ઈશાંત શર્મા થી લઈને યુસુફ પઠાન સુધીનાં આ ખેલાડીઓ ફિલ્મોમાં આવી ચુક્યા છે નજર, સલમાન ખાનની ફિલ્મમાં સામેલ હતા

ભારતમાં ક્રિકેટનો એક અલગ જ દરજ્જો છે. ભારતમાં ક્રિકેટની પૂજા કરવામાં આવે છે અને ક્રિકેટરને દેવતાનું સ્થાન આપવામાં આવે છે. ક્રિકેટ દેશમાં બોલિવૂડથી ઓછું નથી. બોલિવૂડ સ્ટાર્સ કરતાં ક્રિકેટરોને વધારે ધ્યાન આપવામાં આવે છે. તેની સાથે તેને ઘણા લોકો ફોલો પણ કરે છે. ક્રિકેટર અને બોલિવૂડનો સંબંધ નવો નથી. બોલિવૂડ અભિનેત્રીઓ શરૂઆતથી જ ક્રિકેટર્સ સાથે અફેર રહ્યા છે, જે જગજાહેર છે. આજે તમને એવા ખેલાડીઓ વિશે જણાવીશું, જેમણે ક્રિકેટની સાથે સાથે ફિલ્મોમાં પણ કામ કર્યું છે.
તેમાં યોગરાજસિંહ અને અજય જાડેજા જેવા ખેલાડીઓનાં નામ આવે છે. તે સિવાય અને ક્રિકેટર ઉપર બોલિવૂડમાં ફિલ્મ પણ બની ચૂકી છે. તેમાં ઈકબાલ, ચેન ખુલી કી મેન ખુલી, ઢીશુમ જેવી અનેક ફિલ્મો છે. આજે તમને એવા ત્રણ ફિલ્મો વિશે જણાવીશું, જેમાં ભારતીય ખેલાડી પોતાના જ પાત્રમાં જોવા મળ્યા છે.
એમ.એસ ધોની ધ અનટોલ્ડ સ્ટોરી માં પુર્વ સિલેક્ટર અને દિગ્ગજ કિરણ મોરે જોવા મળ્યા હતા
ભારતીય ટીમને આઇસીસી ની દરેક ટ્રોફી જીત આવનાર કેપ્ટન મહેન્દ્રસિંહ ધોની ઉપર આ ફિલ્મ બની હતી. આ ફિલ્મ ૨૦૧૬ માં આવી હતી અને તેનું નામ હતું “એમએસ ધોની ધ અનટોલ્ડ સ્ટોરી”. આ ફિલ્મમાં મહેન્દ્ર સિંહ નું પાત્ર સુશાંત સિંહ રાજપૂતે ભજવ્યું હતું. સુશાંત સિંહ રાજપૂતે આખી ફિલ્મમાં જબરદસ્ત કામ કર્યું હતું. આ ફિલ્મની વાર્તા ધોનીનાં બાળપણથી લઈને ૨૦૧૧ માં વર્લ્ડ કપ ફાઇનલ સુધી દર્શાવવામાં આવી હતી.
એમએસ ધોની ધ અનટોલ્ડ સ્ટોરી માં ભારતીય ટીમનાં પુર્વ ખેલાડી અને મુખ્ય પસંદગીકાર કિરણ મોરે એ પસંદગીકાર ની ભૂમિકા ભજવી હતી. જ્યારે કિરણ મોરે પસંદગીકાર હતા ત્યારે મહેન્દ્રસિંહ ધોનીને સૌથી પહેલી વખત ભારતીય ટીમ માં પસંદ કરવામાં આવ્યા હતા. ત્યારબાદ ધોની એ શું કમાલ કર્યું તે દરેકને ખબર છે. તેના પછી ધોની ભારતના સૌથી સફળ કેપ્ટન બની સામે આવ્યા. તેની સાથે તમને જણાવી દઈએ તો આ ફિલ્મનાં ક્લાઇમેક્સ સીન માં ધોની જોવા મળ્યા હતા, જ્યારે ભારતે વર્લ્ડકપ જીત્યો હતો.
મુજસે શાદી કરોગી રોમેન્ટિક કોમેડી ફિલ્મ ૨૦૦૪માં આવી હતી. આ ફિલ્મ તો ક્રિકેટ પર નથી. આ ફિલ્મમાં અક્ષય કુમાર અને સલમાન ખાન સિવાય પ્રિયંકા ચોપડા મુખ્ય પાત્રમાં હતા. આ ફિલ્મના ક્લાઈમેક્સ સીન માં અનેક દિગ્ગજ ભારતીય ટીમ ખેલાડી જોવા મળ્યા હતા. આ ફિલ્મના ક્લાઈમેક્સમાં અભિનેતા સલમાન ખાન ગોવા જવાના હતા, પરંતુ ફિલ્મોમાં તેમના દુશ્મન બની અક્ષય કુમારનો પીછો કરતા તે સ્ટેડિયમ પહોંચી જાય છે.
તમે જણાવી દઈએ તો ફિલ્મ દરમિયાન સ્ટેડિયમમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે મેચ રમવાની હતી. આ સીન દરમિયાન ઘણા ક્રિકેટરો જોવા મળ્યા હતા. નવજોત સિંહ સિંધુ તેમાં કોમેન્ટ્રી કરતા જોવા મળે છે. જ્યારે એકસાથે જવાગલ શ્રીનાથ, પાર્થિવ પટેલ, ઇરફાન પઠાણ, મોહમ્મદ કેફ, હરભજન સિંહ, અને આશિષ નેહરા પ્રેક્ટિસ કરતા જોવા મળે છે. ઘણા ક્રિકેટરો ઉપરાંત ભારતના ભૂતપુર્વ કેપ્ટન કપિલ દેવ મેદાનમાં દેખાયા હતા.
કપિલદેવ કંઈ બોલવાના હોય છે, પરંતુ સલમાન ખાન તેની જોડેથી માઈક લઇ લે છે અને પોતાના પ્રેમ વ્યક્ત કરે છે. આટલા બધા ભારતીય ક્રિકેટરનું આ નાનું પાત્ર દરેક ને પસંદ આવ્યું હતું.
વિકટ્રીમાં જોવા મળ્યા હતા આશિષ નેહરા, હરભજન સિંહ અને રમેશ પવાર
આ ફિલ્મ સિવાય ૨૦૦૯માં આવેલી ફિલ્મ “વિકટ્રી” પણ ક્રિકેટ પર આધારિત બની છે. આ ફિલ્મમાં મુખ્ય પાત્ર હરમન બાવેજા દ્વારા કરવામાં આવ્યું હતું. તે આ ફિલ્મમાં એ ક્રિકેટર બનવા માંગે છે અને ભારતની તરફથી રમતા પણ જોવા મળે છે. આ ફિલ્મમાં તેમના સ્ટ્રગલ અને ક્રિકેટર બનવાના સંઘર્ષને બતાવવામાં આવ્યો છે. આ ફિલ્મમાં માત્ર ભારત જ નહીં વિશ્વભરની ટીમોના મોટા મોટા ખેલાડી જોવા મળ્યા હતા. આ ફિલ્મમાં ભારતના પ્રવિણ કુમાર, દિનેશ કાર્તિક, રમેશ પવાર, પંકજ સિંહ, હરભજન સિંહ, આરપી સિંહ, મનીંદર સિંહ, સુરેશ રૈના, રોહિત શર્મા, આશિષ નેહરા, ઇશાંત શર્મા, યુસુફ પઠાણ વગેરે ખેલાડી જોવા મળ્યા હતા.