જો સુતા સમયે મોઢા માંથી નીકળે છે લાર અથવા પાણી જેવું દ્રવ્ય, તો થઇ જાજો સાવધાન! હોઈ શકે છે આ ગંભીર બીમારી

જો સુતા સમયે મોઢા માંથી નીકળે છે લાર અથવા પાણી જેવું દ્રવ્ય, તો થઇ જાજો સાવધાન! હોઈ શકે છે આ ગંભીર બીમારી

મિત્રો, ઘણીવાર તમે જોયુ હશે કે જ્યારે આપણે સવારે ઊંઘમાંથી જાગીએ છીએ ત્યારે આપણા મોઢા પર સુકા સફેદ રંગનો ડાઘ જોવા મળે છે. આ સફેદ દાગ રાત્રીના સમયે તમારા મોઢામાથી જે લાળ નીકળતી હોય છે તેનો હોય છે. જો કે સૂતા સમયે મોઢા માંથી લાળ નીકળવી એ સામાન્ય વાત છે પરંતુ, અમુક સમયે તે ગંભીર રોગની નિશાની પણ સાબિત થઈ શકે છે.

ચાલો, આપણે જાણીએ કે તમારી ઉંઘ અને લાળ વચ્ચે શુ સંબંધ છે. મોટાભાગે આ સમસ્યા બાળકોમા વધુ પડતી જોવા મળે છે. તબીબી ક્ષેત્રમા આ લાળ ના પ્રવાહ ની પ્રક્રિયાને ‘સિલોરીઆ‘ તરીકે ઓળખવામા આવે છે, જે મોટા ભાગના બાળકોમા જોવા મળે છે. મોઢા માંથી લાળ ઉત્પન્ન થવા માટે શરીરના અનેકવિધ પરિબળો જવાબદાર છે, જે સૂવાના સમયે લાળ વધારે ઉત્પન્ન કરે છે.

દિવસના સમયમા આપણે મોઢાની લાળ ગળી જતા હોઈએ છીએ.પરંતુ, જ્યારે આપણે ઊંઘમા હોઈએ છીએ ત્યારે આપણી નસો ખૂબ જ શિથિલ થઈ જાય છે જેના કારણે લાળ સીધી મોંઢા માંથી બહાર આવવા લાગે છે. મોઢામાંથી નીકળતી આ લાળ અમુક સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓ સૂચવી શકે છે. તો ચાલો આજે અમે તમને અમુક ગંભીર સમસ્યાઓથી પરિચિત કરાવીએ જે આ લાળના કારણે થઈ શકે.

એલર્જી :

જો તમને નાક સાથે સંકળાયેલી કોઈપણ પ્રકારની એલર્જી છે તો તે આ લાળના કારણે હોય શકે છે.

એસિડિટી અથવા ગેસની સમસ્યા :

સંશોધન અનુસાર પેટમા ગેસની સમસ્યા એસિડ રિફ્લક્સ એપિસોડના કારણે થાય છે. જે તમારા શરીરમાં અન્નનળીને ઉત્તેજિત કરે છે અને શરીરમા વધુ પડતી લાળ બનાવવામા સહાયરૂપ બને છે.

સાઇનસ ચેપ :

જે લોકોને ઉપલા શ્વસન માર્ગમા ચેપી બીમારી હોય છે તેમને શ્વાસ લેવામા અથવા કોઈપણ વસ્તુ ગળી જવામા પણ સમસ્યા ઉદભવે છે. આવી સમસ્યાઓમા લાળ એકત્રિત થવાના કારણે મોઢામાંથી લાળ વહેવા લાગે છે. વળી, અમુક સમયે ફલૂના કારણે નાક પણ બંધ થઈ જાય છે એટલે આવી સ્થિતિમા તમારા મોઢામાંથી લાળ વહેવાનુ શરૂ થાય છે.

ટોસિલાઈટીસ :

ટેન્સિલ ગ્રંથીઓ એ આપણા ગળામા હોય છે. જેમા ઘણીવાર કાકડા ના સોજાની સમસ્યા ઉદભવી શકે છે. સોજો થવાના કારણે ગળાનો માર્ગ સાંકડો થઈ જાય છે અને તેના કારણે લાળ ગળામાંથી બહાર નીકળી શકતી નથી અને મોઢામાંથી વહેવા લાગે છે.

ડ્રગ્સ અને કેમિકલ્સ :

જે લોકો કોઈપણ પ્રકાર ની મેડીસીન નુ વધુ પડતુ સેવન કરે છે અથવા જેમને નશો કરવાની આદત હોય છે તેમના શરીરમા લાળની પ્રક્રિયા ખૂબ જ ઝડપ થી થાય છે જેના કારણે આવા લોકો લાળની સમસ્યા થી વધુ પડતા પીડાય છે.

pranshu

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *