ગરુડ પુરાણમાં આ કાર્ય કરવા માનવામાં આવે છે વર્જિત, તેને કરવાથી દુઃખો થી ભરાઈ જાય છે જીવન

ગરુડ પુરાણ માં કેટલાક એવા કાર્યો નું વર્ણન કરવામાં આવે છે. જેને કરવાથી વ્યક્તિનું સૌભાગ્ય દુર્ભાગ્યથી બદલી જાય છે અને આખું જીવન કષ્ટો નો સામનો કરવો પડે છે. ગરુડ પુરાણ મુજબ વ્યક્તિની અંદર કેટલીક એવી આદતો હોય છે જે તેની ખુશીઓને ખતમ કરી દે છે. અને તેના જીવનને દુઃખો થી ભરી દે છે. તેથી તમારી અંદરની આદતોને તરત બદલવી. અન્યથા જીવનભર દુઃખોનો સામનો કરવો પડી શકે છે.
બીજાનું અપમાન કરવું
ગરુડ પુરાણ અનુસાર જે લોકો બીજાનું અપમાન કરે છે તે લોકો ક્યારેય ખુશ રહી શકતા નથી. એ લોકોનું જીવનમાં ફક્ત કષ્ટોથી ભરેલું રહે છે. તે લોકોને નરકમાં પણ જગ્યા મળતી નથી.
ગંદા વસ્ત્રો ધારણ કરવા
જે લોકો ગંદા વસ્ત્ર ધારણ કરે છે તેના ઘરમાં લક્ષ્મીનો વાસ ક્યારેય થતો નથી. એવા લોકોના ઘરમાં માં લક્ષ્મી ક્યારેય બિરાજમાન થતા નથી. ગરુડ પુરાણ અનુસાર ગંદા વસ્ત્રો ને દરિદ્રતાનું પ્રતિક ગણવામાં આવે છે. માટે વ્યક્તિ એ હંમેશા સાફ કપડાં ધારણ કરવા જોઈએ.
અભિમાન કરવું
જે લોકોની અંદર અભિમાન હોય છે અને બીજાની મજાક બનાવે છે. તેવા લોકો હંમેશા બીજા લોકોને હમેશા બીજાને પોતાનાથી નીચા ગણે છે અને ધન નું કરે છે. ધન નું અભિમાન થવાથી બુદ્ધિ ની ક્ષમતા ઓછી થઈ જાય છે. એવા લોકો બીજાનું અપમાન કરવાનો એક પણ અવસર છોડતા નથી. ધન પર અભિમાન કરનાર લોકોથી માં લક્ષ્મી નારાજ થઈ જાય છે. અને તેવા લોકોને હંમેશા ધનહાનિ થાય છે.
લાલચ રાખવી
જે લોકોના મનમાં લાલચ હોય છે. તેનું જીવન દુઃખોથી ભરેલું રહે છે. ગરુડ પુરાણ અનુસાર લાલચ કરનાર વ્યક્તિ ક્યારેય ખુશ રહી શકતો નથી. એવા લોકોને ક્યારેય સંતોષ થતો નથી તે હંમેશા દુઃખી રહે છે. તેમની પાસે બધું હોવા છતાં તે લોકો કોઈ વસ્તુનો આનંદ લઇ શકતા નથી.
રાતના દહીંનું સેવન કરવું
રાતના સમયે દહીંનું સેવન કરવું અશુભ ગણવામાં આવે છે. જે લોકો રાતના દહીંનું સેવન કરે છે તેનું સ્વાસ્થ્ય ખરાબ થાય રહે છે અને તે હંમેશા શારીરિક કષ્ટો થી ઘેરાયેલા રહે છે. તેથી ભૂલથી પણ રાતના દહીંનું સેવન કરવું જોઇએ નહીં.