જન્માષ્ટમી- નોમના દિવસે ભારે વરસાદની આગાહી, જાણો હવામાન વિભાગના મતે બન્ને દિવસે ક્યા વરસાદ પડશે?

જન્માષ્ટમી- નોમના દિવસે ભારે વરસાદની આગાહી, જાણો હવામાન વિભાગના મતે બન્ને દિવસે ક્યા વરસાદ પડશે?

હવામાન વિભાગની આગાહી અનુસાર બંગાળની ખાડીમાં લો પ્રેસર સર્જાયું છે. અને રાજ્યની ઉપર ત્રણ વરસાદી સિસ્ટમ સક્રિય થઇ છે. લો પ્રેસરની મદદથી ગુજરાતને સારો વરસાદ મળશે તેવું હવામાન નિષ્ણાંતો જણાવી રહ્યા છે.

Advertisement

આગામી 12 ઓગસ્ટ દક્ષિણ ગુજરાતમાં અને 13 ઓગસ્ટ ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. દક્ષિણ ગુજરાતમાં સુરત, વલસાડ, નવસારી, દમણ દાદરાનગર હવેલીમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે ત્યાં જ 12 ઓગસ્ટના રોજ સૌરાષ્ટ્રમાં અમરેલી, ભાવનગરમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લીમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

હવામાન વિભાગના ડાયરેક્ટર જયંત સરકાર અનુસાર આગામી ત્રણ દિવસમાં રાજ્યમા સારો એવો વરસાદ વરસશે તથા રાજ્યના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતા છે. 12 ઓગસ્ટ દક્ષિણ ગુજરાત અને 13 ઓગસ્ટ ઉત્તર ગુજરાત માટે ભારે બની રહેશે. અત્યાર સુધી રાજ્યમાં 57 ટકા વરસાદ નોંધાયો છે.

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 158 તાલુકામાં વરસાદ વરસ્યો છે. સૌથી વધુ તાપીના ડોલવણમાં 5.15 ઇંચ વરસાદ, દાંતામાં 2.5 ઇંચ, ડેડિયાપાડામાં 2.5 ઇંચ, દાંતિવાડામાં સવા 2 ઇંચ, મહુવામાં 2.15 ઇંચ, સરસ્વતીમાં 2.15 ઇંચ, સિદ્ધપુરમાં 2.15 ઇંચ, પોશીનામાં 2 ઇંચ, વાલોડમાં 2 ઇંચ, વાંસદામાં પોણા 2 ઇંચ, માણસામાં પોણા 2 ઇંચ, વઘઈમાં 1.5 ઇંચ, હિમતનગરમાં 1.5 ઇંચ, આહવામાં 1.5 ઇંચ વરસાદ નોંધાયો છે.

આ સાથે પાલનપુરમાં 1.5 ઇંચ, મહુવામાં 1.5 ઇંચ, ચોર્યાસીમાં 1.5 ઇંચ, બાયડમાં 1.5 ઇંચ, સુબિરમાં 1.5 ઇંચ વરસાદ, કોડિનારમાં 1.5 ઇંચ, પ્રાંતિજમાં 1.5 ઇંચ , પલસાણામાં 1.5 ઇંચ, અમિરગઢમાં 1.5 ઇંચ, ઉચ્છલમાં સવા ઇંચ, વ્યારામાં સવા ઇંચ, પારડીમાં સવા ઇંચ, વિજયનગરમાં સવા ઇંચ, ગઢડામાં સવા ઇંચ, માલપુરમાં સવા ઇંચ, ધાનેરામાં સવા ઇંચ, બોટાદમાં સવા ઇંચ, વિજાપુરમાં સવા ઇંચ, કપડવંજમાં સવા ઇંચ વરસાદ થયો છે.

Advertisement

pranshu

Leave a Reply

Your email address will not be published.