જન્મતાની સાથે જ બાળક શા માટે રડે છે ? જાણો તેની સાથે જોડાયેલ વૈજ્ઞાનિક અને પૌરાણિક કારણ

જ્યારે પણ કોઈ બાળક જન્મે છે તો તે તરત જ રડવા લાગે છે. જો તે બાળક ના રડે તો ડોક્ટર કે નર્સ તેને હળવેથી મારીને રડવા પર મજબૂર કરે છે. તેવામાં શું તમે ક્યારેય એવું વિચાર્યું છે કે આખરે જન્મ પછી બાળકનું રડવું આટલું જરૂરી શા માટે છે ? જો બાળક ના રડે તો શું થાય છે ? બધા ડોક્ટર બાળકના રડવાને આટલું મહત્વ કેમ આપે છે ? શું તેનું કારણ વિજ્ઞાન સાથે જોડાયેલું છે કે પછી કોઈ પૌરાણિક કથાની સાથે જોડાયેલ છે ? આજે અમે તમને આ બધા જ સવાલોના જવાબ આપીશું.
આ કારણથી બાળકનું રડવું જરૂરી
જન્મ બાદ બાળકનું રડવું એ વાતનો સંકેત છે કે પ્રજનન પ્રક્રિયા તંદુરસ્ત રીતે થઈ છે. બાળક જેવું રડે છે કે તરત જ તેમનાં ફેફસા શ્વાસ લેવા માટે પૂર્ણ રૂપથી તૈયાર થઈ જાય છે. હકીકતમાં જ્યારે બાળક માતાના ગર્ભમાં હોય છે તો તેમના ફેફસામાં હવાની જગ્યાએ એમ્નિયોટિક દ્રવ ભરેલ હોય છે. તેનું કારણ એ છે કે ગર્ભમાં તે એમ્નિયોટિક સૈક નામની એક થેલીમાં રહે છે. આ થેલી એમ્નિયોટિક દ્રવથી ભરેલી રહે છે. બાળકને બધું જ પોષણ પણ માં ની ગર્ભનાળના માધ્યમથી મળે છે. જ્યારે આ બાળક બહાર આવે છે તો આ ગર્ભનાળને કાપી નાખવામાં આવે છે.
બાળક જેવું માતાના ગર્ભમાંથી બહાર આવે છે કે તરત જ ડોકટર કે નર્સ તેને ઊંધા લટકાવીને તેમના ફેફસાંમાંથી તે એમ્નિયોટિક દ્રવ કાઢે છે. આ દ્રવ બહાર નીકળ્યા બાદ જ બાળકના ફેફસાં શ્વાસ લેવા માટે સંપૂર્ણ રીતે તૈયાર થાય છે. ફેફસાના દરેક ખૂણામાંથી આ દ્રવને કાઢવા માટે બાળકે ઊંડો શ્વાસ લેવો જરૂરી હોય છે. તેથી બાળકને રડાવવામાં આવે છે. રડવાને કારણે તે ઊંડો શ્વાસ લેવા પર મજબૂર થઈ જાય છે. આ પ્રક્રિયાથી ફેફસાની કાર્યાત્મક ઇકાઈ એલ્વિઓલી સુધી હવાના આવવા જવાના બધા જ દ્વાર ખૂલી જાય છે. એકવાર આ દ્રવ બહાર નીકળી જાય તો બાળકના ફેફસામાં હવાનો સંચાર યોગ્ય રીતે થવા લાગે છે અને તે સામાન્ય રીતે શ્વાસ લેવા લાગે છે.
રડવાનું કારણ એક આ પણ છે
માં ની પ્રસવ ક્રિયા તેમની સાથે સાથે બાળક માટે પણ કષ્ટદાયક હોય છે. બાળકને એક ખૂબ જ સાંકડા દ્વારમાંથી બહાર નીકળવાનું હોય છે. માં ના શરીરમાં તે બાળકની દુનિયા અને આસપાસનું વાતાવરણ અલગ હોય છે. બાળક પોતાની અંદર સુરક્ષિત મહેસૂસ કરે છે. ત્યારબાદ તેને જ્યારે માં ના ગર્ભમાંથી બહાર એક નવી દુનિયામાં લાવવામાં આવે છે તો તેનું વાતાવરણ બદલી જાય છે. બાળક ત્યારે પોતાને અસુરક્ષિત મહેસૂસ કરે છે. આ કારણથી પણ તે પોતે રડવાનું શરુ કરી દે છે.
પૌરાણિક માન્યતા
વિષ્ણુ પુરાણ અનુસાર જ્યારે બ્રહ્માજીએ સૃષ્ટિની રચના કરવા માટે સ્વયં જેવો પુત્ર ઉત્પન્ન કરવા પર વિચાર કરે છે તો તેમના ખોળામાં એક વાદળી રંગનું બાળક પ્રગટ થાય છે. આ બાળક રડતા રડતા બ્રહ્માજીનાં ખોળામાં આમ-તેમ દોડવા લાગે છે. જ્યારે બ્રહ્માજી તેનું કારણ પૂછે છે તો તે કહે છે કે, “હું કોણ છું ક્યાં છું ?” તેના પર બ્રહ્માજી કહે છે કે જન્મતાની સાથે જ તે તો રડવાનું શરૂ કરી દીધું. તેથી આજથી તારું નામ રુદ્ર છે. રુદ્રની પહેલા કોઈપણ બાળકે રડવાનું શરૂ કર્યું ના હતું. બસ ત્યારથી જ જન્મ પછી દરેક બાળકને રડવાનો નિયમ બની ગયો.