ઇમ્યુનિટી કમજોર નહીં પડવા દે ખજૂર, શરદી ઉધરસ માં પણ કરે છે રક્ષા જાણો તેના લાભો

ઇમ્યુનિટી કમજોર નહીં પડવા દે ખજૂર, શરદી ઉધરસ માં પણ કરે છે રક્ષા જાણો તેના લાભો

ખજૂર સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક ગણવામાં આવે છે. અને તેનું સેવન કરવાથી ઘણા પ્રકારના રોગો મીનીટો મજ ગાયબ થઈ જાય છે. ખજૂર નો સ્વાદ ખૂબ જ મીઠો હોય છે અને તે દેખાવે લાલ અને ભૂરા રંગનું હોય છે. જે લોકો નિયમિત રૂપથી તેનું સેવન કરે છે. તેની ઇમ્યુનિટી સિસ્ટમ મજબૂત બને છે. અને ગંભીર રોગોથી રાહત મળી શકે છે. ખજૂરનું સેવન કરવાથી આ પ્રકાર નાં લાભ પ્રાપ્ત થાય છે.

ખજૂર ખાવાથી થતા ફાયદાઓ

લો બ્લડપ્રેશર થશે દૂર

જે લોકોને લો બ્લડપ્રેશરની સમસ્યા છે. તેમણે પોતાની ડાયટમાં ખજૂર નો સમાવેશ જરૂર કરવો. ખજુર ખાવાથી લો બ્લડપ્રેશર થતું નથી. જ્યારે પણ લો બ્લડપ્રેશર મહેસૂસ થાય ત્યારે ત્રણ ચાર ખજૂરને ગરમ પાણીમાં ધોઈ ને તેની ધોઈ તેના ઠળિયા કાઢી ત્યારબાદ ગરમ દૂધમાં તેને ઉકાળી તેનું સેવન કરવું. સવારે અથવા સાંજે આ દૂધનું સેવન કરવાથી બ્લડ પ્રેશર માંથી મુક્તિ મળે છે.

પાચનશક્તિને કરે છે મજબૂત

જે લોકોનું પેટ હંમેશા ખરાબ રહેતું હોય અને ભોજન બરાબર પચતું ન હોય તેમણે ખજૂરનું સેવન જરૂર કરવું જોઈએ. ખજૂર નાં સેવનથી ભોજન પચવા લાગે છે અને ડાયજેશન સારું રહે છે. દિવસમાં એક બે ખજૂર ખાવાથી પેટ સાથે જોડાયેલી સમસ્યાઓ દૂર થાય છે.

ઇમ્યુનિટી વધારે છે

ઇમ્યુનિટી બરાબર હોય તો ઘણા પ્રકાર નાં રોગોથી શરીરની રક્ષા થાય છે. કોરોના થી બચવા માટે એ ખૂબ જરૂરી છે કે તમારી રોગપ્રતિકારક ક્ષમતા મજબૂત હોય. રોગ પ્રતિરોધક ક્ષમતા મજબૂત કરવા માટે ખજૂરનું સેવન ફાયદાકારક સાબિત થાય છે. ખજૂરને દૂધમાં ઉકાળીને ખાવાથી ઇમ્યુનિટી બુસ્ટ થાય છે. એક ગ્લાસ દૂધમાં બે-ત્રણ ખજૂર મિક્સ કરી ને તેનું રોજ સેવન કરવું.

લોહી ને વધારે છે

શરીરમાં લોહીની ઉણપ પર ખજૂર ખાવો ગુણકારી ગણાય છે. તેને ખાવાથી લોહીની કમી દૂર થાય છે અને લોહીની કમી દૂર કરવા માટે દિવસમાં બે વાર ખજૂર વાળા દૂધનું સેવન કરવું.

શરદી ઉધરસ ને કરે છે દૂર

શરદી ઉધરસ દુર કરવા માટે ખજૂર સહાયક સાબિત થાય છે. અને તેનું સેવન કરવાથી શરદી ઉધરસ દુર થાય છે શરદી ઉધરસ થવા પર બસ એક ગ્લાસ દૂધમાં પાંચ ખજૂર અને પાંચ કાળા મરી અને એક ઈલાયચી નાખીને તે દૂધને સારી રીતે ઉકાળવું. ત્યારબાદ રાતના સૂતા પહેલા તેનું સેવન કરવું. આ દૂધ પીવાથી શરદી ઉધરસમાં તરત જ આરામ મળે છે. તમે ઈચ્છો તો ખજૂરને ઘી સાથે પણ ખાઈ શકો છો એક વાસણમાં થોડું ઘી નાખી તેને ગરમ કરી અને તેની અંદર ખજૂર નાખી સારી રીતે મિક્સ કરવું દિવસમાં ત્રણ વાર તેનું સેવન કરવું. ઘી સાથે સાથે ખજૂર ખાવાથી પણ શરદીમાં રાહત મળે છે.

વજન વધારવામાં મદદરૂપ

જે લોકો પોતાનું વજન વધારવા ઇચ્છતા હોય તેઓએ ખજુર નું સેવન શરૂ કરવું. રોજ ખજૂરનું સેવન કરવાથી વજન વધવા લાગે છે. સાથે જ શરીર ની કમજોરી પણ દૂર થાય છે. ખજૂરનું સેવન દૂધ સાથે કરવાથી થાક પણ લાગતો નથી.

આ લોકોએ ન કરવું ખજૂરનું સેવન

  • ખજૂર સ્વાસ્થ્ય માટે ઉત્તમ ગણવામાં આવે છે તેનું સેવન વધારે કરવાથી શુગર ની બીમારી થવાની શક્યતા રહે છે.
  • જે લોકોને શુગર ની પ્રોબ્લેમ છે તેમને ખજુર નું સેવન કરવું નહીં.
  • ખજૂર ની તાસીર ગરમ હોય છે તેનું વધારે પ્રમાણમાં સેવન કરવાથી શરીરમાં ગરમી થઈ શકે છે.
  •  જે મહિલાઓ પ્રેગનેટ હોય તેઓએ નવમા મહિના પર જ તેનું સેવન કરવું જોઇએ તે પહેલા તેનું સેવન કરવું જોઇએ નહીં.
  • હાઇબ્લડપ્રેશર થવા પર ખજૂર નું સેવન કરવું નહી.

pranshu

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *