હાથની રેખા જણાવે છે કે, પૈસા ને લઈને શું રહેશે તમારી સ્થિતિ,જાણો શું કહેછે તમારી હસ્ત રેખા

જ્યોતિષ અનુસાર ન્યાય નાં દેવતા શનિદેવ જેના પર મહેરબાન થાય છે તે વ્યક્તિ જીવનમાં ખૂબ જ પ્રગતિ પ્રાપ્ત કરે છે. એટલે કે, જો તમારી કુંડળીમાં શનિ ગ્રહ મજબુત સ્થિતિમાં હોય તો તમને તમારા ભાગ્ય નો પૂરો સહયોગ મળે છે. જો તમારા પર શનિની શુભ દૃષ્ટિ છે કે નહીં એ વાતની જાણકારી હથેળી પરથી મેળવી શકાય છે. શનિરેખા મણીબંધ થી શરૂ થઈને સીધા શનિ પર્વત સુધી પહોંચે છે. શનિ પર્વત હાથની વચ્ચેની આંગળી નાં નીચેવાળા સ્થાન પર હોય છે.
જો શનિ રેખા કોઈ રુકાવટ વગર સીધા શનિ પર્વત સુધી પહોંચી જતી હોય તો એવા વ્યક્તિઓને સફળ થવાથી કોઈ રોકી શકતું નથી. અને પોતાના જીવનમાં ખૂબ જ પ્રગતિ પ્રાપ્ત કરે છે. જો આ રેખા કોઈ જગ્યાએથી તૂટેલી ન હોય અને બિલકુલ સ્પષ્ટ દેખાતી હોય તો વ્યક્તિ પોતાના જીવનમાં ખૂબ જ ધન કમાઈ છે. હસ્તરેખા વિજ્ઞાન અનુસાર જો કોઈ વ્યક્તિ ની હથેળી માં શનિ રેખા તૂટેલી હોય અને હલકી હોય તો વ્યક્તિ ને કોઈ પણ ક્ષેત્રમાં સફળતા મેળવવા માટે ખૂબ જ મહેનત કરવી પડે છે. એવા જાતકો ને ભાગ્યનો સહયોગ ઓછો મળે છે.
હથેળી માંથી કોઈ રેખા નીકળીને સીધા શનિ પર્વત પર સુધી પહોંચતા પહેલા રોકાઈ જાય છે. તો વ્યક્તિને નોકરી માં ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડે છે. જો શની પર્વત પર તલ હોય તો એવા વ્યક્તિ નાં જીવનમાં ધન ધાન્ય ની કમી રહેતી નથી. વસ્તુ શાસ્ત્ર અનુસાર જો શની નાં સ્થાન વાળી આંગળી લાંબી હોય તો એવા લોકો ધાર્મિક પ્રવૃત્તિ સાથે જ પોતાના કેરિયર પ્રતિ પણ ઈમાનદાર હોય છે. અને નવી ઉચાઈઓં ને પ્રાપ્ત કરે છે. હસ્ત રેખા શાસ્ત્ર અનુસાર જો કોઈ વ્યક્તિની હથેળીમાં શનિ પર્વત પર રેખા તૂટેલી હોય તો તેને શનિ ની મહાદશા ગણવામાં આવે છે. જીવનરેખા નું ખરાબ થવું અથવા હથેળીમાં એક થી વધારે રેખા નું જાળ બનવું. તે શનિની દશા દર્શાવે છે. એવા લોકો જીવનમાં કોઈને કોઈ કારણે પરેશાન રહે છે.