હર્ષદ મહેતાના ગોટાળાને શા માટે વારંવાર બતાવવામાં આવે છે જાણો તેના શાનદાર કિસ્સઓની કહાની

હર્ષદ મહેતાના ગોટાળાને શા માટે વારંવાર બતાવવામાં આવે છે જાણો તેના શાનદાર કિસ્સઓની કહાની

હર્ષદ મહેતા એ નામ છે જેને દુનિયા જાણતી પણ ન હતી. પરંતુ ગયા એક વર્ષથી તે ભારતમાં હીરાની જેમ છવાઈ ગયા છે. તે હર્ષદ મહેતા ની વેબ સીરીઝ scam ૧૯૯૨ એ OTT ઉપર ધમાલ મચાવી છે. હર્ષદ મહેતાએ વર્ષ ૧૯૯૨ માં ભારતનો સૌથી મોટો ગોટાળો શેરબજારમાં કર્યો હતો. તેની ઉપર બનેલી વેબ સીરીઝ વર્ષ ૨૦૨૦ માં સોની લાઇવ પર આવી હતી. ત્યારબાદ વર્ષ ૨૦૨૧ માં તેની ઉપર ધ્યાન રાખતા અભિષેક બચ્ચનની ફિલ્મ The Big Bull પણ આવી હતી.

ગયા વર્ષે લોક ડાઉન માં આવેલી હર્ષદ મહેતા ની કહાની પછી તેને ખૂબ જ સર્ચ કરવામાં આવ્યો. રાતોરાત તેના વિશે જાણકારી મેળવી. જો તમને લાગે છે કે, પહેલી વખત હર્ષદ ની કહાની પડદા પર લાવવામાં આવી છે. તો તમે ખોટા છો. તમને જણાવી દઈએ કે, હર્ષદ ની કહાની ઉપર પહેલા પણ ઘણી ફિલ્મો બની છે. સમય સમય પર હર્ષદ ની કહાની અલગ અલગ નામથી આવતી રહે છે.

આંખે (૧૯૯૩)

ડેવિડ ધવનની કોમેડી ફિલ્મ આંખે ૧૯૯૩ માં આવી હતી. આ ફિલ્મમાં ગોવિંદા નો ડબલ રોલ જોવા મળ્યો છે. ફિલ્મમાં કરોડો નો ગોટાડો બતાવવામાં આવ્યો છે. આ ફિલ્મનું પાત્ર નટવર શાહ હર્ષદ મહેતા થી પ્રેરિત હતું.

ગ્ફ્લા (૨૦૦૬)

૨૦૦૬માં આવેલી આ ફિલ્મ હર્ષદ મહેતા ની પહેલી બાયોપીક ફિલ્મ હતી. આ ફિલ્મમાં હર્ષદ મહેતા ની કહાની બતાવવામાં આવી છે. આ ફિલ્મ પણ અનેક એવોર્ડ માટે નોમિનેટ થઈ હતી. આ ફિલ્મની કહાની સારી હતી. પરંતુ SCAM  ૧૯૯૨ જેવી સફળતા મેળવી શકી નહીં.

એ ઉન દિનો કી બાત હૈ ૨૦૧૮

યે ઉન દિનો કી બાત હૈ ૨૦૧૮ સોની ટીવી ઉપર પ્રસારિત થયું હતું. આ શોમાં હર્ષદ મહેતા ની કહાની દર્શાવવામાં આવી હતી. આ શો ૧૯૯૦ ના દર્શક નો અમદાવાદની કહાની ઉપર આધારિત હતી. પરંતુ દર્શકોએ આ કહાની પર વધારે ધ્યાન આપ્યું નહીં.

ધ બુલ ઓફ દલાલ સ્ટ્રીટ (૨૦૨૦)

Scam ૧૯૯૨ ની સાતે સાથે ઉલ્લુ ટીવી એ પણ હર્ષદ મહેતા પર એક સિરીઝ બનાવી હતી. તેના ૩ એપિસોડ છે. તે સીરીઝ નું નામ છે ધ બુલ ઓફ દલાલ સ્ટ્રીટ.

Scam ૧૯૯૨  ( ૨૦૨૦ )

Scam ૧૯૯૨ આ વેબ સીરીઝ એ અત્યાર સુધી હર્ષદ મહેતા ની કહાની પર ખૂબ જ લોકપ્રિયતા મેળવી છે. આ સીરીઝ એ અનેક રેકોર્ડ બનાવ્યા સાથે ઘણા લોકોની પસંદગીની સીરીઝ બની ગઈ. તેમાં પ્રતિક ગાંધી એ ગજબ નો અભિનય કર્યો હતો. તે જબરજસ્ત હિટ થયા પછી નિર્દેશક હંસલ મહેતા જલ્દી “scam ૨૦૦૩” લાવવાની તૈયારીમાં છે.

ધ બિગ બુલ (૨૦૨૧)

Scam ૧૯૯૨ ની સફળતા ને જોતા તે કહાની પર આધારિત એક બીજી વેબ સીરીઝ ધ બિગ બુલ બનાવવામાં આવી. આ ફિલ્મમાં અભિષેક બચ્ચન અને ઇલિયા નાં ડિક્રુઝ જેવા એક્ટર મુખ્ય રોલમાં હતા. આ ફિલ્મને પણ સફળતા મળી અને તેમાં અભિષેક બચ્ચનની પણ પ્રશંસા કરવામાં આવી. તેની સાથે જ અભિષેકને scam ૧૯૯૨ નાં પ્રતિક ગાંધી સાથે કમ્પેર કરવામાં આવ્યા હતા.

pranshu

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *