ગરમીમાં ન કરવું આ વસ્તુઓનો ખાલી પેટે સેવન, આપણા શરીરને થઈ શકે છે નુકસાન

ભોજન આપણા શરીર માટે ઇંધણ છે. તે આપણને પોષણ આપે છે. અને આપણા શરીરનાં શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. પરંતુ કેટલીક એવી વસ્તુઓ છે કે, જેનું સેવન ક્યારે કરવું તે વાત ખૂબ જ મહત્વ રાખે છે. એવી ઘણી વસ્તુઓ છે જેનું ખાલી પેટે સેવન કરવાથી આપણા શરીરને નુકસાન થઈ શકે છે. આ વસ્તુ નું સેવન સવારના સમયે જ્યારે પુરી રાત તમે ભૂખ્યા રહ્યા હો ત્યારે બિલકુલ પણ ન કરવું જોઈએ.
ચા
આપણા દેશમાં ઉત્પાદન ચા નો ૮૦ ટકા ઉપયોગ ફક્ત ઘરેલુ ઉપયોગ માં થાય છે. ભારત માં ચા સવાર માટે અલાર્મ નું કામ કરે છે. પરંતુ સવારે ખાલી પેટ ચા પીવાથી ગેસ થઈ શકે છે. ચા માં ટેનિન નામનું તત્વ હોય છે. જે લોહીના અવશેષોમાં બાધક થાય છે. માટે સવારે ખાલી પેટે ચા પીવી જોઈએ નહીં. ચા માં રહેલ કેફીન છાતીમાં બળતરા પેદા કરી શકે છે. શરીરમાં વધારે એસીડ બનાવવાની પ્રક્રિયા અને વધારી શકે છે.
ખાટા ફળ
ખાટા ફળો વાસ્તવ માં પોષ્ટિક હોય છે. અને દરરોજ તેનું સેવન કરવાની સલાહ આપવામાં આવે છે. પરંતુ સંતરા, જામફળ વગેરે ફળો માં પ્રાકૃતિક આમ્લીય હોય છે. જેને ખાલી પેટે લેવાથી એસીડીટી ની સમસ્યા થાય છે. ખાટા ફળો ખાવા નો સૌથી સારો સમય સવારે અથવા સાંજે નાસ્તા નાં રૂપમાં તેનું સેવન કરવું જોઈએ.
સલાડ
સારા સ્વાસ્થ્ય માટે દરરોજ સલાડ નું કરવાની સલાહ આપવામાં આ વે છે. પરંતુ ખાલી પેટે કાચા સલાડ નું સેવન કરવાથી સમસ્યા થઈ શકે છે. કારણ કે સલાડ માં ફાઈબરની માત્રા ભરપૂર હોય છે. જેનાથી પેટમાં દુખાવાની સમસ્યા થઈ શકે છે.
ખાંડ
ખાંડની સાથે આપણે આપણા દિવસની શરૂઆત કરીએ છીએ. હકીકતમાં તે આપણા શરીર પર ખૂબ જ ખરાબ અસર કરે છે. કારણ કે લાંબા સમય સુધી આરામ કર્યા બાદ જ્યારે આપણે જાગીએ છીએ ત્યારે પેન્કીયાઝ પર ભાર પડે છે. આ ઉપરાંત ખાંડથી ઘણા પ્રકારના નુકસાન થાય છે. જેમકે ટાઇપ-૨ ડાયાબિટીસ, હ્રદય રોગ વગેરે ખાંડથી થતા રોગો છે.
ટમેટા
ટમેટા માં વિટામિન સી, ફોલેટ, પોટેશિયમ, લાઈકોપીન વગેરે જેવા પોષક તત્વો હોય છે. પરંતુ તેનું સેવન ખાલી પેટે કરવું જોઈએ નહીં. કારણ કે તેમાં ટેનીક એસીડ હોય છે. જે પેટ સાથે જોડાયેલી તકલીફોનું કારણ બની શકે છે.
કોફી
સવારની ચા ની જેમ કોફી પણ ઘણા લોકો માટે ખૂબ જ આવશ્યક હોય છે. પરંતુ ખાલી પેટે કોફી પીવાથી તમારા શરીરને ગંભીર નુકસાન પહોંચી શકે છે. કારણ કે, તે તમારા પેટ ની પરત ને નુકસાન પહોંચાડે છે. જેનાથી છાતીમાં બળતરાની સમસ્યા થાય છે. અને ખાલી પેટ ચા કોફીની આદત હોયતો તેની સાથે કંઈક અવશ્ય ખાવું જોઈએ.