હિટ ફિલ્મો આપીને રાતોરાત સુપરસ્ટાર બની હતી આ હિરોઇનો, આજે જીવી રહી છે ગુમનામીનું જીવન

બોલિવૂડમાં દર વર્ષે નવો ચહેરો આવે છે પરંતુ જુના ચેહરાને અને વ્યક્તિત્વને પડકાર આપી શકતો નથી. આજના સમયમાં આલિયા, જહાન્વી, સારા જેવી સુંદર અભિનેત્રીઓ બોલીવુડમાં હાજર છે. પરંતુ તેમ છતાં પણ જમાનો માધુરી, જુહી, પ્રીતિ, શિલ્પા શેટ્ટી જેવી હીરોઇનોને ભૂલી શક્યો નથી. જો કે ઈન્ડસ્ટ્રીમાં પરિસ્થિતિ દરેક સમયે એક જેવી રહેતી નથી.
એક જમાનામાં અમુક એવી હિરોઇનોની બોલબાલા રહેતી હતી જેમણે પોતાની એક્ટિંગ અને સુંદરતાથી લોકોને પોતાના દિવાના બનાવી દીધા હતા. પરંતુ આજે તે પોતાનું જીવન ગુમનામીમાં પસાર કરી રહી છે. તો ચાલો તમને જણાવી દઈએ એવી અભિનેત્રીઓની વિશે જે હિટ ફિલ્મો આપીને પણ આજે બોલિવૂડમાંથી ગાયબ છે.
મમતા કુલકર્ણી
ફિલ્મ કરન-અર્જુનમાં પોતાના એક ડાન્સથી લોકોનું મન મોહી લેવાવાળી મમતા કુલકર્ણીનું ફિલ્મી સફર ખૂબ જ નાનું રહ્યું છે. આ ફિલ્મમાં તેમણે બંને ખાનની સાથે સ્ક્રીન શેર કરી હતી અને તેમનું ઘણું નામ પણ થયું હતું. પરંતુ મમતાની આ સફર વધારે દિવસો સુધી રહી નહી. તેમની પહેલી ફિલ્મ ૧૯૯૩ માં અશાંત આવી હતી. ત્યારબાદ ૧૦ વર્ષના ઓછા સમયમાં જ તેમણે અમુક ફિલ્મો કરી હતી. જેમાંથી તેમની અમુક ફિલ્મો હિટ પણ રહી હતી. જોકે મમતા કુલકર્ણી વધારે દિવસો સુધી ઈન્ડસ્ટ્રીમાં ટકી શકી નહી.
નમ્રતા શિરોડકર
નમ્રતા પણ બોલિવૂડનો એ ચહેરો રહી ચૂકી છે જેમણે અમુક હિટ ફિલ્મો આપી છે. પરંતુ ત્યારબાદ તે બોલીવૂડથી દૂર જતી રહી. નમ્રતાએ ફિલ્મ જબ પ્યાર કિસી સે હોતા હૈ, વાસ્તવ, પુકાર જેવી ઘણી ફિલ્મોમાં કામ કર્યું હતું પરંતુ વર્ષ-૨૦૦૪ બાદથી તે ફિલ્મોમાં નજર આવી નથી. આજે નમ્રતા સાઉથના સુપરસ્ટાર મહેશ બાબુની પત્ની છે અને તે પોતાના પરિવારમાં જ વ્યસ્ત રહે છે.
સંદલી સિન્હા
જો તમે ફિલ્મ તુમ બીન જોઇ હશે તો સંદલી સિંહા તમને ખૂબ જ પસંદ આવી હશે. આ ફિલ્મના ગીતો આજે પણ લોકોના દિલમાં વસેલા છે. આ ફિલ્મની સિવાય તે પિંજર, અબ તુમારે હવાલે વતન સાથીઓ જેવી ફિલ્મોમાં પણ કામ કર્યું હતું. જોકે તેમનો માસુમ ચહેરો ઈન્ડસ્ટ્રીમાં વધારે દિવસો સુધી ચાલી શક્યો નહી. સંદલી છેલ્લીવાર ફિલ્મ તુમ બીન-૨ મા નજર આવી હતી પરંતુ આ ફિલ્મ પણ કઈ ખાસ કમાલ બતાવી શકી નહી.
અનુ અગ્રવાલ
૯૦ના દશકમાં એક મોટી સુપરહિટ ફિલ્મ આશિકી આવી હતી. જેણે તે સમયના આશિકોના પ્રેમનો અર્થ બદલાવી નાખ્યો હતો. આ ફિલ્મથી અનુ અગ્રવાલને ખૂબ જ ખ્યાતિ મળી હતી. અનુ રાતોરાત લોકોની નજરોમાં આવી ગઈ હતી. પરંતુ નસીબે તેમની આ સફળતા વધારે દિવસો સુધી ચાલવા દીધી નહી. એક ભયંકર એક્સિડન્ટમાં અનુ અગ્રવાલ ખૂબ જ ખરાબ રીતે ઘાયલ થઈ ગઈ અને લગભગ ૨૯ દિવસ સુધી તે કોમામાં રહી. સુપરહિટ ફિલ્મ આપી હોવા છતાં પણ અનુ આજે ગુમનામીનું જીવન પસાર કરી રહી છે.
પ્રિયા ગીલ
સિર્ફ તુમથી પોતાના કરિયરમાં નામના મેળવનાર પ્રિયા વધારે દિવસો સુધી ફિલ્મ ઈન્ડસ્ટ્રીઝમાં ટકી શકી નહી. તેમણે પોતાના કરિયરની શરૂઆત તેરે મેરે સપને થી કરી હતી. પરંતુ ૨૦૦૧ માં તેમનું ફિલ્મી સફર સમાપ્ત થઈ ગયુ. પ્રિયા શાહરૂખની સાથે ફિલ્મ જોશ માં પણ નજર આવી હતી પરંતુ તે તેમાં પણ પોતાનો જાદુ ચલાવી શકી નહી. આજના સમયમાં પ્રિયા ક્યાં છે તે વિશેની જાણકારી આજે કોઈની પાસે નથી.