ઘરથી બહાર નીકળતી વખતે શા માટે ખાવામાં આવે છે દહીં, જાણો આધ્યાત્મિક અને વૈજ્ઞાનિક મહત્વ.

તમે હંમેશા સાંભળતા હશો કે ઘરથી બહાર નીકળતી વખતે અથવા કોઈ સારું કાર્ય કરવા જતી વખતે દહીં ખાઈને બહાર નીકળવું જોઈએ. ઘણા લોકો આવું કરે પણ છે. પરંતુ શું તમે જાણો છો કે, આવું શું કામે કરવામાં આવે છે. હિંદુ ધર્મ સનાતન ધર્મ છે. તેમાં દરેક કાર્ય કરવા માટે કેટલાક નિયમો બનાવવામાં આવ્યા છે. અને આ નિયમો પાછળ શાસ્ત્રીય અને વૈજ્ઞાનિક બંને કારણો છે. દહીં ખાઈને ઘરની બહાર નીકળવાની પ્રથા પાછળ પણ એવું જ કંઈક કારણ છે. આજે અમે તમને એ જ જણાવવા જઈ રહ્યા છીએ.
શાસ્ત્રીય મહત્વ
હિંદુ ધર્મ માં દહીં ને અમૃત માનવામાં આવે છે. કોઇપણ ધાર્મિક આયોજનમાં પંચામૃત બનાવવામાં આવે છે. તે દહીં સાથે દૂધ,ઘી, મધ અને ખાંડ આ પાંચ અમૃતની મિક્સ કરીને બનાવવામાં આવે છે. આ દરેક તત્વ આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ લાભકારી હોય છે. તેથી પંચામૃત પીવાથી સ્વાસ્થ્ય સારું રહે છે. તેનું સેવન કરવાથી જાતકનાં અંદર સકારાત્મક ઉર્જાનો સંચાર થાય છે. સકારાત્મક ભાવ અને સકારાત્મક વિચારો ઉત્પન્ન થાય છે. જે કોઈ પણ કાર્યને સફળ કરવા માટે ખૂબ જ સહાયક છે. તેથી દહીં એ ખૂબ જ શુભ પદાર્થ માનવામાં આવે છે અને તેથી જ કોઈ શુભ કાર્ય કરતાં પહેલાં તેનું સેવન કરવા નું શ્રેષ્ઠ માનવામાં આવે છે.
જ્યોતિષ અનુસાર
જ્યોતિષ અનુસાર સફેદ રંગને ચંદ્ર નો કારક માનવામાં આવે છે. અને ચંદ્રને મનનો કારક પણ માનવામાં આવે છે. માન્યતા અનુસાર કોઈ પણ સફેદ વસ્તુઓ ખાઈને ઘરની બહાર કોઈ કાર્ય માટે નીકળવાથી મન એકાગ્ર રહે છે અને કાર્યમાં એકાગ્રતા રહે છે. સાથે જ ઘરથી બહાર નીકળતી વખતે આપણા દરેક નકારાત્મક વિચાર દૂર થાય છે. અને આપણી અંદર સકારાત્મક ઉર્જાનો સંચાર થાય છે.
વૈજ્ઞાનિક દ્રષ્ટિએ
શાસ્ત્ર અને જ્યોતિષ સિવાય કોઈપણ કાર્ય કરવા જતાં પહેલાં દહીં ખાવાનું વૈજ્ઞાનિક અને વ્યવહારિક કારણ પણ છે. તે એ છે કે, દહીં સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક હોય છે. તેનાથી પાચન સારી રીતે થાય છે. તેથી ઘર થી બહાર નીકળતી વખતે દહીં ખાવાની સલાહ આપવામાં આવે છે. જેથી કરીને વ્યક્તિને અપચા ની અને એસિડિટીની સમસ્યા ન થાય. તે જ રીતે દૂધ પીઈને ઘરની બહાર નીકળવાની ના પાડવામાં આવે છે. કેમ કે તે એસિડિટી અને પેટની સમસ્યાઓ ને વધારે છે.
જ્યારે દહીં થી માત્ર પેટ જ સારું નથી રહેતું પરંતુ એનર્જી પણ બની રહે છે. જેથી તમે બહાર જાઓ ત્યારે તમારું મન ખુશ રહે છે. અને જો તમારું મન ખુશ હોય તો તમે કોઈ પણ કાર્યને સારી રીતે કરી શકો છો. ઘણીવાર દહીં અને ખાંડ બંને ખાવામાં આવે છે. કેમ કે દહીં માં ખટાશ હોય છે. તો ખાંડ માં મીઠાશ હોય છે. અને ખાટું મીઠું ખાવાથી મન માં આવતા ખરાબ વિચારો દૂર થાય છે.