આગામી પાંચ દિવસ ગુજરાતને ધમરોળશે મેઘરાજા હવામાન વિભાગે કરી આગાહી

આગામી પાંચ દિવસ ગુજરાતને ધમરોળશે મેઘરાજા હવામાન વિભાગે કરી આગાહી

આગામી પાંચ દિવસ ગુજરાતને ધમરોળશે મેઘરાજા? હવામાન વિભાગે કરી આગાહીકે, રાજ્યમાં હજુ પાંચ દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. 15 અને 16 ઓગસ્ટે રાજ્યના તમામ જિલ્લાઓમાં ભારેથી અતિ ભારે વરસાદ વરસી શકે છે

Advertisement

આગામી પાંચ દિવસ રાજ્યને મેઘરાજા ધમરોળશે. હવામાન વિભાગે આગાહી કરી છે કે, રાજ્યમાં હજુ પાંચ દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. 15 અને 16 ઓગસ્ટે રાજ્યના તમામ જિલ્લાઓમાં ભારેથી અતિ ભારે વરસાદ વરસી શકે છે તો 17 અને 18 ઓગસ્ટે રાજ્યમાં વરસાદની તિવ્રતા ઘટશે પરંતુ 19 ઓગસ્ટે ફરીથી રાજ્યના અલગ અલગ વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદ વરસવાની હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે.

બંગાળની ખાડીમાં લો પ્રેશર સર્જાતા આગામી દિવસોમાં વરસાદની તિવ્રતા વધશે. કચ્છ પર સિસ્ટમ સક્રિય થતાં વરસાદ વરસી શકે છે. હવામાન વિભાગ અનુસાર રાજ્યમાં અત્યાર સુધીમાં 70 ટકા વરસાદ વરસી રહ્યો છે. છેલ્લા થોડા દિવસોમાં વરસેલા ધોધમાર વરસાદથી રાજ્યમાં 25 ટકાથી વધુ વરસાદ નોંધાયો. હવામાન વિભાગે આગામી પાંચ દિવસ સુધી માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપી છે.

હાલ ગુજરાતમાં વરસાદી માહાલ જામ્યો છે ત્યારે આગામી પાંચ દિવસ ભારે વરસાદની આગાહી કરી છે જેની વચ્ચે હાલ ગુજરાતના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ ખાબકી રહ્યો છે. ત્યારે દક્ષિણ પાકિસ્તાનમાં સાઇક્લોનિક સરક્યુલેશન સિસ્ટમ સક્રિય થતાં ગુજરાતના વિવિધ વિસ્તારમાં છેલ્લા કેટલાંક દિવસથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે.

હાલ વરસાદી સિસ્ટમ સક્રિય થતાં અમદાવાદ સહિત ઉત્તર ગુજરાતમાં વરસાદી માહોલ જામ્યો છે. ત્યારે બે દિવસમાં બંગાળની ખાડીના ઉત્તરી ભાગોમાં લો-પ્રેશર બની રહ્યું છે. જેને કારણે દક્ષિણ-મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ પડી શકે છે. વરસાદી સિસ્ટમ સક્રિય થતા 17 ઓગસ્ટ સુધી દરિયો ના ખેડવા માછીમારોને સૂચના આપવામાં આવી છે જ્યારે દરિયામાં વરસાદ અને ભારે પવનના કારણે હાઈ ટાઇડ રહેશે. 45થી 65 કિમિની ઝડપે પવન ફૂંકાશે.

16 ઓગસ્ટે દ્વારકા, પાટણ, બનાસકાંઠા, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, જામગર, મોરબી અને કચ્છમાં અતિભારે વરસાદ થશે. મહેસાણા, ગીર સોમનાથ, જૂનાગઢ, પોરબંદર, રાજકોટ અને સુરેન્દ્રનગરમાં ભારે વરસાદ પડે તેવી સંભાવના છે.

17 ઓગસ્ટે બનાસકાંઠા, દમણ, દાદરા નગર હવેલી અને કચ્છમાં અતિભારે વરસાદ પડશે, મહેસાણા, પાટણ, દ્વારકા, જામનગર અને મોરબીમાં ભારે વરસાદ પડશે.

18 ઓગસ્ટે બનાસકાંઠા, સાબરકાંઠા, તાપી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, ગીર સોમનાથ તથા કચ્છમાં અતિભારે વરસાદ પડશે. અરવલ્લી, દાહોદ, ગાંધીનગર, ખેડા વગેરે વિસ્તારોમાં ભારે વરસાદ પડે તેવી આગાહી કરવામાં આવી છે.

Advertisement

pranshu

Leave a Reply

Your email address will not be published.