વાસ્તુ ટિપ્સ : ઘરમાં પૈસા રાખતા સમયે તમારી આ ભુલથી થાય છે નુકસાન, ધ્યાનમાં રાખો આ જરૂરી વાતો

વાસ્તુ ટિપ્સ : ઘરમાં પૈસા રાખતા સમયે તમારી આ ભુલથી થાય છે નુકસાન, ધ્યાનમાં રાખો આ જરૂરી વાતો

પૈસા એક એવી વસ્તુ છે જેને મેળવવાની ઇચ્છા દરેક વ્યક્તિના મનમાં રહે છે. લોકો દિવસ-રાત મહેનત કરે છે. જેથી તે પોતાના જીવનમાં સફળતા પ્રાપ્ત કરી શકે અને વધુમાં વધુ પૈસા કમાઈ શકે. પરંતુ અમુક લોકો પૈસા કમાવવામાં સફળ થાય છે, તો અમુક લોકો ને અસફળતાનો સામનો કરવો પડે છે. જો તમે પણ સખત મહેનતથી પૈસા કમાઈ લો છો, તો ધન રાખવાની જગ્યા પણ ખૂબ જ મહત્ત્વપૂર્ણ માનવામાં આવે છે. વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરની અંદર પૈસા રાખવાનું સ્થાન વિશે અમુક નિયમ બતાવવામાં આવે છે. જો તમે આ નિયમોનું પાલન કરો છો તમારા ધનમાં વધારો થઈ શકે છે, પરંતુ આ નિયમોનું પાલન ન કરવાને કારણે તમને ફાયદાને બદલે નુકસાનનો સામનો કરવો પડી શકે છે.

એ જ કારણ છે કે આ નિયમોની જાણકારી ખૂબ જ આવશ્યક છે. જો તમારાથી નાની ભૂલ થઈ ગઈ તો તેના કારણે તમને સતત ધન હાનિનો સામનો કરવો પડી શકે છે. આજે અમે તમને વાસ્તુ શાસ્ત્ર અનુસાર ઘરમાં જે જગ્યા પર પૈસા રાખો છો, ત્યાં કઈ ચીજોને ધ્યાનમાં રાખવી જોઈએ તેના વિશે જાણકારી આપવા જઈ રહ્યા.

પૈસાની તિજોરી આ જગ્યા પર રાખો

જો તમે ધન રાખવા માટે તિજોરીનો ઉપયોગ કરો છો, તો તમારે આ વાતનું વિશેષ ધ્યાન રાખવાનું રહેશે કે તમારે પોતાના ધન રાખવા માટેની તિજોરીને હંમેશા દક્ષિણ-પશ્ચિમ દિશામાં રાખવી જોઈએ. વાસ્તુશાસ્ત્ર અનુસાર જો આ દિશામાં ધનની તિજોરીમાં રાખવામાં આવે તો તેનાથી ઘરમાં ક્યારેય પણ પૈસાની કમી થતી નથી. તમારે ભૂલથી પણ તિજોરીને ઉત્તર-પૂર્વ ખૂણામાં ન રાખવી જોઈએ. કારણ કે તેના કારણે ધન હાનિનો સામનો કરવો પડી શકે છે.

તિજોરીનો દરવાજો આ દિશામાં ના ખુલે

ઘણા બધા લોકો ધન રાખવા માટેની તિજોરીને પોતાના ઘરની અંદર ફિક્સ કરાવી લેતા હોય છે. પરંતુ જો તમે પણ પોતાના ઘરની અંદર તિજોરીને સ્થાયી રૂપથી રાખો છો, તે વાતનું ખાસ ધ્યાન રાખવું કે તિજોરીનો દરવાજો દક્ષિણ દિશા તરફ હોવો જોઈએ નહીં. જો તમે એવું કરો છો, તેનાથી ઘરમાં લક્ષ્મીજી નિવાસ કરતા નથી.

તિજોરીને સીધી જમીન પર ન રાખવી

જો તમે પોતાના ઘરમાં તિજોરી રાખેલ છે, તો તેની નીચે સ્ટેન્ડ જરૂરથી લગાવો. ક્યારેય પણ તિજોરીને સીધી જમીન સાથે ન રાખવી જોઈએ. તિજોરીને ધનની દેવી લક્ષ્મી માતાજીનું સ્વરૂપ માનવામાં આવે છે. જો તમે તિજોને સીધી જમીન પર રાખો છો, તો તેનાથી અશુભ ફળની પ્રાપ્તિ થાય છે. જો તમે નીચે સ્ટેન્ડ નથી લગાવી રહ્યા તો તમારે તિજોરી નીચે કોઇને કોઇ કપડા અથવા લાકડાનો ટુકડો પણ તિજોરીની નીચે રાખી શકો છો. પરંતુ સીધી તિજોરી જમીન પર રાખવાથી બચવું જોઈએ.

પૈસાની તિજોરી ખાલી ન છોડો

પૈસાની તિજોરીને ક્યારે પણ ખાલી ન છોડવી જોઈએ. કારણ કે તેનાથી માતા લક્ષ્મીજી નારાજ થઈ જાય છે. તમારે તિજોરીમાં હંમેશાં કંઈક ઘરેણા અથવા પૈસા જરૂર રાખવા. તે સિવાય તમે તિજોરીમાં હંમેશા ચાંદીના સિક્કા રાખી શકો છો અને ગોમતી ચક્ર પણ રાખી શકો છો. આ બધી ચીજોને લાલ કપડામાં લપેટીને રાખવી જોઈએ.

pranshu

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *