ગરમીમાં પરસેવાની દુર્ગંધથી મેળવો છુટકારો, બસ કરો આ સરળ ઉપાય

ગરમીમાં પરસેવાની દુર્ગંધથી મેળવો છુટકારો, બસ કરો આ સરળ ઉપાય

ગરમીની ઋતુમાં ઘણા લોકોને ખૂબ જ પરસેવો થાય છે. અને શરીરમાંથી ખૂબ જ દુર્ગંધ આવે છે. જો તમને પણ ખૂબ જ પરસેવો થતો હોય અને સ્નાન બાદ પણ શરીરની અંદરથી દુર્ગંધ આવતી હોય. તો નીચે જણાવેલ ઉપાયો કરવા. આ ઉપાયો કરવાથી પરસેવાની દુર્ગંધ ઓછી થઈ જશે. અને તમને આ સમસ્યામાંથી રાહત મળશે.

આ રીતે કરો પરસેવાની દુર્ગંધ દૂર

 

  • જે લોકોને પરસેવાની દુર્ગંધ ખૂબ જ વધારે આવતી હોય તે એ લોકોએ દિવસમાં બેવાર સ્નાન કરવું. તેનાથી શરીરમાં પરસેવો પેદા કરનાર બેક્ટેરિયા માં વધારો થતો નથી. અને પરસેવા ની દુર્ગંધ પણ દુર થઈ જાય .છે ગરમી શરૂ થતાં સવારે અને સાંજે બે વાર ન્હાવાનું શરૂ કરી દેવું. અને સ્નાન વખતે એન્ટી બેક્ટેરિયલ સાબુનો ઉપયોગ કરવો.
  • તમે ઈચ્છો તો ન્હાવા નાં પાણીમાં લીંબુ નાખી શકો છો. એવું કરવાથી પણ પરસેવા ની દુર્ગંધ દુર થશે. તેના માટે લીંબુનો રસ લગાવો અને સુકાઈ ગયા બાદ સ્નાન કરી લેવું. આમ  કરવાથી પરસેવાની દુર્ગંધ દુર થશે.

  • ગુલાબ જળ ની મદદથી પરસેવાની દુર્ગંધ દૂર કરી શકાય છે પરસેવાની દુર્ગંધ થી પરેશાન લોકોએ સમય-સમય પર ગુલાબ જળ લગાવવું. ગુલાબ જળ લગાવવાથી પરસેવાની દુર્ગંધથી રાહત મળશે.
  • અન્ડર આર્મ્સ અને પ્રાઈવેટ પાર્ટને સાફ રાખવા. સ્નાન બાદ અન્ડર આર્મ્સ અને પ્રાઈવેટ પાર્ટને ભીના ન છોડવા. સ્નાન બાદ તે એરિયાને જરૂરથી ડ્રાય કરવા. એન્ટિપસપિરેંટ અથવા તો  ડ્રીયોડન્ટ નો ઉપયોગ કરવો. તે બેક્ટેરિયા નાં વિકાસને રોકે છે. તેથી સ્નાન બાદ તે જગ્યા પર એન્ટિપસપિરેંટ કે  ડ્રીયોડન્ટ જરૂર લગાવો.

  • શરીરની જે જગ્યાઓ પર પરસેવો વધારે થાય છે. તેને સમય-સમય પર ભીના કપડાથી સાફ કરો. આમ કરવાથી તમે દુર્ગંધથી બચી શકશો.
  • સ્નાન કરવાના પાણીમાં લીમડા નાં પાન જરૂર નાખવા. આ ઉપાય કરવાથી શરીરમાંથી દુર્ગંધ આવતી નથી. એક વાસણમાં પાણી ગરમ કરવા માટે રાખવું તેની અંદર લીમડા નાં પાન નાખો અને પાણીને ગરમ કરવું. ત્યારબાદ પાણીનો રંગ લીલો થઈ જાય ત્યારે ગેસ બંધ કરી. પાણીને ઠંડું થવા દેવું. ત્યારબાદ તે પાણીને ન્હાવાના પાણીમાં ઉમેરી દેવું. લીમડા નાં પાનથી સ્નાન કરવાથી પરસેવો થશે નહીં.

  • ઘણા લોકોને માથામાં પણ ખૂબ જ પરસેવો થાય છે. જેના કારણે માથામાં ફોડી નીકળી આવે છે. આ સમસ્યા થવા પર ચંદનનો લેપ લગાવો. ચંદન લગાવવાથી ઠંડક મળે છે. અને  ફોડી નીકળવાનું બંધ થઈ જાય છે. એક ચમચી ચંદન પાઉડર ની અંદર પાણી ઉમેરી અને લેપ તૈયાર કરીને લગાવવો ત્યારબાદ સુકાયા બાદ તેને પાણી મદદ થી સાફ કરો. તેથી ગરમીને કારણે થી ફોડી એકદમથી દુર થઈ જાય છે.

  • તમારા શરીર ની સાફ સફાઇનું ખાસ ધ્યાન રાખો. ખુબ જ પાણી પીવું જેનાથી શરીરમાં પાણીની કમી ના થાય. એલોવેરા જેલ લગાવવાથી પણ પરસેવાની દુર્ગંધ માં રાહત મળે છે. જે જગ્યા પર પરસેવાની દુર્ગંધ આવતી હોય ત્યાં એલોવેરા જેલ લગાવવું. અને સુકાયા બાદ પાણીથી સાફ કરવું. તેનાથી ઠંડક પ્રદાન થાય છે. અને પરસેવા ની દુર્ગંધ પણ દૂર થાય છે.

pranshu

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *