ગંભીરમાં ગંભીર બિમારી દુધી જોઈને ભાગી જાય છે, જાણો તેનાં ફાયદાઓ અને પ્રકારો

દુધી એક એવી સબ્જી છે જે ખૂબ જ ઓછા લોકો ખાવાનું પસંદ કરે છે. પરંતુ તે તમારા શરીર માટે ખૂબ જ લાભકારી હોય છે. તેની અંદર વિટામીન બી, સી અને આયર્ન અને સોડિયમ જેવા ઘણા વિટામીન હોય છે. તે આપણ ને ઘણી ગંભીર બીમારીથી દુર રાખે છે. તેનું જ્યૂસ પીવાથી ફાયદો થાય છે. માટે રોજ સવારે એક ગ્લાસ દૂધી નું જ્યૂસ પીવું જોઈએ.
દુધી ની ખેતી અને પ્રકારો
દુધી ની ખેતી ની શરૂઆત સૌથી પહેલા ભારતમાં થઈ હતી. ત્યાર બાદ શ્રીલંકા, સાઉથ આફ્રિકા ના કેટલાક ભાગમાં, મલેશિયા ફ્રીલી પીંસ માં પણ તેનું ઉત્પાદન કરવામાં આવે છે. ભારતની વાત કરીએ તો પંજાબમાં સૌથી વધારે દુધી ની ખેતી થાય છે.દૂધી નાં સામાન્ય રીતે બે પ્રકાર હોય છે. ગોળ આકારની દૂધી અને લાંબી દૂધી લાંબી દુધી નો ઉપયોગ દૂર મોકલવા માટે થાય છે. અને ગોળાકાર ની સ્થાનીય ક્ષેત્રમાં વધારે ઉપયોગમાં લેવામાં આવે છે. ભારતમાં દૂધીને ઘણા નામોથી ઓળખવામાં આવે છે. તેમજ વિદેશોમાં પણ તેને બોતલ સ્કેશ, વાઈટ ગોર્ડ, ટ્રેપેટ ગોર્ડ, અને કાલ બશ ગોર્ડ, કહેવામાં આવે છે.
દૂધી નાં ફાયદા ઓ
- દૂધી ખાવાથી લીવર માટે ખૂબ જ ફાયદાકારક છે. તેનાથી તમારું લીવર ફંકશન સારી રીતે વર્ક કરે છે. અને તેની કાર્યક્ષમતામાં વધારો થાય છે.
- વજન વધુ હોવાની સમસ્યાથી પરેશાન લોકો માટે દુધી ખૂબ જ કામની વસ્તુ છે. એનું કારણ છે કે, તેમાં ૯૬ ટકા પાણી હોય છે. સો ગ્રામ દૂધી માં લગભગ બાર કેલરી હોય છે. તે ઉપરાંત તેમાં ફાઈબર પણ વધુ હોય છે. તેને ખાવાથી પેટ લાંબો સમય સુધી ભરેલુ રહે છે. અને જલ્દીથી ભૂખ લાગતી નથી અને તમે વધારે ખાવાથી બચી જશો. અને તેનાથી તમારું વજન પણ ઓછું થઈ જશે.
- બ્લડપ્રેશર નાં દર્દીઓ માટે દુધી વરદાન સમાન છે. દુધી માંથી મળતું સોડિયમ પોટેશિયમ અને અન્ય મિનરલ્સ શરીર નાં બ્લડ પ્રેશરને કંટ્રોલમાં રાખે છે. એટલું જ નહીં દુધી નાં સેવન થી હૃદયની સાથે જોડાયેલી બીમારીઓ પણ થતી નથી.
- કબજિયાતની સમસ્યાથી પરેશાન લોકોએ દુધી જરૂર ખાવી જોઇએ. તેની અંદર ઉપસ્થિત ફાઇબર તમારા પેટની સફાઈ કરે છે. એસીડીટી સમસ્યામાં દૂધીનુ જ્યુસ પીવાથી ફાયદો થાય છે.