શું તમે ક્યારેય આ ફળો જોયા છે ? આજે જાણો આ ૫ અનોખા ફળ વિશે….

૧. મેંગોસ્ટીન

ઇન્ડોનેશિયાના દેશનું આ ફળ સાઉથ એશિયન દેશોમાં પણ જોવા મળે છે. આ ખૂબ સુગંધીદાયક ફળ છે. તેમાં વિટામીન સી ભરપૂર માત્રામાં હોય છે.
સાઉથ એશિયન દેશોમાં ઉનાળાની ઋતુમાં આ ફળનું પીણું ખૂબ પ્રખ્યાત છે.
૨. હોર્નડ કુકુમ્બર

આ ફળ દુનિયાના સૌથી જૂના ફળોમાંનું એક છે, જે લગભગ ૩૦૦૦ વર્ષો પહેલા આફ્રિકામાં શોધાયું હતું. તેને ‘બ્લુ ફીશ ફ્રુટ’ રતીકે પણ ઓળખવામાં આવે છે
કેમ કે તેની પર પીળા રંગના કાંટા હોય છે. અંદરનો લીલો ભાગ બહુ બધા બી થી ભરેલો હોય છે. આ ફળ કાકડી અને લીંબુના સ્વાદ જેવો વચ્ચેનો સ્વાદ ધરાવે છે.
૩. રામબુતાન

આ ફળ સાઉથ ઈસ્ટ એશિયાના દેશોમાં થાય છે. આ લંબગોળાકાર આકાર ધરાવતા ફળના બહારના ભાગ પર ગુલાબી રેસા હોય છે. તેનું નામ મલેશિયન
શબ્દ ‘રામબુત’ પરથી આવ્યો છે, જેનો અર્થ થાય છે વાળ. અંદરનો સફેદ ભાગ ખાટોમીઠો હોય છે.
૪. ફીઝાલીસ

મૂળે સાઉથ અમેરિકાનું આ ફળ ટામેટાની જાતિનું છે. આ ફળ પર પાંદડા જેવી પાતળી પારદર્શક છાલ હોય છે. પરંતુ તે ટામેટા કરતા નાનું હોય છે.
૫. ડ્યુરિયન

ડ્યુરિયન ફળને સાઉથ એશિયન દેશોમાં ‘ફળોનો રાજા’ કહેવાય છે. જો કે, હવે માત્ર જૂજ પ્રજાતિ જ હવે અસ્તિત્વ ધરાવે છે. આ ઇન્ડોનેશિયા અને મલેશિયાના દેશનું ફળ છે.
આ ફળમાં વિવિધ કેમિકલના સંમિશ્રણ હોવાને કારણે તેમાંથી ભયાનક દુર્ગંધ આવે છે.
આ દુર્ગંધને કારણે સિંગાપોર, થાઇલેન્ડ, ચીન અને જાપાનમાં આ ફળને જાહેરમાં ખાવા પર પ્રતિબંધ છે. જો કે તેનો અંદરનો ભાગ ક્રીમી અને સ્વાદિષ્ટ લાગે છે.