ગુજરાતમાં કોરોનાનું રહસ્યમય કારણ આવ્યું સામે, કોરોના વાયરસથી રીકવર થઇ ગયા લોકોનું શા માટે થઇ રહ્યું છે અચાનક મોત…

ગુજરાતમાં કોરનાના કેસ દિવસે ને દિવસે વધતા રહ્યા છે અને મૃત્યુઆંક પણ વધી રહ્યો છે અને ડોક્ટર્સ કહી રહ્યા છે કે અમે કોરોના વાયરસના નવા નવા રુપ દિવસે દિવસે જોઈ રહ્યા છીએ. જેમાં તેની જટિલતા અને દર્દીના શરીર પર લાંબા ગાળા સુધી તેની અસર પણ જોવા મળી રહી છે. આ ઉપરાંત કોવિડ-19ના કારણે થયેલા હાયપર ઇન્ફ્લામેશન અને હાયપર ક્લોટિંગ જેવા ઘાતક રોગની સ્થિતિ દર્દીમાં જોવા મળે છે.

ગુજરાતમાં કંઈક એવી પણ ઘટનાઓ સામે આવી છે, કેટલાક દર્દીમાં રિકવરીના ઘણા દિવસ પછી ક્લોટિંગનું રિસ્ક રહેતું હોય છે. જેમાં સારવાર દરમિયાન પુરી રીતે સ્વસ્થ્ય થયા પછી દર્દીઓને હોસ્પિટલમાંથી રજા મળી ગઈ હતી, પરંતુ બાદમાં તેમના મોત થઈ ચૂક્યા છે.

સૂરતમાં એક એવો કેસ સામે આવ્યો છે, જેમાં સૂરત મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સંચાલિત સીમર હોસ્પિટલમાં સારવાર પછી એક 70 વર્ષીય મહિલાને રજા આપી દેવામાં આવી હતી, તેમનો કોરોના રિપોર્ટ પણ નેગેટિવ આવી ચૂક્યો હતો, પરંતુ ઘર પહોંચ્યા પહેલા જ તેમનું રસ્તામાં મોત થયું હતું. આ ઘટનાથી મૃતકનો પરિવાર શોકમાં ગરકાવ છે.

ડોક્ટરો પણ આ મહિલાના મોતથી આશ્ચર્યચકિત છે. તેના સિવાય અમદાવાદમાં પણ એક આવો જ કેસ થોડાક દિવસો પહેલા આવ્યો હતો, જેમાં હોસ્પિટલમાંથી સ્વસ્થ્ય થઈને ઘરે જઈ રહેલા એક વ્યક્તિનું રસ્તામાં મોત થઈ ચૂક્યું હતું. તેનો મૃતદેહ બસ સ્ટેન્ડ પરથી મળી આવ્યો હતો. મૃતકના પરિવારજનોએ જણાવ્યું હતું કે, તેમનો કોરોના રિપોર્ટ પણ પોઝિટીવ આવ્યો હતો, ત્યારબાદ તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યારે તેઓ હોસ્પિટલમાંથી સ્વસ્થ્ય થઈને ઘરે જઈ રહ્યા હતા, ત્યારે રસ્તામાં તેમનું મોત થયું હતું. તે સિવાય સુરતના એક ડોક્ટરનું પણ મોત કંઈક આ રીતે જ થયું હતું. તેઓ કોરોનામાંથી સ્વસ્થ્ય થઈ ચૂક્યા હતા અને તેમનો કોરોના રિપોર્ટ પણ નેગેટિવ આવ્યો હતો, પરંતુ અચાનક હાર્ટએટેક આવવાના કારણે તેમનું મોત થયું હતું.
કોરોનાથી રીકવરી મેળવીને પછી થઇ રહ્યા મૃત્યુ

ગુજરાતમાં કોરોના વાયરસના અત્યાર સુધી 50 હજારથી વધારે કેસો સામે આવી ચૂક્યા છે, પરંતુ કોરોનામાંથી સ્વસ્થ થયા પછી મોતની ઘટનાઓ ડોક્ટરો માટે પણ નવી છે. ગુજરાત સરકાર દ્વારા કોરોના સામે લડવા માટે એક્સપર્ટ ડોક્ટરોની ટાસ્ક ફોર્સના સભ્ય અને પદ્મશ્રી ડોક્ટર તેજસ પટેલનું કહેવું છે કે કોરોનાના કારણે ફેંફસામાં લોહીની ગાંઠો બની જાય છે, જેની અસર વ્યક્તિના શરીર પર લાંબા સમય સુધી રહે છે.