ગર્ભમાં રહેલ બાળક દીકરો છે કે દીકરી, તે એક પણ રૂપિયા નાં ખર્ચ વગર જ આ રીતે જાણી શકાય છે

જ્યારે કોઇ પણ મહિલા ગર્ભવતી હોય છે ત્યારે તે તેના માટે ખૂબ જ ખુશીની વાત હોય છે. તે સમય દરમિયાન તેના મનમાં એક જીજ્ઞાસા હોય છે કે, તેનું થનાર બાળક દીકરો થશે કે દીકરી. ભારતમાં ગર્ભમાં રહેલા નવજાત નાં લિંગ વિશે જાણકારી મેળવી એ પૂરી રીતે ગેરકાનૂની છે. જો તમે એવું કરો છો તો તમને સજા પણ થઇ શકે છે.
સામાન્ય રીતે લોકો બાળક નાં લિંગ ની જાણકારી મેડિકલ પ્રક્રિયામાંથી પસાર થઈને મેળવતા હોય છે. પરંતુ ગર્ભવતી મહિલા ને દીકરો થશે કે દીકરી તેને લઈને ઘણી માન્યતાઓ છે. આજે અમે તમને એવી એક અનોખી માન્યતા વિશે જણાવવા જઈ રહ્યા છીએ. ઝારખંડમાં એક એવું સ્થાન છે જ્યાં તમે એક પણ રૂપિયા નાં ખર્ચ વગર જાણી શકો છો કે, ગર્ભમાં રહેલ બાળક દીકરો છે કે દીકરી.
ઝારખંડ નાં લોહરદગા માં આવેલ ખુરખરા ગામમાં એક પહાડી છે. જે ગર્ભ માં ઉછરી રહેલ બાળક ની લિંગ વિશે જાણકારી આપે છે. તે પહાડી પર ચાંદ નાં આકારની એક આકૃતિ બનેલી છે. કહેવામાં આવે છે કે, જે કોઈ ગર્ભવતી મહિલા એક નિશ્ચિત દુરીથી આ ચાંદ પર પથ્થર મારે છે. અને તે ગર્ભ માં રહેલ બાળક નાં લિંગ વિશે જાણકારી મેળવી શકે છે. ઉદાહરણ તરીકે પથ્થર આ ચાંદની આકૃતિની વચ્ચે થઈને પસાર થાય છે તો થનાર બાળક દીકરો હોય છે. તેમ જ પથ્થર ચાંદની આકૃતિની બહાર નીકળીને જાય છે તો દીકરી થાય છે.
આ લગભગ ૪૦૦ વર્ષ જૂની માન્યતા છે. જે નાગવંશી રાજાઓ નાં શાસન કાળથી ચાલી આવી રહી છે. લોકો કહે છે કે, આ રહસ્યમય પર્વત છેલ્લા ૪૦૦ વર્ષથી લોકોને તેના ભવિષ્ય વિશે જાણકારી આપી રહ્યો છે. ફરી એક વાત જણાવી દઈએ કે, ભારતમાં ગર્ભમાં રહેલ નવ જાત ની લીંગ ની જાણકારી મેળવી તે એક દંડનીય અપરાધ છે. ભલે તમે તેને ગમે તે રીતે કરાવો. આ જાણકારી આપવા પાછળ અમારો ઉદ્દેશ એ છે કે, તમને જૂની માન્યતા થી પરિચિત કરાવવા.
દીકરો કે દીકરી આ જમાનામાં બંને એક બરાબર છે. જો કે દીકરીઓ ઘણી બાબતો માં દીકરાઓ કરતાં પણ આગળ નીકળી રહી છે. ભગવાન તમને જે પણ સંતાન આપે છે તેનું તમારા પુરા દિલ થી સ્વાગત કરવું. તેમાં ભેદભાવ કરવો જોઈએ નહીં. એક અન્ય માન્યતા મુજબ કેટલાક લોકો નાળિયેર નાં બીજને ખાવાની સલાહ આપે છે. કહેવામાં આવે છે કે, એવું કરવાથી દીકરો થાય છે. પરંતુ તેમાં કોઈ સચ્ચાઇ નથી. દીકરો દીકરી થવું તમારા હાથમાં નથી.