ઇન્ડસ્ટ્રી છોડીને સાધ્વી બની આ અભિનેત્રી, આ સંબંધોનાં કારણે મળતી હતી ફિલ્મો

ઇન્ડસ્ટ્રી છોડીને સાધ્વી બની આ અભિનેત્રી, આ સંબંધોનાં કારણે મળતી હતી ફિલ્મો

એક સમયમાં બોલ્ડ એક્ટ્રેસ રહેલી મમતા કુલકર્ણી એ ૧૯૯૧માં પોતાના કરીયર ની શરૂઆત તામિલ ફિલ્મ નનબરગલ થી કરી હતી. ૧૯૯૨માં આવેલી ફિલ્મ તિરંગા થી તેમણે બોલિવૂડમાં પોતાના કરિયર ની શરૂઆત કરી હતી. ત્યારબાદ આવેલી ફિલ્મ આશિક આવારા થી તે સ્ટાર બની ગઇ. પરંતુ એ વાતનો કોઈને ખ્યાલ નહતો કે, આ અભિનેત્રી આ રીતે સાધ્વી બની જશે.

Advertisement

મમતા કુલકર્ણી નો જન્મ ૨૦ એપ્રિલ ૧૯૭૨ માં મુંબઈમાં થયો હતો. એક સમયે બોલિવૂડ ઈન્ડસ્ટ્રી માં સેક્સ સિમ્બોલ તરીકે તેને ઓળખવામાં આવતી હતી. આજે તે શું કરી રહી છે તે જાણવામાં તમારી દિલચસ્પી હશે. મમતાએ પોતાના ફિલ્મ કારકિર્દીમાં ‘વક્ત હમારા હૈ, ક્રાંતિવીર, કરણ અર્જુન, બાજી જેવી ફિલ્મોમાં કામ કર્યું છે. રાજકુમાર અને નાના પાટેકર ની ફિલ્મ તિરંગા થી કરિયર ની શરૂઆત કરનાર મમતા કુલકર્ણી એ તે સમય લગભગ દરેક મોટા અભિનેતાઓ સાથે કામ કર્યું છે.

મમતા પોતાની ફિલ્મ કારકિર્દીમાં વધારે વિવાદોને લીધે ચર્ચામાં રહી છે. મમતા તે સમયે વધારે વિવાદ માં આવી હતી. જ્યારે તેમણે વર્ષ ૧૯૯૩માં સ્ટારડસ્ટ મેગેઝિનમાં ટોપલેસ ફોટોશૂટ કરાવ્યું હતું. ત્યારબાદ તેમની ઉપર ૧૫ હજારનો દંડ લાગ્યો હતો. આ ફોટોશૂટ ખૂબ જ ચર્ચામાં રહ્યું હતું. તેની કોપીઓ બ્લેકમાં વેચાતી હતી. મમતા હિન્દી જગતની એ અભિનેત્રી હતી. જે પોતાના બોલ્ડ નેસ થી ફિલ્મ ઈન્ડસ્ટ્રી માં જાણીતી હતી.ખબર પ્રમાણે મમતાએ દુબઈમાં રહેતા વિકી ગોસ્વામી જોડે લગ્ન કર્યા હતા. પરંતુ મમતાએ હંમેશા તેને આફવા કહ્યું હતું. મમતા દસ વર્ષ સુધી વિકી સાથે દુબઈમાં રહી છે. અને તેણે પોતાના પતિ સાથે ખરાબ કામ પણ કર્યા છે.

વર્ષ ૨૦૧૬ માં મમતા કુલકર્ણી અને તેમના પતિ વિકી ગોસ્વામી ને પોલીસે કેન્યા એરપોર્ટ પર પકડ્યા હતા. ત્યારબાદ તેમને છોડી મૂકવામાં આવ્યા હતા. એ પણ વાત થઈ રહી છે કે મમતા કુલકર્ણી નો સંબંધ છોટા રાજન સાથે પણ હતો.રિપોર્ટ અનુસાર માનીએ તો તેમને અનેક ફિલ્મો આ સબંધો નાં લીધે મળી હતી. ક્યારેક પોતાના ગ્લેમરસ અને બોલ્ડ અંદાજમાં ચર્ચામાં રહેતી મમતા આજે સાધવી બની ગઈ છે.

તેમણે ઓટોબાયોગ્રાફી ઓફ એન યોગીન નામની એક બુક લખી હતી. અત્યારે તે ફિલ્મ ઈન્ડસ્ટ્રી થી દૂર જતી રહી છે. તેમનો દેખાવ પહેલાથી પણ ઘણો બદલાઈ ગયો છે. ફિલ્મોથી દૂર જવાનું કારણ મમતાએ કહ્યું કે, કેટલાક લોકો દુનિયા ના કામ માટે પેદા થયા છે અને હું ઈશ્વર માટે જન્મી છું.

Advertisement

pranshu

Leave a Reply

Your email address will not be published.