ઘરમાં શંખ વગાડવાથી પ્રસન્ન થાય છે માં લક્ષ્મી, જાણો શંખ સાથે જોડાયેલ ચમત્કારિક ઉપાય

શંખને ખૂબ જ શુભ માનવામાં આવે છે અને ઘરમાં શંખ રાખવાથી ઘણા લાભ જોડાયેલા છે. માન્યતા છે કે જે ઘરમાં શંખ હોય છે, ત્યાં લક્ષ્મીનો વાસ હોય છે. એટલે માટે પોતાના પૂજા ઘરમાં તમારે શંખ જરૂરથી રાખવો જોઈએ અને દરરોજ શંખની પૂજા કરવી જોઈએ. ઘરમાં શંખ રાખવાથી વાસ્તુદોષ પણ દૂર થાય છે અને પરિવારના લોકોની વચ્ચે પ્રેમ જળવાઈ રહે છે. આજે અમે તમને શંખ સાથે જોડાયેલી અમુક ખાસ ઉપાય બતાવવા જઈ રહ્યા છીએ.
શંખ સાથે જોડાયેલ ચમત્કારિક ઉપાય
- જે લોકોના ઘરમાં નકારાત્મક ઉર્જાનો વાસ હોય તે લોકોએ દરરોજ શંખમાં ગાયનું દૂધ રાખીને તેનો ઘરમાં છંટકાવ કરવો જોઈએ. આવું કરવાથી ઘરમાં સકારાત્મક ઉર્જાનો સંચાર થવા લાગે છે.
- પૂજા કરી લીધા બાદ શંખ જરૂરથી વગાડવો જોઈએ. શંખ વગાડવાથી ઘરનું વાતાવરણ શુદ્ધ અને પવિત્ર બની જાય છે.
- મંગળવારનાં દિવસે સુંદરકાંડનાં પાઠ વાંચી લીધા બાદ શંખ જરૂરથી વગાડવો. આવું કરવાથી બજરંગ બલીની વિશેષ કૃપા દ્રષ્ટિ જળવાઈ રહે છે અને હનુમાનજી હંમેશા તમારા ઘર પરિવારની રક્ષા કરે છે.
- એક શંખની અંદર તમારે ચોખા ભરી દેવા અને આ શંખને કપડામાં વીંટાળીને ઘરની તિજોરીમાં રાખી દો. આ ઉપાય કરવાથી ઘરમાં ક્યારેય પણ અનાજની કમી થશે નહીં.
- બુધવારનાં દિવસે શંખથી શાલીગ્રામજીનો અભિષેક કરવો ખૂબ જ શુભ માનવામાં આવે છે. તેનાથી બુધ ગ્રહ શાંત થાય છે.
- શંખમાં જળ નાખીને સૂર્યદેવને અર્ધ્ય આપવાથી રોગોથી તમારી રક્ષા થાય છે અને જૂના રોગ પણ દૂર થઈ જાય છે.
સ્વાસ્થ્ય સાથે જોડાયેલા શંખનાં ફાયદા
- શંખનાં ફાયદા સ્વાસ્થ્ય સાથે પણ જોડાયેલા છે. નાસા અનુસાર શંખ વગાડવાથી ખગોળીય ઉર્જા ઉત્સર્જન થાય છે, જે હવામાં રહેલ કીટાણુને મારી નાખે છે.
- શંખમાં પાણી નાખીને પીવાથી શરીરમાં કેલ્શિયમની કમી થતી નથી. શંખમાં કેલ્શિયમની ખૂબ જ વધારે માત્રા હોય છે. એટલા માટે રાત્રીના સમયે શંખ ની અંદર પાણી ભરી દો અને સવારે તેનું સેવન કરો.
- શંખ વગાડવાથી હાર્ટ એટેક અને રક્તચાપ જેવી બીમારીઓ માંથી લાભ મળે છે. શંખ વગાડવાથી ફેફસાં પણ મજબુત બને છે.