ઈંડા શાકાહારી છે કે માંસાહારી ખુલી ગયું તેનું રહસ્ય, વિજ્ઞાનીકોએ આપ્યો તેનો જવાબ

મિત્રો એ વાત તો તમે લોકો એ પણ સાંભળી જ હશે કે પહેલા ઈંડુ આવ્યું કે મરઘી. ઈંડા માંસાહારી છે કે શાકાહારી. ઈંડા મરઘી આપે છે તો તે માંસાહારી જ થયાં. આપણી દુનિયામાં એવા ઘણા સવાલો છે જેમનો જવાબ હજી સુધી મળી શક્યો નથી. હંમેશાથી જ આ સવાલ ચર્ચામાં રહે છે અને આ દુનિયામાં તેને લઇને અલગ-અલગ વિચારો પણ મળી આવે છે. પરંતુ જો આપણે સાયન્સની વાત કરીએ તો તેનો જવાબ વૈજ્ઞાનિકોએ શોધી કાઢ્યો છે.
વૈજ્ઞાનિકો દ્વારા ઈંડા શાકાહારી છે કે માંસાહારી આ સવાલ પર પૂર્ણવિરામ લગાવી ચૂક્યા છે. એ વાત અલગ છે કે અમુક વ્યક્તિઓ આ વાત પર વધારે ધ્યાન આપતા નથી. પરંતુ અમે અહીંયા ફક્ત સાયન્ટિફિક વાત કરી રહ્યા છીએ. આજે અમે તમને આ લેખના માધ્યમથી આ વિષયમાં જાણકારી આપવા જઈ રહ્યાં છીએ. તો ચાલો જાણીએ ઈંડા શાકાહારી છે કે માંસાહારી.
તમે લોકોએ એવું જોયું હશે કે જે વ્યક્તિઓ શાકાહારી હોય છે તે ઈંડાને માંસાહારી જણાવીને ખાતા નથી. તેમનું એવું કહેવું હોય છે કે ઈંડા મરઘી માંથી આવે છે અને મરઘી માસાહારી હોય છે તો તેમના દ્વારા આપવામાં આવેલ આ ઈંડા પણ માંસાહારી જ હોય છે. પરંતુ જો આપણે સાયન્સના અનુસાર જોઈએ તો સાયન્સ કહે છે કે દૂધ પણ પ્રાણીમાંથી જ નીકળે છે તો દૂધને આપણે શાકાહારી કઈ રીતે કહી શકીએ.
મોટાભાગના લોકોનું એવું પણ કહેવું છે કે ઈંડામાંથી બચ્ચા બહાર નીકળે છે પરંતુ જો તમે આ કારણને લીધે ઈંડાને માસાહારી જણાવો છો તો તમારી જાણકારી માટે જણાવી દઈએ કે માર્કેટમાં મળનાર મોટાભાગના ઈંડા અનફર્ટિલાઇઝડ હોય છે. તેનો સીધો મતલબ એવો થાય છે કે એ ઈંડા માંથી ચૂજે બહાર આવી શકતી નથી. આ ખોટી ધારણાને દૂર કરવા માટે વૈજ્ઞાનિકોએ સાયન્સ દ્વારા આ સવાલનો જવાબ આપવાની કોશિશ કરી છે. તેમના અનુસાર ઈંડા શાકાહારી છે. તમને જણાવી દઈએ કે ઈંડામાં 3 લેયર હોય છે. પ્રથમ છાલ, બીજું સફેદ અને ત્રીજું ઈંડાની જરદી.
તમને જણાવી દઈએ કે ઈંડાની ઉપર કરવામાં આવેલ એક અધ્યયનના અનુસાર ઈંડાની સફેદીમાં ફક્ત પ્રોટીન મળી આવે છે. તેની અંદર પ્રાણીનો કોઈપણ ભાગ હાજર હોતો નથી. તો તેવામાં ઈંડાની સફેદી શાકાહારી હોય છે. તમને જણાવી દઈએ કે ઇંડાની જરદી એગ વાઈટની જેમ જ તેમાં પ્રોટીનની સાથે સૌથી વધારે કોલેસ્ટ્રોલ અને ફેટ મળી આવે છે. મરઘો અને મરઘીના સંપર્કમાં આવવાથી બને છે અને તેનામાં ગાઇમિત સેલ્સ હાજર હોય છે. જેના કારણે તે માંસાહારી બને છે.
તમારી જાણકારી માટે જણાવી દઈએ કે મરઘી જ્યારે છ મહિનાની થઈ જાય છે તો દરરોજ અથવા તો દોઢ દિવસે ઈંડા આપે છે. પરંતુ મરઘીએ ઈંડા આપવા માટે એવું જરૂરી નથી કે તે મરઘાના સંપર્કમાં આવે. આ ઈંડાને જ અનફર્ટિલાઇઝડ ઈંડા કહેવામાં આવે છે. વિજ્ઞાનીકોનો એવો દાવો છે કે આ ઈંડાઓ માંથી ક્યારેય પણ ચુજે બહાર નીકળી શકતી નથી. જો આ સ્થિતિમાં પણ તમે ઈંડાને માંસાહારી સમજો છો તો આ વિચારને તમારા મનમાંથી બિલકુલ કાઢી નાખવો જોઈએ કારણ કે ઈંડા શાકાહારી જ હોય છે.