ઈન્સ્ટન ગ્લો મેળવવા માટે ચહેરા પર લગાવો પપૈયા ની છાલ અને લીંબુનો ફેઈસપેક

લીંબુ અને પપૈયુ ત્વચા માટે ફાયદાકારક ગણવામાં આવે છે. અને તેનો ઉપયોગ કરવાથી ત્વચામાં નિખાર આવી શકે છે. પાર્લર ગયા વગર જ ઈન્સ્ટન ગ્લો મેળવી શકાય છે. પપૈયાની છાલ અને લીંબુ નો ફેઈસ પેક તમે સરળતાથી ઘરે જ બનાવી શકો છો. તો ચાલો જાણીએ કેટલાક ફેઈસ માસ્ક વિશે. જે ત્વચા માટે ગુણકારી ગણવામાં આવે છે.
ગૌરી ત્વચા મેળવવા માટેનું ફેઈસ માસ્ક
લીંબુ અને પપૈયા નું ફેઈસ માસ્ક બનાવવા માટે તમારે પપૈયાની છાલ નો પાવડર અને પાણીની જરૂર પડે છે. પપૈયાની છાલ તૈયાર કરવા માટે પપૈયા ને તડકામાં સુકાવી તેનો પાવડર તૈયાર કરવો.હવે એક વાસણમાં પાવડર અને થોડું પપૈયું અને થોડું પાણી મિક્સ કરીને સારી રીતે મિક્સ કરવું. આ મિશ્રણને ચહેરા પર ૨૦ મિનિટ સુધી રહેવા દેવું ત્યાર બાદ ઠંડા પાણીથી ચહેરો સાફ કરી લેવો. આ ફેઈસ પેક લગાવવાથી ચહેરા પર નીખાર આવશે અને ચહેરાની ડાર્ક નેસ દુર થશે.
ખીલ માટે નું ફેઇસ માસ્ક
ખીલ થવા પર ફેસ માસ્ક ચહેરા પર લગાવવું. લીંબુ અને પપૈયુ તેમાં ખૂબ જ લાભકારી સાબિત થાય છે. તેના માટે લીંબુ નો રસ મધ અને પપૈયાની છાલ નો પાવડર અને પાણીની જરૂર પડે છે. એક વાસણ માં પપૈયાની છાલ નો પાઉડર, મધ અને લીંબુનો રસ મિક્સ કરો અને તેને સારી રીતે તૈયાર કરીને ચહેરા પર લગાવીને ૨૦ મિનિટ સુધી રહેવા દો. ત્યાર બાદ ઠંડા પાણીથી ચહેરો સાફ કરવો. આ પેક લગાવવાથી ચહેરા પરના ખીલ માં રાહત થાય છે. અને તેના નિશાન પણ દૂર થાય છે. સાથે જ ચહેરાની રંગત પણ સાફ થાય છે.જોકે લીંબુ નાં રસ નાં ઉપયોગ થી ચહેરા પર નાં દાગ-ધબ્બા દૂર થાય છે. તેનાથી સાથેજ ચહેરાની રંગત પણ નિખારે છે. લીંબુ લગાવવાથી ડાર્કનેસ પણ દૂર થાય છે અને ચહેરાની ત્વચા ચમકદાર બને છે. તેમ જ પપૈયામાં વિટામીન-એ હોય છે જે સ્કિનને રીપેર કરવાનું કામ કરે છે.
કરચલીઓ થશે દૂર
કરચલી થવા પર આ ફેઈસ માસ્ક થી રાહત થાય છે. આ માસ્ક તૈયાર કરવા માટે પપૈયાની છાલ નો પાવડર, એલોવેરા જેલ અને હળદર ની જરૂર પડે છે સૌથી પહેલા એક વાસણ માં દરેક વસ્તુ મિક્સ કરીને તેને ચહેરા પર લગાવો. સુકાયા બાદ પાણી ની મદદથી તેને સાફ કરો. પપૈયાની છાલનો પાઉડર લાઈટિંગ એજન્ટ તરીકે કામ કરે છે. તેને ચહેરા પર લગાવવાથી કરચલીઓ દૂર થાય છે. આ ફેઈસ પેક અઠવાડિયામાં બે વાર લગાવવાથી ચહેરા પરની કરચલીઓ ઓછી થવા લાગે છે.
અજમાવો આ ફેઈસ પેક
ચહેરા અને ગરદન પર રોજ લીંબુનો રસ લગાવવાથી ફાયદો થાય છે. રોજ સૂતા પહેલા લીંબુનો રસ લગાવવાથી રંગત સાફ થાય છે. અને ચહેરા પર દરેક સમયે ગ્લો રહે છે. પપૈયાને ચહેરા પર લગાવવાથી ચહેરો મુલાયમ બને છે. અને ડ્રાયનેસ દૂર થાય છે. પપૈયાને ફક્ત ૧૫ મિનિટ સુધીજ ચહેરા પર લગાવવું.