ખુરશી પર બેસતી વખતે ક્યાંક તમે તો નથી કરતાને આ ભૂલ, થશે ગંભીર નુકસાન

ઓફિસમાં કામ કરતા લોકો ખુબ સારી રીતે જાણે છે કે લાંબા સમય સુધી એક જગ્યાએ બેસી રહેવાથી અનેક સમસ્યા થાય છે. તમે એક જ જગ્યાએ 8 થી 9 કલાક બેસી શકતા નથી. એક જ જગ્યા પર બેસવાથી અનેક તકલીફો શરૂ થઇ જાય છે. લોકડાઉન બાદ મોટા ભાગના લોકો ઘરેથી ઓફિસનું કામ કરી રહ્યા છે. લાંબા સમય સુધી બેસતા હોય તેઓએ ખાસ ખુરશી પર કેવી રીતે બેસવું તે સમજવું જોઈએ. જેઓ આની અવગણના કરે છે તેમના સ્વાસ્થ્યને મોટું નુકસાન થઈ શકે છે.

કોઈ વ્યક્તિ માટે ઓફિસનું કામ કરવા માટે આરામદાયક ઝોનમાં રહેવું ખૂબ જ મહત્વપૂર્ણ છે. તેથી ટૂંક સમયમાં તમારા માટે વર્ક ફ્રેન્ડલી ખુરશીની વ્યવસ્થા કરો. કલાકો સુધી બેસતા હો તે ખુરશી આરામદાયક હોવી જોઇએ નહીંતો ખરાબ રીતે બેસવાથી પીઠનો દુખાવો થઈ શકે છે. લાંબા કલાકો સુધી એક જ જગ્યાએ બેસવા માટે આરામદાયક ખુરશી રાખવી ખૂબ જ મહત્વપૂર્ણ છે. આવા કાર્ય માટે આપણે લાકડાની અથવા પ્લાસ્ટિકની ખુરશીને બદલે ફ્લેક્સીબલ ખુરશીનો ઉપયોગ કરવો જોઈએ.

આવી ખુરશીના ત્રણ મહત્વપૂર્ણ ભાગ હોય છે જેને રોલરબ્લેડ સ્ટાઇલ કેસ્ટર, કમ્ફર્ટેબલ સીટ, વોટરફોલ સીટ કહેવામાં આવે છે. આ ખુરશીની સૌથી અગત્યની બાબત એ છે કે તમે તેને 140 થી 150 ડિગ્રી સુધી સરળતાથી ફેરવી શકો છો. આનાથી શરીરને ઘણી હળવાશ મળશે.

ખુરશી પર બેસવાની સાચી રીત શું છે?
ખુરશી પર બેસતી વખતે કરોડરજ્જુ સીધી રાખો. બંને પગ હંમેશાં જમીન પર રાખો. ઘણીવાર લોકો ખુરશીની ઉચાઈમાં વધારો કરે છે અને પગને હવામાં લટકાવે છે, જે બરાબર નથી. હવામાં પગ લટકાવવાથી કમરના હાકડા પર દબાણ પડે છે, જેનાથી ઘૂંટણ અને પગમાં દુખાવો થાય છે.

સ્ક્રીનને ખુબજ નજીકથી જોવાથી આંખો પર પણ ખરાબ અસર પડે છે. આથી થોડા થોડા સમયે ખુરશી છોડી બહાર એક લટાર મારી આવો. શરીરને થોડુ રિલેક્સ કરો.