હિન્દુ ધર્મમાં જણાવવામાં આવ્યું છે લાલ કલર નું વિશેષ મહત્વ, જાણો તેની સાથે જોડાયેલી ખાસ વાતો

હિન્દુ ધર્મમાં જણાવવામાં આવ્યું છે લાલ કલર નું વિશેષ મહત્વ, જાણો તેની સાથે જોડાયેલી ખાસ વાતો

હિન્દુ ધર્મમાં વિધિવિધાનો, સંસ્કાર અને જીવન જીવવાની પદ્ધતિ ની સાથે રંગો નું પણ મહત્વ જણાવવામાં આવ્યું છે. તેમાં લાલ વિશેષ ગણવામાં આવ્યું છે. સાથે જ તેની સાથે જોડાયેલા ઘણા કારણો જણાવવામાં આવ્યા છે. જે આ પ્રકારે છે. હિન્દુ ધર્મમાં લાલ રંગને ખૂબ મહત્વ આપવામાં આવ્યું છે. વાત પછી પૂજા દરમ્યાન ભગવાનની મૂર્તિ નીચે વસ્ત્ર બજાવવાની હોય કે સુહાગ નાં રંગની અથવા તો અન્ય શુભ કાર્યોમાં પ્રમુખ રંગોનો ઉપયોગ કરવામાં આવે છે. દરેક કાર્યોમાં લાલ રંગનો ઉપયોગ વધારે કરવામાં આવે છે. લાલ રંગ ઉપરાંત હિન્દુ ધર્મમાં પીળો અને લીલા રંગને પણ પ્રમુખતા આપવામાં આવી છે. આ ત્રણ રંગો માં લીલો, કેસરિયો અને નારંગી વગેરેનો સમાવેશ થાય છે. આ ત્રણેય રંગોનું મહત્વ આ રીતે પણ સમજી શકાય છે કે, પંચ તત્વોમાંથી એક અગ્નિ જેની જ્વાળામાં પણ આ ત્રણેય રંગો જોવા મળે છે.

 • લાલ રંગ અગ્નિ, લોહી અને મંગળ ગ્રહનો રંગ પણ છે.
 • લાલ રંગ ને ઉત્સાહ, સૌભાગ્ય, સાહસ અને નવા જીવન માટે નું પ્રતિક છે. જો કે લાલ રંગ ક્રોધ નો પણ પ્રતિક છે. જે લોકોને ક્રોધ વધારે આવે છે તેને લાલ રંગના કપડાં ન પહેરવાની સલાહ આપવામાં આવે છે.
 • હિન્દુ ધર્મમાં લાલ રંગ સુહાગણ નો રંગ ગણવામાં આવે છે. તેથી
 • વિવાહિત મહિલાઓ લાલ રંગની સાડી અને લાલ સિંદૂર લગાવે છે.

 • લાલ રંગનો સંબંધ પ્રકૃતિ સાથે પણ છે. તમે જોશો તો ખ્યાલ આવશે કે, લાલ રંગ નાં ફૂલો સૌથી વધારે જોવા મળશે.
 • લાલ અને કેસરી રંગ સૂર્યોદય અને સૂર્યાસ્ત નો રંગ પણ છે.
 • લાલ રંગ માતા લક્ષ્મીજી નો પસંદગી નો રંગ છે. માં લક્ષ્મી લાલ રંગનાં વસ્ત્ર પહેરે છે અને લાલ રંગના કમળ પર શોભાયમાન રહે છે. તેની પૂજા દરમિયાન લાલ કપડું પાથરીને તેના પર તેની પ્રતિમા રાખવામાં આવે છે.
 • રામ ભક્ત હનુમાનજી ને સિંદૂરી રંગ ખૂબ જ પસંદ છે. માટે તેને સિંદૂર અર્પણ કરવામાં આવે છે.
 • માં દુર્ગા નાં મંદિરોમાં પણ લાલ રંગનો ઉપયોગ સૌથી વધારે કરવામાં આવે છે.
 • કહેવામાં આવે છે કે, આ રંગ ચિરંતન, સનાતની, પુનર્જન્મની ધારણાઓને જણાવનાર રંગ છે.

 • હિન્દુ ધર્મમાં લગ્ન સમયે વર-કન્યા નાં લગ્ન નાં વસ્ત્રોમાં પણ લાલ રંગ ને પ્રમુખતા આપવામાં આવે છે. આ રંગને તેના ભાવિ જીવનમાં આવનારી ખુશીઓ સાથે જોડવામાં આવે છે.
 • સુહાગ, ખુશી ઉપરાંત કેસરિયો રંગ ત્યાગ, બલિદાન, વીરતા, જ્ઞાન, શુદ્ધતા અને સેવા નો પણ પ્રતીક ગણવામાં આવે છે.
 • રામ, કૃષ્ણ અને અર્જુન નાં રથ નો ધ્વજ સાથેજ શિવાજી ની સેના નાં ધ્વજ નો પણ રંગ કેસરીયો હતો.
 • સનાતન ધર્મ માં સાધુ, સંન્યાસી કેસરી રંગ નાં વસ્ત્રો પહેરે છે તે તેમના મોક્ષ માર્ગ પર ચાલવા નાં સંકલ્પ ને દર્શાવે છે. ભગવા વસ્ત્રો સંયમ, સંકલ્પ અને આત્મનિયંત્રણ નું પ્રતિક ગણવામાં આવે છે.

pranshu

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *