ઇશા અંબાણી નાં લગ્નમાં ભોજન પીરસવા લાગ્યા હતા બોલિવૂડ નાં આ સ્ટાર્સ, જાણવા મળ્યું આ કારણ

ઇશા અંબાણી નાં લગ્નમાં ભોજન પીરસવા લાગ્યા હતા બોલિવૂડ નાં આ સ્ટાર્સ, જાણવા મળ્યું આ કારણ

જ્યારે પણ દુનિયામાં સૌથી અમીર લોકો નું લિસ્ટ સામે આવે છે. ત્યારે મુકેશ અંબાણીનું નામ જરૂર હોય છે. ભારત નાં સૌથી અમીર મુકેશ અંબાણી ની અમીરી માટે તે પૂરા દેશમાં ફેમસ છે. માત્ર ભારત જ નહીં પરંતુ એશિયામાં તેમની અમીરી અને બિઝનેસનો ડંકો વાગતો રહે છે.મુકેશ અંબાણીને તેની આલીશાન લાઈફ સ્ટાઇલ માટે ઓળખવામાં આવે છે. જ્યારે પણ તેમના ઘરમાં કોઈ ફંકશન થાય છે તે ખૂબ જ ભવ્ય રૂપમાં હોય છે. મુકેશ અંબાણીની પુત્રી ઇશા અંબાણી નાં લગ્ન ની જ વાત કરી લો આ લગ્ન ૧૨ ડિસેમ્બર ૨૦૧૮ માં થયા હતા. તે દરમિયાન ઈશા પિરામલ ઇન્ડસ્ટ્રીઝ નાં આનંદ પીરામલ જોડે લગ્ન બંધનમાં જોડાઈ હતી.

ઈશા નાં લગ્ન અંબાણી ઘરમાં પહેલા લગ્ન હતા તેવામાં તે ખૂબ જ મોટા રૂપમાં સંપન્ન થયા હતા. આ લગ્નમાં એક થી એક અનેક ફેમસ હસ્તીઓ આવ્યા હતા. ખાસ કરી બોલિવૂડ સ્ટાર બધા આવ્યા હતા. આ લગ્નને જોઈએ એવું લાગી રહ્યું હતું જાણે કોઈ બોલીવુડ એવોર્ડ ચાલી રહ્યો હોય .આ લગ્નમાં ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝ નાં લગભગ દરેક લોકો આવ્યા હતા.

ઇશા અંબાણી નાં લગ્ન માં એક ખાસ ચીજ થઈ હતી. જેને ચાહકોનું ધ્યાન વધારે ખેંચ્યું હતું. આ લગ્નમાં આવેલી એશ્વર્યા રાય થી લઈને શાહરૂખ ખાન સુધી દરેક બોલીવુડ સ્ટારે જાન્યાઓને ભોજન પીરસ્યું હતું. આવી સ્થિતિમાં ઘણા લોકોને મનમાં એવો સવાલ આવ્યો હતો કે, આ અમીર અને ફેમસ સ્ટાર અંબાણીની પુત્રીન નાં લગ્નમાં શા માટે ભોજન પીરસે છે?

ભોજન પીરસવાની વાતને લઈને સોશિયલ મીડિયા પર અનેક જોક પણ બન્યા હતા. આ લગ્નમાં અભિષેક બચ્ચન પોતાની પત્ની એશ્વર્યા રાયની સાથે આવેલા. તે પણ ભોજન પીરસતાં જોવા મળ્યા હતા. આ સીન જોઈને ચાહકોએ અભિષેક બચ્ચનની ખૂબ જ મજાક કરી હતી તેની પર અભિષેક એ “સજ્જન ઘોંટ” રિવાજ વિશે જણાવ્યું હતું.

વાસ્તવમાં ગુજરાતી લગ્નમાં “સજ્જન ઘોંટ” નામનો એક રિવાજ હોય છે. તેમાં છોકરી વાળા છોકરાવાળા ને ભોજન પીરસે છે. બસ આ જ કારણથી ઇશા અંબાણી નાં લગ્ન માં દરેક બોલીવુડ સ્ટાર વેટર બની ભોજન પીરસતા જોવા મળ્યા હતા. આ એક રિવાજ હતો જેમાં કોઈ શરમની વાત નથી. તે એક રીતે માન સન્માનની વાત પણ છે.જણાવીએ તો મુકેશ અંબાણીએ પોતાની પુત્રીનાં લગ્નમાં કોઈ પણ કસર છોડી ન હતી. તેમણે લગ્નમાં પાણીની જેમ પૈસા વાપર્યા છે. આ લગ્ન અંબાણી નાં આલિશાન ઘર એન્ટિલિયા માં થયા હતા.

pranshu

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *