ઘરનાં મુખ્ય દરવાજામાં લગાવી દો આ ૩ ચીજો, પૈસાની આવક વધી જશે અને પરિવારમાં રહેશે શાંતિ

વાસ્તુશાસ્ત્ર ઘરની સકારાત્મક અને નકારાત્મક ઉર્જાને લઈને ઘણું બધું કહે છે. ઘરમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ જાળવી રાખવા માટે તમારે બધી ચીજોને વાસ્તુશાસ્ત્ર અનુસાર રાખવી ખૂબ જરૂરી હોય છે. તેવામાં આજે અમે તમને ઘરના મુખ્યદ્વાર સાથે જોડાયેલા અમુક વાસ્તુશાસ્ત્રનાં નિયમ જણાવવા જઈ રહ્યા છીએ. ઘરનું મુખ્યદ્વાર એ જગ્યા હોય છે, જ્યાંથી ઘરમાં પોઝિટિવ અને નેગેટિવ એનર્જી અંદર આવે છે. એટલા માટે તેને બનાવતા સમયે તમારે અમુક ખાસ ચીજોનું ધ્યાન રાખવું જોઈએ.
જ્યારે પણ ઘરનો મુખ્ય દ્વાર બનાવો ત્યારે તેની નીચે ચાંદીનો તાર રાખી દેવો જોઈએ. આવું કરવાથી વાસ્તુના હિસાબે ખૂબ જ શુભ માનવામાં આવે છે. ચાંદીથી ઘરમાં લક્ષ્મીનો વાસ થાય છે. એવી માન્યતા છે કે ઘરના મુખ્ય દ્વારની નીચે જો ચાંદીના રાખવામાં આવે તો ઘરમાં પૈસાની આવકમાં વધારો થાય છે તથા જીવનમાં ક્યારેય પણ ધનની કમી થતી નથી.
હકીકતમાં ચાંદીને શીતળતાનું પ્રતીક માનવામાં આવે છે. તેના ઉપયોગથી ઘરમાં શાંત અને પોઝિટિવ વાતાવરણ જળવાઈ રહે છે. પરિવારમાં લડાઈ-ઝઘડા થતા નથી અને પરસ્પર પ્રેમ વધતો રહે છે.
જ્યારે પણ ઘરનું મુખ્યદ્વાર બનાવો તો તેની ફ્રેમ લાકડાની રાખવી. એવી માન્યતા છે કે લાકડું ઘરની અંદર આવતી નેગેટિવ ઊર્જાને રોકવાનું કામ કરે છે. તેને લગાવ્યા બાદ ઘરમાં ફક્ત પોઝિટિવ એનર્જી પ્રવેશ કરે છે. વાસ્તુશાસ્ત્ર અનુસાર તેને ફ્રેમનાં રૂપમાં લગાવવું ખૂબ જ શુભ માનવામાં આવે છે.
ઘરના મુખ્ય દ્વારની સજાવટ કરવા માટે ઓમ, સ્વસ્તિક જેવા ધાર્મિક ચિન્હોનો પ્રયોગ કરવો જોઇએ. આવી ચીજો લગાવવાથી ઘરમાં પોઝિટિવ એનર્જી ખેંચાઈને આવે છે. જો તેને મુખ્ય દ્વાર પર લગાવવામાં આવે તો ઘરમાં સુખ-સમૃદ્ધિ અને શાંતિ હંમેશા માટે જળવાઈ રહે છે.
ઘરના મુખ્ય દ્વારને બનાવવામાં કાળા રંગનો ઉપયોગ ભૂલથી પણ કરવો જોઈએ નહીં. કાળો રંગ નકારાત્મક ઉર્જાને આકર્ષિત કરે છે, એટલા માટે તેના બદલે ઘરના મુખ્ય દ્વાર પણ હળવા રંગોનો ઉપયોગ કરવો જોઈએ. આવું કરવામાં આવે તો ઘરના મુખ્ય વ્યક્તિ ચિંતામુક્ત રહે છે. તે સિવાય ઘરમાં પ્રેમ અને શાંતિ જળવાઈ રહે છે.