હનુમાન જયંતિ ૨૦૨૧ નાં સિદ્ધિ યોગ, જાણો જ્યોતિષ શાસ્ત્ર અનુસાર આ યોગનુ મહત્વ, અને કેવી રહેશે ગ્રહો અને નક્ષત્રોની સ્થિતિ

હિન્દુ ધર્મમાં હનુમાન જયંતિ નો વિશેષ મહત્વ છે. હિન્દુ કેલેન્ડર મુજબ ચૈત્ર મહિનાની પૂર્ણિમાએ હનુમાન જયંતિની ઉજવણી કરવામાં આવે છે. આ વર્ષે આ તારીખ ૨૭ એપ્રિલ આવે છે. માન્યતા અનુસાર હનુમાનજીનાં ભક્તો આ દિવસને હનુમાનજીની જન્મ જયંતિ તરિકે ઉજવે છે. આ દિવસે મંદિરોમાં હનુમાનજીની પૂજા અર્ચના કરવામાં આવે છે. અને ભજન કીર્તન નું આયોજન કરવામાં આવે છે. જોકે આ વખતે હનુમાન ભક્તોએ કોરોના વાયરસ થી બચવા માટે ઘરે રહીને હનુમાનજીની જન્મ જયંતીની ઉજવણી કરવી જોઈએ.આ વર્ષે હનુમાનજી નાં જન્મોત્સવનાં દિવસે સિદ્ધિયોગ બની રહ્યો છે. તેથી તેનું મહત્વ વધી ગયું છે. હનુમાન જયંતીનાં દિવસે બની રહેલા ગ્રહો અને નક્ષત્રો વિશે જાણો.
હનુમાન જયંતીનાં દિવસે સિદ્ધિયોગ રાત્રે ૮ વાગ્યા ને ૩ મિનિટ સુધી રહેશે. જ્યોતિષશાસ્ત્ર અનુસાર સિદ્ધિ યોગ ને ખુબ સારો યોગ માનવામાં આવે છે. આ સમય દરમિયાન શુભ કાર્યો કરવામાં આવે છે. જ્યારે ત્યાર બાદ વ્યતિપાત યોગ બેસી રહ્યો છે. જેને જ્યોતિષશાસ્ત્રમાં શુભ માનવામાં આવતો નથી.
હનુમાન જયંતીનાં દિવસે નક્ષત્રો
હનુમાન જયંતીનાં દિવસે સ્વાતિ નક્ષત્ર રાત્રે ૮ વાગ્યા ને ૮ મિનિટ સુધી રહેશે. ત્યારબાદ વિશાખા યોગ લાગી જશે. જ્યોતિષશાસ્ત્ર અનુસાર વિશાખા અને સ્વાતિ નક્ષત્ર દરમિયાન શુભકાર્ય કરી શકાય છે. આ દિવસે ચંદ્રમાં તુલા રાશિમાં અને સૂર્ય મેષ રાશિમાં રહેશે.
હનુમાન જયંતિ નું મહત્વ
હનુમાન જયંતીનાં દિવસે અલગ અલગ જગ્યાઓ પર ભવ્ય શોભાયાત્રાઓ નીકળે છે. ભક્તો હનુમાનજીનાં મંદિરે જઈને પૂજા-અર્ચના કરે છે. માનવામાં આવે છે કે, આ દિવસે જે લોકો હનુમાનજીનાં દર્શન કરે છે. અને તેની પૂજા કરે છે તેના બધા દુઃખ દૂર થાય છે. હનુમાનજીને પ્રસન્ન કરવા માટે ભક્તો વિધિ-વિધાનથી પૂજા અર્ચના કરે છે. અને સાથે સાથે ઉપવાસ પણ કરે છે.
હનુમાન જયંતી પર ધન સંબંધી સમસ્યાઓથી મુક્તિ મેળવવા માટે આ ઉપાય કરો.
ધાર્મિક માન્યતાઓ અનુસાર હનુમાન જયંતીનાં દિવસે શ્રદ્ધાળુઓ નોકરી અને ધંધામાં પૈસાથી સંબંધિત સમસ્યાઓ દુર કરવાં માટે પણ ઉપાય કરે છે. કહેવામાં આવે છે કે, આ દિવસે શુભ મુહૂર્ત પર હનુમાનજી સામે ચમેલીનાં તેલનો દીવો પ્રગટાવવો અને હનુમાનજી ને ચોલા ચઢાવવાથી આર્થિક સ્થિતિ મજબૂત બને છે. હનુમાનજી ને ચોલા ચઢાવ્યા બાદ હનુમાનજી સામે ૧૧ વખત હનુમાન ચાલીસા નાં પાઠ કરવા.