ઘણા રોગોને દૂર કરે છે બાથ બોલ, ન્હાતી વખતે કરો તેનો ઉપયોગ

બાથ બોલ નો ઉપયોગ કરવાથી કોઈ પણ સુંદર ત્વચા મેળવી શકે છે. આજકાલ ઘણા લોકો ન્હાતી વખતે બાથ બોલ નો ઉપયોગ કરે છે. ખાસ કરીને બાળકો ને તેનાથી નહાવાનું ખૂબ જ સારું લાગે છે. બાથ બોલ સ્કિનને મોઇશ્ચરાઇઝ રાખે છે અને ડ્રાયનેસ ને દૂર કરે છે. તેનાથી સ્નાન કર્યા બાદ એકદમ તરોતાજા મહેસુસ થાય છે. જો કે બાથ બોલ શું છે તેના લાભ અને તેને કેવી રીતે બનાવવામાં આવે છે. તેના વિશે ઘણા ઓછા લોકો જાણે છે. જો તમને પણ વધારે જાણકારી ન હોય તો આ લેખના માધ્યમથી અમે તમને બાથ બોલ સાથે જોડાયેલ દરેક સવાલોના જવાબ વિસ્તાર થી આપીશું.
શું છે બાથબોલ
બાથ બોલ નો આકાર એક દડા જેવો હોય છે. તે જોવામાં રંગીન હોય છે. અને ઘણા રંગોમાં આવે છે. તેની અંદર નમક અને બટર, તેલ જેવી વસ્તુ હોય છે. જે ત્વચાને મુલાયમ બનાવે છે. ન્હાતી વખતે તેને પાણીની અંદર નાખવા માં આવે છે. જેનાથી પાણી-પાણી રંગબેરંગી થઈ જાય છે. આજકાલ કેટલાય દેશોમાં લોકો ન્હાવા માં સાબુનો પ્રયોગ કરવાને બદલે બાથ બોલ થી ન્હાવાનું પસંદ કરે છે.
બાથબોલ નાં લાભ
- જે લોકોને સાઈન્સ હોય તેમણે બાથબોલ નો ઉપયોગ કરવો જોઈએ. તેનાથી નહાવાથી સાઈન્સ માંથી છુટકારો મળે છે.
- શરદી ઉધરસ પર બાથ બોલ નો પ્રયોગ કરવો. યુકેલીપટસ અસેશીયલ ઓઇલ વાળા બાથબોલ થી શરદી ઉધરસ જેવી પરેશાની દૂર થાય છે.
- બ્રીથિંગ ની સમસ્યા દૂર કરવા માટે ખૂબ જ ઉપયોગી રહે છે. તમારે ફક્ત ગરમ પાણીની અંદર બાથ બોલ નાખીને તેનાથી નહાવું.
- બાથબોલ નો ઉપયોગ એરોમાથેરાપી માટે કરવામાં આવે છે. તેનાથી નહાવાથી મૂડ સારો રહે છે. તેથી જે લોકોને તણાવ વધારે રહેતો હોય તે લોકોએ તેનો પ્રયોગ જરૂર કરવો. રોજ બાથ બોલ થી ન્હાવા થી તણાવ દૂર થાય છે.
- સ્કિનને મોઇશ્ચરાઇઝ કરવા માટે તે ખૂબ જ મદદગાર સાબિત થાય છે. તેનો ઉપયોગ કરવાથી ચહેરા પર ગ્લો આવી જાય છે.
- જે લોકોને ઉંઘ નથી આવતી એ લોકોએ રાતે તેનાથી ન્હાવું જોઇએ. તાજા ફુલવાળા બાથ બોલ થી ન્હાવાથી ઊંઘ સારી આવે છે. તેની મદદથી ડિપ્રેશન જેવી પરેશાની પણ દૂર થાય છે.
બાથબોલ કઈ રીતે બનાવો
બાથ બોલ સરળતાથી ઘરે બનાવી શકાય છે. આજે અમે તમને બાથ બોલ બનાવવાની પ્રક્રિયા વિસ્તારમાં જણાવીશું. જેથી તમે સરળતાથી ઘરમાં જ તેને બનાવી શકો. તો ચાલો જાણીએ ઘરે બાથ બોલ કઈ રીતે બનાવવામાં આવે છે.
બાથ બોલ બનાવવાની વિધિ
- સોડા બાય કાર્બ ૮૦ ગ્રામ
- કોર્ન સ્ટાર્ચ ૧૨ ગ્રામ ગ્રામ
- સિંધાલુ નમક ૧ ચમચી
- સાઈટ્રિક એસિડ ૨૫ ગ્રામ
- કોઈપણ તેલ એક ચમચી (ઓલિવ-ઓઇલ, નારીયલ તેલ) અને તમારી પસંદ નાં ફૂલ ના પાન
એક વાટકામાં બધી વસ્તુ મિક્સ કરી કરવું ત્યારબાદ તેને એક મોલ્ડ માં નાખવું. ત્યારબાદ તેમાં ગુલાબની પાંદડીઓ મિક્સ કરવી અને દબાવી દેવું. ત્યારબાદ ત્રણ-ચાર કલાક માટે એમ જ છોડી દેવું ત્રણ-ચાર કલાક પછી બાથ બોલ તૈયાર થઈ જશે.બનાવ્યા બાદ તેને વધારે સમય માટે બહાર ન રાખવું, જોકે બાથરૂમ નાં ડ્રાય એરિયામાં રાખી શકો છો. તેને શુષ્ક વાતાવરણમાં રાખવાથી બચવું. પાણી અથવા ભેજવાળા વાતાવરણ નાં સંપર્ક માં આવવાથી તે તરત જ પીગળી જાય છે. સારૂ રિઝલ્ટ મેળવવા કે લાંબો સમય સુધી રાખવામાં આવેલ બાથબોલ નો ઉપયોગ ન કરવો. બાથ બોલ જેટલા ફ્રેશ હોય છે. એટલુ વધારે સારું રિઝલ્ટ મળે છે. જો તમે ઈચ્છતા હોવ તો તેને ઘરે બનાવવા ને બદલે બજારમાંથી પણ ખરીદી શકો છો.