આ 10 મંત્રો ના જાપ કરશો તો હનુમાનજી પુરી કરશે બધી મનોકામના…

કહેવાય છે કે આ કળિયુગમ હનુમાનજી જ બધા લોકોનો બેડો પાર કરી શકે તેમ છે. આથી જ કહેવાય છે કે જેના પર હનુમાનજીની કૃપા દ્રષ્ટિ થઈ તેના પરથી દરેક આપત્તિ દુર થઈ. હનુમાનજીનું નામ લેવા માત્રથી ભૂત, પિશાચ દુર ભાગે છે.

તેના પર કોઈ સંકટ આવે તો ટળી જાય છે. રોગ, આધી-વ્યાધી અને ઉપાધી દુર જાય છે. કળીયુગના હનુમાનજી જ સ્થિર ભગવાન છે. હનુમાનજીની નિરંતર ભક્તિ કરવાથી રોગ, શોક, કોર્ટના ધક્કા, મારણ, સંમોહન, ઘટના-દુર્ઘટના મંગલ દોષ, કર્જ માંથી મુક્તિ વગેરે સમસ્યા દુર થઈ જાય છે.

એવું કહેવાય છે કે મંગલવાર નો દુવાસ ખુબ શુભ અને પવિત્ર હોય છે. આ દિવસે હનુમાનજીના મંદિરમાં ખુબ જ ભીડ રહે છે. આવું પણ માનવામાં આવે છે કે મંગળવારે હનુમાનજી પોતાના ભક્તો તરફ કૃપા દ્રષ્ટિ કરે છે આથી જ મંગળવારે હનુમાનજીના મંદિરે ખુબ ભીડ જોવા મળે છે. આમ હનુમાનજીના થોડાક એવા મંત્ર છે જેનો જાપ કરવાથી હનુમાનજીની કૃપા જલ્દી પ્રાપ્ત થાય છે.

સંપત્તિથો જોડાયેલી સમસ્યા :
જો તમારા જીવનમાં સંપત્તિથી જોડાયેલ કોઈ સમસ્યા છે તો તમારે મંગળવારના દિવસે હનુમાનજીના મંદિર પર જઈ ઉભા ઉભા હનુમાન ચાલીસના પાઠ કરવા જોઈએ. આ સાથે હનુમાનજીને ગુડ્ડીના લાડવાનો પ્રસાદ પણ ધરાવો જોઈએ. અમુક નિશ્ચિત સંખ્યામાં મંત્રનો જાપ કરવો, હનુમાનજીની સામે બેસીને વિશેષ મંત્ર ‘ઓમ મારકાય નમઃ’ મંત્રનો જાપ કરવો. આ મંત્રનો જાપ સતત 9 મંગળવાર સુધી જાપ કરવો.

નૌકરી કે રોજગારની સમસ્યા :
જો તમને નૌકારીને લગતી કોઈ સમસ્યા હોય તો તમારે મંગળવારે હનુમાનજીના મંદિરે જઈ અમુક નિશ્ચિત સંખ્યામાં ‘ઓમ પીન્ગાક્ષાય નમઃ’ મંત્રનો જાપ કરવો. મંગળવારે હનુમાનજીને 9 ગુડ્ડીના લાડવાનો ભોગ ધરવો. ત્યાર પછી તમારી જે કાઈ પણ સમસ્યા હોય તેને પીપળાના પાનમાં લખીને હનુમાનજીના ચરણમાં મૂકી દેવી. આમ 9 મંગળવાર સુધી આ પ્રક્રિયા કરવી.

માન-સમ્માન મેળવવા માટે :
સતત 9 મંગળવાર સુધી અમુક નિશ્ચિત સંખ્યામાં હનુમાનજી સમક્ષ ‘ઓમ વ્યાપકાય નમઃ’ મંત્રનો જાપ કરવો જોઈએ. તેમજ શ્રીરામ અને હનુમાનજી સામે પ્રણામ કરવા જોઈએ. હનુમાનજી સામે માન-સમ્માન અને યશ પ્રાપ્તિની પ્રાર્થના કરવી જોઈએ.

આમ જો તમારા જીવનમાં આ સિવાય કોઈ સમસ્યા હોય તો તેના માટે પણ ઘણા મંત્રો આપેલા છે. આમ જીવનની દરેક સમસ્યાને દુર કરવા માટે તેમજ સંકટ દુર કરવામાં નીચે બીજા મંત્રો પણ આપેલા છે. તેનો પણ જાપ કરવો જોઈએ.
પહેલો મંત્ર – ઓમ તેજસે નમઃ
બીજો મંત્ર – ઓમ પ્રસંનાત્મને નમઃ
ત્રીજો મંત્ર – શુરાય નમઃ
ચોથો મંત્ર – ઓમ શાંતાય નમઃ

પાંચમો મંત્ર – ઓમ મારુતાત્મજાય નમઃ
છઠ્ઠો મંત્ર – ઓમ હં હનુમતે નમઃ
આમ મંગળવારે હનુમાનજીના મંદિરે સાંજે આ મંત્રોનો ઓછામાં ઓછા 108 વખત જાપ કરવા જોઈએ અથવા તો તમારી ક્ષમતા હોય તેટલા જાપ પણ કરી શકાય છે. આમ આ મંત્રોનો જાપ કરવાથી તમારી દરેક સમસ્યા દુર થઈ જશે.
