હનુમાન જયંતિ પર બની રહીયા છે આ શુભ યોગ, આ કામ કરવાથી દૂર થશે દરેક પરેશાની

ચૈત્ર મહિનાની શુક્લ પક્ષની ચૌદશ ની તિથી નાં હનુમાનજીનો જન્મ થયો હતો. આ તિથી ને હનુમાન જયંતી તરીકે ઉજવવામાં આવે છે. આ વર્ષે ૨૭ એપ્રિલ નાં હનુમાન જયંતિ આવી રહી છે. હનુમાન જયંતી નાં દિવસે બજરંગ બલી ની પૂજા કરવાથી તેમના વિશેષ આશીર્વાદ પ્રાપ્ત થાય છે અને દુઃખનો નાશ થાય છે. હનુમાન જયંતીનાં દિવસે તેમની વિશેષ પૂજા કરવાથી દરેક મનોકામના પૂર્ણ થાય છે.
બની રહ્યો છે આ શુભ યોગ
આ વખતે હનુમાન જયંતી પર ઘણા શુભ યોગ અને શુભ મહુર્ત બની રહ્યા છે. હનુમાન જયંતિ પર વ્યતિપાત યોગ અને સિદ્ધિયોગ બની રહ્યા છે. સિદ્ધિ યોગ સાંજના ૮ કલાક ને ૩મિનિટ સુધી રહેશે. ત્યારબાદ વ્યતિપાત યોગ લાગશે. તે દરમ્યાન હનુમાનજીની પૂજા કરવાથી ઉત્તમ ફળ પ્રદાન થશે. જે લોકોને આ દિવસે હનુમાનજીની પૂજા કરે છે તેમની રક્ષા અને તેમના દરેક કષ્ટ હનુમાનજી દૂર કરે છે. તેમજ હનુમાનજીની પૂજા ઉપરાંત નીચે જણાવેલા આ ઉપાયો પણ આ દિવસે જરૂર કરવા.
કરો આ ખાસ ઉપાય
હનુમાન ચાલીસા નાં પાઠ
હનુમાન જયંતી નાં દિવસે હનુમાન ચાલીસા નાં પાઠ જરૂર કરવા જોઈએ. સાંજના હનુમાનજીની પ્રતિમા સામે દીવો કરી અને ત્યારબાદ હનુમાન ચાલીસાના પાઠ કરવા. બની શકે તો પાઠ ૧૧ વાર કરવા. આ ઉપાય કરવાથી હનુમાનજી પ્રસન્ન થાય છે. અને તમારા જીવનની દરેક સમસ્યામાંથી મુક્તિ અપાવે છે.
ગુલાબનું ફૂલ અર્પણ કરવું
હનુમાનજીને ગુલાબનું ફૂલ અથવા તો ગુલાબ નાં ફૂલની માળા કરવી. હનુમાનજીની પૂજા કર્યા બાદ તેના ચરણોમાં ફુલ અર્પણ કરવા. ત્યારબાદ તેના નામનાં જાપ કરવા. આ ઉપાય કરવાથી હનુમાનજી તમારી દરેક મનોકામના પૂર્ણ કરે છે. અને તમને તે દરેક વસ્તુ મળે છે જેની તમે ઈચ્છા રાખો છો.
લખો રામ નામ
પીપળાનાં ૧૧ પાન લઇ તેના પરથી રામ નામ લખવા સિંદૂરથી રામ નામ લખવા. સિંદૂર માં ચમેલીનું તેલ ઉમેરી લેપ તૈયાર કરો અને ત્યારબાદ શ્રી રામનું નામ લખો. ત્યારબાદ આ પાન હનુમાનજીને અર્પણ કરવા. આ ઉપાય કરવાથી ધન સાથે જોડાયેલ પરેશાની દૂર થાય છે. અને ધનલાભ થાય છે.
હનુમાન જયંતીનાં પાન સાથે જોડાયેલ ઉપાય કરવો ખૂબ જ લાભદાયી ગણવામાં આવે છે. આ ઉપાય કરવાથી ઘર પરિવારની સમસ્યા દૂર થાય છે. આ ઉપરાંત પાન નાં બીડા બનાવી અને હનુમાનજીને અર્પણ કરી અને તેમની પૂજા કરવી. પાનનાં બીડાં માં ગુલકંદ, બદામ કતરી વગેરે વસ્તુ ઓ નાખી શકો છો.
સરસવ નું તેલ અર્પણ કરવું
જે લોકોની કુંડળીમાં શનિ ગ્રહ ભારે હોય તેવા લોકોએ સરસવનું તેલ બજરંગ બલી ને અર્પણ કરવું. સરસવ નાં તેલનો દિવો કરવો. ત્યારબાદ હનુમાનજી સાથે જોડાયેલ પાઠ કરવા. આ ઉપાય કરવાથી શનિ ગ્રહ નો પ્રકોપ ઓછો થાય છે. અને શનિ ગ્રહના ખરાબ પ્રભાવથી તમારી રક્ષા થાય છે.
સુંદરકાંડ નાં પાઠ જરૂર કરવા
સુંદરકાંડ નાં પાઠ ખૂબજ લાભદાયી ગણવામાં આવે છે. અને તેને કરવાથી હનુમાનજી જલદી પ્રસન્ન થાય છે. હનુમાન જયંતી નાં દિવસે સુંદરકાંડ નાં પાઠ જરૂર કરવા. સાંજે ૭ વાગ્યે એક લાલ રંગનું આસન પાથરી અને હનુમાનજીની પ્રતિમા સામે શુદ્ધ ઘીનો દીવો કરવો. ત્યારબાદ મસ્તકને કપડાથી ઢાંકીને ભગવાન રામનું નામ લઇને આ પાઠ કરવા. પાઠ કર્યા બાદ રામજી નાં નામ જરૂર લેવા. અને હનુમાનજી નાં મંત્રનો જાપ કરવા. સુંદરકાંડ નાં પાઠ કરવાથી દરેક કષ્ટમાંથી મુક્તિ મળે છે.