ગરમી ભગાવવા માટેનો રામબાણ ઈલાજ છે શેરડી નો રસ, તેને પીવાથી શરીરને પહોંચે છે આ ફાયદાઓ

ગરમી ભગાવવા માટેનો રામબાણ ઈલાજ છે શેરડી નો રસ, તેને પીવાથી શરીરને પહોંચે છે આ ફાયદાઓ

ગરમીની સીઝન શરૂ જમીન ગરમી ગરમી શરૂ થઈ ગરમીની સિઝન શરૂ થઈ ગઈ છે. આ સીઝન દરમ્યાન શરીરને ઠંડુ રાખવું ખૂબ જરૂરી હોય છે. ગરમીની સિઝનમાં ચક્કર આવવા, શરીરમાં પાણીની કમી થવી વગેરે જેવી પરેશાનીઓ થઈ શકે છે. આ પરેશાનીથી બચવા માટે શેરડીનો રસ પીવાથી પણ ઘણી બીમારીઓ તમારાથી દૂર રહે છે.

શેરડી નાં રસ માં વિટામીન એ, બી૧, બી૨, બી૩,બી૫, બિ૬, અને વિટામીન સી, કેલ્શિયમ અને મેગ્નેશિયમ હોય છે. આ રસ સામાન્ય રીતે ફુદીના નાં પાનનો રસ અને આદુ નાંખી ને તૈયાર કરવામાં આવે છે. તેનો સ્વાદ પણ સારો હોય છે. ચાલો જાણીએ શેરડી નો રસ પીવાથી થતા ફાયદાઓ વિશે.

પાચનતંત્ર રહે છે બરાબર

શેરડી નો રસ પીવાથી પાચનતંત્ર બરાબર બની રહે છે. અને ભોજન સારી રીતે પચે છે. જોકે શેરડી નો રસ મેટાબોલીજમ રેટ ને વધારે છે. જેનાથી પાચનશક્તિ મજબૂત થાય છે. સાથે જ વજન પણ વધતું નથી. શેરડી રસ પીવાથી કબજિયાત અને પેટ સાથે જોડાયેલી અન્ય બીમારીઓથી પણ રક્ષણ મળે છે.

ડીહાઇડ્રેશન થી બચાવ

ગરમીની સિઝનમાં ઘણા લોકોને ડીહાઇડ્રેશન થાય છે. ડીહાઇડ્રેશન થવાથી શરીરમાં પાણીની કમી થવા લાગે છે. જેના કારણે ચક્કર આવવા લાગે છે. ઘણીવાર ડિહાઇડ્રેશન થવા હોઠ ફાટી જાય છે અને ખૂબ જ તેમાં ખૂબ જ દુખાવો થાય છે. ડીહાઇડ્રેશન થવા પર બસ એક ગ્લાસ શેરડી નો રસ પીવામાં આવે તો ડિહાઇડ્રેશનથી બચી શકાય છે. અને તરત જ શરીરમાં પાણીની કમી ને દુર કરે છે. ડીહાઇડ્રેશન થવા પર શેરડી નાં રસમાં લીંબુ અને ફુદીનો મેળવીને પીવો.

એનર્જી બુસ્ટર

શેરડી નો રસ એનર્જી બુસ્ટર તરીકે પણ કામ કરે છે. તેને પીવાથી શરીરમાં એનર્જી બની રહે છે. જે લોકોને ખૂબ જ થાક લાગતો હોય તે લોકો શેરડીના રસનું સેવન કરે તો આખો દિવસ એનર્જી બની રહેશે.

હૃદયની બીમારી માટે ફાયદાકારક

શેરડી નો રસ હ્રદય માટે ઉત્તમ માનવામાં આવે છે. તેને પીવાથી હૃદય સાથે જોડાયેલ રોગ સામે રક્ષણ મળે છે. અને શરીરમાં કોલેસ્ટ્રોલ લેવલ ને પણ ઓછું કરે છે. જેનાથી હ્રદય ની કોશિકા માં ફેટ જમા થતું નથી. હ્રદય સારી રીતે કામ કરે છે.

હાડકાને આપે છે મજબૂતી

શેરડી નો રસ પીવાથી હાડકા ને તાકાત મળે છે. શેરડી નાં રસ માં ભરપૂર માત્રામાં કેલ્શિયમ, આયર્ન અને પોટેશિયમ હોય છે. જે હાડકાંને મજબૂતી પ્રદાન કરે છે અને તેને કમજોર થવા દેતા નથી. તેથી જે લોકોનાં હાડકા કમજોર હોય અને સાંધાના દુખાવાની ફરિયાદ રહેતી હોય. તેમણે શેરડીનાં જ્યૂસનું સેવન દરરોજ કરવું જોઈએ.

યુરિનમાં બળતરા ની પરેશાની કરે છે દૂર

શરીરની અંદર પાણીની કમી થવા પર ગરમી નાં કારણે ઘણી વાર યુરિનમાં બળતરા ની ફરિયાદ થઇ શકે છે. યુરિનમાં બળતરા થવા પર જો શેરડી નો રસ પીવામાં આવે તો તેમાં તરત જ રાહત મળે છે. શેરડીનો રસ પીવાથી શરીરની ગરમી દૂર થાય છે અને પેશાબ દરમિયાન થતી બળતરા અને દુખાવો દુર થાય છે. સાથે જ કીડની સ્ટોન ની સમસ્યા થવા પર પણ શેરડી નો રસ ખૂબ જ ફાયદાકારક સાબિત થાય છે.

શેરડી નું જ્યૂસ પીવાથી થતા નુકસાન

 

  • શેરડી નાં રસ વધારે પીવાથી શુગર વધી જાય છે માટે જે લોકોને શુગર ના દર્દીઓ એ તેનું સેવન કરવાથી બચવું.
  • વધારે પ્રમાણમાં શેરડી નો રસ પીવાથી ઘણીવાર પેટ ખરાબ થઈ શકે છે.
  • જો શેરડી ને બરાબર સાફ કર્યા વગર રસ બનાવવામાં આવે તો તેનાથી ઘણા રોગ થઇ શકે છે. તેથી જ્યારે પણ શેરડી નો રસ પીઓ ત્યારે તે એ વાત નું ધ્યાન રાખવું.

pranshu

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *