ગરમીની સિઝનમાં જરૂર ખાવી જોઈએ આ ૩ દાળો, ફાયદાઓ જાણી આજથી જ શરુ કરી દેશો ખાવાનું

જ્યારે ભારતીય ભોજનની વાત કરીએ ત્યારે તેમાં રોટલી શાક અને સાથે દાળનું નામ ટોપ માં નું સામેલ હોય છે. તે ખાવામાં સ્વાદિષ્ટ હોય છે સાથેજ સ્વાસ્થ્ય માટે પણ ખૂબ જ ફાયદાકારક હોય છે. સારી વાત એ છે કે, ભારતમાં દાળની ઘણી વેરાઈટીઓ આવે છે. અને દરેક નો પોતાનો અલગ અલગ અને સ્વાદ હોય છે. સેલિબ્રિટી ન્યુટ્રીશન ઋજુતા એ પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર પોસ્ટ કરી જેમાં જણાવ્યું છે કે, ભારતમાં ૬૫ હજાર થી વધારે વેરાઈટીની દાળ ની ઉપજ થાય છે. પરંતુ કેટલીક દાળો હવે લુપ્ત થતી જાય છે. એટલું જ નહીં, તેમણે જણાવ્યું છે કે, ગરમીની સિઝનમાં કઈ દાળ ખાવાથી વધારે ફાયદો થાય છે. તેના કહેવા પ્રમાણે કોવિડ ના સમય દરમિયાન લોકો ઓછા બહાર નીકળી રહ્યા છે. ઘણીવાર ઘરમાં શાક ખલાસ થઈ ગયું હોય તો લોકો વિચારે છે કે, હવે શું બનાવીને ખાશુ ત્યારે ગરમીમાં તમે દાળ ને ઘણી રીતે બનાવીને તેનું સેવન કરી શકો છો. તમે તેને લંચ, ડિનર અને સાંજના ચાની સાથે પણ ખાઈ શકો છો.
ગરમીમાં કઈ દાળ ખાવી જોઈએ
ઋજુતા જણાવે છે , આ સિઝનમાં મગ, મઠ અને તુવેરની દાળ ખાવી જોઈએ. તે સૌથી બેસ્ટ ગણાય છે. કારણ કે તેમાં ઘણા પોષક તત્વો હોય છે. અને જે આ સમય માટે સૌથી વધારે જરૂરી છે. આ ત્રણ દાળ ખાવાથી ઝીંક ભરપૂર માત્રામાં મળી રહે છે. અને તેનું સેવન કરવાથી કોઈ પણ દવા લેવાની જરૂર પડશે નહીં. આ દાળ નું સ્પાઉડ તરીકે પણ સેવન કરી શકો છો. અને ચાર્ટ બનાવી તમે સાંજનાં ચા સાથે પણ કાચુ ખાઈ શકો છો. દાળના ઢોસા બનાવીને પણ ખાઈ શકો છો અને બ્રેકફાસ્ટમાં પણ ખાઈ શકો છો. આ દાળમાં આયર્ન, ઝિંક, સેલેનિયમ, એમિનો એસિડ, પ્રોટીન જેવા પોષક તત્વો હોય મોજુદ હોય છે જેને ખાવાથી આ પ્રમાણે નાં ફાયદાઓ થાય છે.
પી સી ઓ ડી માં ફાયદાકારક
પી સી ઓ ડી ની સમસ્યા મહિલાઓ માટે સામાન્ય બની ગઈ છે. જો તમને પિરિયડ યોગ્ય સમય પર નથી આવતા અથવા તો વધારે બ્લીડીંગ થઈ રહ્યું હોય અથવા તો પી સી ઓ ડી ની સમસ્યા હોય તો આ સમસ્યામાંથી મુક્તિ મેળવવા માટે તમારી ડાયટમાં આ ત્રણ માંથી એક દાળ નો નિયમિત રૂપથી સમાવેશ કરવો જોઈએ.
વાળ માટે ફાયદાકારક
વાળ ખરવાના ઘણાં કારણો હોય છે. પરંતુ જો તમે કોવીડ દરમિયાન વધારે સ્ટ્રેટ લઈ રહ્યા હોવ અને તમારી લાઈફસ્ટાઈલમાં ખૂબ જ બદલાવ આવ્યો હોય ત્યારે તેનો પ્રભાવ વાળ પર પણ પડે છે. જો તમને વાળ ખરવાની સમસ્યા હોય તો તમારી ડાયટમાં દાળ નો નિયમિત રૂપથી સમાવેશ કરવો જોઈએ.
પેટની સમસ્યા થાય છે દૂર
જો તમારા ખાવા-પીવાની આદતો બરાબર ન હોય તો તેના કારણે પેટ સાથે જોડાયેલી સમસ્યાઓ રહેતી હોય. કેટલાક લોકો એવા છે જે યોગ્ય ડાયટ લેતા હોય છતાં પણ તેને ગેસ, એસિડિટી જેવી સમસ્યાઓ રહે છે. તેમણે પોતાની ડાયટ માં દાળ નું સેવન જરૂર કરવું જોઈએ. તેનાથી પેટ સાથે જોડાયેલી બીમારીઓ દૂર થાય છે.
સ્ટ્રેસ થાય છે દૂર
કોવીડ નાં સંક્રમણને કારણે આસપાસ ની પરિસ્થિતિને જોતા ઘરમાં આખો દિવસ રહેવાના કારણે સ્ટ્રેસ થાય છે. ત્યારે આ દાળનું સેવન જરૂર કરવું જોઈએ. કારણ કે તેમાં સ્ટ્રેસ લેવલ ઓછું કરવાની ક્ષમતા હોય છે. દાળ શરીરમાં બનતા કારટીસોલ હાર્મોન ને કંટ્રોલ કરે છે. જેનાથી તણાવ દુર થાય છે.