે. આજે અમે તમને આ લેખનાં માધ્યમથી હનુમાન જયંતિ ની પૂજા અર્ચના વિશે અને શુભ મુહૂર્ત વિશે જાણકારી આપીશું.

હનુમાન જયંતિ ની તિથિ

આ વખતે હનુમાન જયંતી ૨૭ એપ્રિલ ૨૦૨૧ નાં ઉજવવામાં આવશે. આ દિવસે હનુમાનજીની વિશેષ પૂજા આરાધના કરવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે, આ દિવસે હનુમાનજીની પૂજા આરાધના અને વ્રત કરનારને હનુમાનજી નાં આશીર્વાદ પ્રાપ્ત થાય છે. બજરંગ બલી પોતાના ભક્તો નાં દરેક દુઃખો દૂર કરે છે.

હનુમાન જયંતિ ની પૂજા નું શુભ મુહૂર્ત

પૂનમ નાં ૨૬ એપ્રિલે બપોરે ૧૨:૪૪ થી પૂનમ ની તિથિ સમાપ્તિ ૨૭  એપ્રિલ રાત્રીનાં ૯:૦૦ વાગ્યા સુધી રહેશે.

હનુમાન જયંતિ ની પૂજા વિધિ

હનુમાન જયંતી નાં દિવસે સવારે ઊઠીને  સ્નાન કરી, અને વ્રત માટે સંકલ્પ કરવો. સ્વચ્છ વસ્ત્ર ધારણ કરી અને પૂર્વ દિશા તરફ મુખ કરી અને હનુમાનજીની પ્રતિમા સ્થાપિત કરવી. દિવસ પૂજા દરમિયાન તમારે “ૐ નમો હનુમંતે” મંત્ર નાં જાપ કરવા. એવી માન્યતા છે કે, મંત્ર જાપ કરવાથી દૈનિક વૈદિક અને ભૌતિક તાપો થી મુક્તિ મળે છે.હનુમાન જયંતી નાં પૂજા દરમિયાન હનુમાનજીને સિંદૂર અર્પણ કરવું. અને સુગંધિત તેલ અર્પણ કરવું.હનુમાન જયંતીને દિવસે પૂજા દરમિયાન આ રામચરિતમાનસ નાં પાઠ, સુંદરકાંડ નાં પાઠ, હનુમાન ચાલીસા, બજરંગ બાણ વગેરે નાં પાઠ કરવા.પૂજા દરમિયાન હનુમાનજી ને પાન બીડું પણ અર્પણ કરવા.

હનુમાનજીની પૂજાથી થાય છે આ લાભ

શાસ્ત્રો માં એ વાતનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે, મહાબલી હનુમાનજી ને ચિરંજીવી નાં આશીર્વાદ પ્રાપ્ત છે. તેથી કળિયુગમાં પણ તે પૃથ્વી પર વાસ કરે છે. જો કોઈ વ્યક્તિ મહાબલી હનુમાનજી ની રોજ પૂજા આરાધના કરે છે. તો તેના જીવનમાં સુખ-શાંતિ બની રહે છે. હનુમાનજીની કૃપાથી જીવનનાં દરેક સંકટ દૂર થાય છે. જે લોકોની કુંડળીમાં ગ્રહોની સ્થિતિ યોગ્ય નથી હોતી. તેને કારણે પરેશાની આવી રહી હોય તો હનુમાનજીની પૂજા જરૂર કરવી. કારણકે જે લોકો હનુમાનજી ની ભક્તિ કરેછે. તેને શનિદેવ ક્યારેય પરેશાન કરતા નથી. હનુમાનજીની વિધિ વિધાન પૂર્વક પૂજા કરવાથી શનિદેવ સાથે જોડાયેલી સમસ્યાઓ થી છુટકારો મળે છે. હનુમાનજીએ હનુમાનજી પોતાના ભક્તોને ભૂત પ્રેત નકારાત્મક ઉર્જાથી મુક્તિ અપાવે છે.

Advertisement

pranshu

Leave a Reply

Your email address will not be published.