હાલ આ યુગ મા પણ પૃથ્વી પર હયાત છે હનુમાનજી, આ પર્વત પર બિરાજે છે બજરંગબલી

હાલ આ યુગ મા પણ પૃથ્વી પર હયાત છે હનુમાનજી, આ પર્વત પર બિરાજે છે બજરંગબલી

મિત્રો, આપણા હિન્દુ શાસ્ત્રોમા એવો ઉલ્લેખ કરવામા આવેલો છે કે ૮ એવા લોકો છે જે અમર છે એટલે કે તેમને અમર રહેવાનુ વરદાન મળ્યુ છે. આ ૮ લોકોમા બજરંગબલી નો પણ સમાવેશ થાય છે. ભગવાન શ્રીરામ અને માતા સીતા પાસે થી પ્રાપ્ત વરદાન ના કારણે બજરંગબલી અમર બની ગયા. એવી અનેક માન્યતાઓ છે કે, કૈલાશ પર્વત ની ઉત્તર દિશા તરફ એક વિશિષ્ટ જગ્યા છે, જ્યા બજરંગબલી આજે પણ હયાત છે.

મહાબલીના નિવાસ સ્થાન નો ઉલ્લેખ ઘણા પૌરાણિક ગ્રંથો અને પુરાણોમા કરવામા આવ્યુ છે. આમ, હિન્દુ શાસ્ત્રોમા હનુમાનજીનો ઉલ્લેખ યુગયુગાંતર નો છે. તે ત્રેતાયુગમા તો હતા જ પરંતુ, ત્યારબાદના યુગ મા એટલે કે દ્વાપરયુગમા પણ તેમના અસ્તિત્વ નો ઉલ્લેખ કરવામા આવ્યો છે.

પ્રભુ શ્રી બજરંગબલી ગંધમાદન પર્વત પર વસેછે :

આપણા પ્રાચીન ગ્રંથોના ઉલ્લેખ અનુસાર હાલ કળિયુગમા પ્રભુ શ્રી બજરંગબલી ગંધમાદન પર્વત પર વસે છે. એક કથા મુજબ પોતાના અજ્ઞાતવાસના સમયે હિમવંત પસાર કરી પાંડવો ગંધમાદન પાસે પહોંચ્યા હતા. એકવાર ભીમ સહસ્રદળ કમળ લેવા ગંધમાદન પર્વતના વનમા પહોંચી ગયા હતા, જ્યા તેમણે પ્રભુ શ્રી બજરંગબલી ને પોઢેલ જોયા અને તેમનુ બળ જોઈ ભીમ નો અહંકાર ચકનાચૂર થઈ ચૂક્યો હતો.

“ગંધમાદન” પર્વત નો વિસ્તાર અને જંગલ :

આપણા શાસ્ત્રોમા જણાવ્યા મુજબ ગંધમાદન પર્વત કૈલાસ પર્વતની ઉત્તર તરફ સ્થિત છે. આ પર્વત પર મહર્ષિ કશ્યપે કઠોર તપશ્ચર્યા કરી હતી. આ પર્વત ગંધર્વ, કિન્નરો, અપ્સરાઓ અને ઋષિઓ નો નિવાસસ્થાન છે. આ પર્વત ના શિખર પર કોઈપણ વાહન ના માધ્યમ થી પહોંચી શકાતુ નથી. ગંધમાદન પર્વત હિમાલય ના કૈલાશ પર્વત ની ઉત્તર દિશા તરફ આવેલો છે. આ પર્વત કુબેરના રાજ્યક્ષેત્રમા હતો.

હાલ ગંધમાદન પર્વત ક્યા આવેલુ છે ?

ગંધમાદન પર્વત હિમાલયના કૈલાશ પર્વતની ઉત્તર દિશા તરફ આવેલો છે. આ પર્વત કુબેરના રાજ્યક્ષેત્રમા આવેલ હતુ. સુમેરુ પર્વત ની ચારે દિશામા આવેલા ગજદંત પર્વતો મા ના એક પર્વત ને તે સમયમા ગંધમાદન પર્વત તરીકે ઓળખવામા આવતો હતો. હાલ, આ વિસ્તાર તિબેટમા સ્થિત છે. આ જ નામ થી એક અન્ય પર્વત રામેશ્વરમની પાસે પણ આવેલો છે, જ્યાં થી પ્રભુ શ્રી બજરંગબલીએ સમુદ્ર પાર કરવા માટે છલાંગ લગાવી હતી.

ગંધમાદન પર્વત પર સ્થિત છે પ્રભુ શ્રી બજરંગબલી નુ મંદિર :

ગંધમાદન પર્વત પર એક મંદિર પણ બનાવવામા આવેલુ છે, જેમા પ્રભુ શ્રી બજરંગબલી ની સાથે જ પ્રભુ શ્રી રામ વગેરે ની પ્રતિમાઓ પણ આવેલી છે. એવુ કહેવાય છે કે આ પર્વત પર પ્રભુ શ્રીરામે પોતાની વાનર સેના ની સાથે બેસી યુદ્ધ ની વ્યૂહરચના બનાવી હતી. અમુક લોકો નુ કહેવુ પણ એવુ છે કે આ પર્વત પર પ્રભુ શ્રી રામના પગના નિશાન પણ છે.

pranshu

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *